° °

આજનું ઇ-પેપર
Wednesday, 29 June, 2022


દેવનાર કતલખાનાના નૂતનીકરણનું ટેન્ડર રદ કરો

19 June, 2022 11:45 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બીજેપીના પ્રદેશ કોષાધ્યક્ષ અને મુલુંડના વિધાનસભ્ય મિહિર કોટેચાએ ૪૦૦ કરોડના કૌભાંડનો આરોપ કરીને માગણી કરી

પત્રકારોને કતલખાનાના ટેન્ડરની માહિતી આપતા વિધાનસભ્ય મિહિર કોટેચા

પત્રકારોને કતલખાનાના ટેન્ડરની માહિતી આપતા વિધાનસભ્ય મિહિર કોટેચા

દેવનાર કતલખાનાનું નૂતનીકરણ કરવા માટેનું ટેન્ડર એક ઇન્ટરનૅશનલ કંપનીને લાભ પહોંચાડવા માટે બહાર પાડવામાં આવ્યું હોવાથી એ રદ કરવાની માગણી બીજેપીના પ્રદેશ કોષાધ્યક્ષ અને મુલુંડના વિધાનસભ્ય મિહિર કોટેચાએ કરી છે. આ ટેન્ડરમાં કેટલાક પ્રધાનો અને તેમના નજીકના સંબંધીઓને ૧૬૦ કરોડ રૂપિયાની મલાઈ મળશે એવો આરોપ પણ તેમણે કર્યો છે. મિહિર કોટેચાએ ગઈ કાલે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ‘દેવનાર કતલખાનાના નૂતનીકરણ માટે ૪૦૦ કરોડ રૂપિયાનું ટેન્ડર તાજેતરમાં જ બહાર પાડવામાં આવ્યું છે. આ ટેન્ડરમાં એક ઇન્ટરનૅશનલ કંપનીને જ ફાયદો પહોંચે એવી શરતો અને નિયમો કરવામાં આવ્યાં છે. આ કતલખાનામાં દરરોજ ૫૦૦થી ૬૦૦ જાનવર કતલ માટે આવે છે. નૂતનીકરણ માટેના ટેન્ડર માટે દરરોજ અંદાજે ૨૫,૦૦૦ જાનવરોની કતલનો અનુભવની શરત રાખવામાં આવી છે. આખા દેશમાં આ શરતમાં કોઈ કંપની બેસતી નથી.’

તેમણે કહ્યું હતું કે ‘નૂતનીકરણના ટેન્ડરની સાથે જ ૪ વર્ષ કતલખાના ચલાવવા માટેનું ટેન્ડર પણ જારી કરવામાં આવ્યું છે. એ માટે જરૂરી યંત્રો કેવાં હશે, એ ચલાવવા માટે કેટલો ખર્ચ આવશે એની જાણ ન હોય તો ૪ વર્ષ પહેલાં આ ટેન્ડર કોણ ભરશે એનો વિચાર કરવામાં નથી આવ્યો. આથી આ ટેન્ડર-પ્રક્રિયામાં ગોટાળો થયો હોવાથી એ રદ કરીને નવું ટેન્ડર જારી કરવાની માગણી બીએમસીના કમિશનરને કરવામાં આવી છે. આ માગણી માન્ય નહીં કરાય તો કોર્ટમાં જઈશું.’

19 June, 2022 11:45 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

મુંબઈ સમાચાર

ફાઇનલી ધાર્યા મુજબ બીજેપીએ મારી એન્ટ્રી

ઉદ્ધવ ઠાકરે સરકારે બહુમતી ગુમાવી હોવાનો દાવો કરીને આવતી કાલે વિશેષ અધિવેશન બોલાવીને વિશ્વાસનો મત કરાવવાની રાજ્યપાલ સમક્ષ કરી માગણી

29 June, 2022 07:21 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુંબઈ સમાચાર

બીજેપી સરકાર બનાવવાની અત્યારે કોઈ પહેલ નહીં કરે

કોર કમિટીની બેઠકમાં વેઇટ ઍન્ડ વૉચની ભૂમિકામાં રહેવાનો નિર્ણય લેવામાં આવ્યો

28 June, 2022 02:45 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુંબઈ સમાચાર

બળવાખોરોનો રાગ ‘વિચિત્ર’ કેમ?

શિવસેનાના બળવાખોર જૂથના વિધાનસભ્ય દીપક કેસરકર કહે છે, ઉદ્ધવ એમવીએમાંથી બહાર નીકળી જાય અને તેમના આશીર્વાદથી જ નવી બીજેપી-સેના સરકાર બની જાય તેમ જ ફલોર-ટેસ્ટની પણ જરૂર ન પડે

28 June, 2022 09:44 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK