° °

આજનું ઇ-પેપર
Wednesday, 28 July, 2021


બાઇક-રાઇડર્સ જે. જે. ફ્લાયઓવર પરથી જઈને લઈ રહ્યા છે જાનનું જોખમ

01 November, 2012 07:02 AM IST |

બાઇક-રાઇડર્સ જે. જે. ફ્લાયઓવર પરથી જઈને લઈ રહ્યા છે જાનનું જોખમ

બાઇક-રાઇડર્સ જે. જે. ફ્લાયઓવર પરથી જઈને લઈ રહ્યા છે જાનનું જોખમશિરીષ વક્તાણિયા

પ્રતિબંધ હોવા છતાં બાઇક પરથી યુવાનો જીવ જોખમમાં મૂકી જે. જે. ફ્લાયઓવર પરથી પસાર થતા આ તસવીરોમાં જોવા મળી રહ્યા છે.

મિડ-ડે LOCALને આ ફ્લાયઓવર પર એક પણ ટ્રાફિક-કૉન્સ્ટેબલ ફરજ બજાવતો દેખાયો નહોતો તથા ઘણા યુવાનો બાઇક લઈને આ ફ્લાયઓવર પરથી પસાર થઈ રહ્યા હતા, પણ તેમની વિરુ¢ કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી અને તેમને પકડવામાં પણ આવ્યા નહોતા. જોકે ૨૩ સપ્ટેમ્બરે આ ફ્લાયઓવર પર અકસ્માતમાં બાઇક પર જતા ૧૮ વર્ષના ભાવિન જૈન અને ૨૦ વર્ષના દીપેશ રાવલનું મૃત્યુ થયું હતું તથા રેકૉર્ડ મુજબ આ ફ્લાયઓવર પર અકસ્માતમાં લગભગ ૭૦થી વધુ યુવાનોએ તેમના જીવ ગુમાવ્યા છે. એમાં મે મહિનાથી અત્યાર સુધીમાં પાંચ અકસ્માતો આ ફ્લાયઓવર પર થયા છે છતાં આ ફ્લાયઓવર પરથી યુવાનો બાઇક પરથી પસાર થઈ રહ્યા છે અને પોલીસ હાથ પર હાથ ધરી બેસી તમાશો જોઈ રહી છે.

આ ફ્લાયઓવરના એન્ટ્રી પર ડાબી બાજુમાં બાઇક માટે નો એન્ટ્રીનું બોર્ડ લગાડવામાં આવ્યું છે. સોમવારે સવારે બાઇક પર જતા યુવાનોનું ધ્યાન તો આ બોર્ડ તરફ ગયું હતું, પણ તેઓ વગર ડરે ફ્લાયઓવર પરથી પસાર થયા હતા. આ ફ્લાયઓવર પર ડ્યુટી હોવા છતાં એક પણ ટ્રાફિક-પોલીસ ફરજ બજાવતો દેખાયો નહોતો. ઘણા યુવાનો હેલ્મેટ પર્હેયા વગર જ બાઇક પરથી પસાર થતા નજરે ચડ્યા હતા. આ ફ્લાયઓવર પર સ્પીડ કન્ટ્રોલ કરવા માટે ઘણી જગ્યાએ ૩૦ કિલોમીટરની સ્પીડ તથા ૪૦ અને ૬૦ કિલોમીટરની સ્પીડનાં બોર્ડ પણ લગાવવામાં આવ્યાં છે છતાં યુવાનો બાઇક પર ૮૦થી ૯૦ કિલોમીટરની સ્પીડે જતા દેખાયા હતા. કેટલાક યુવાનો તો એકબીજા સાથે રેસિંગ પણ કરતા હતા.’

અત્યાર સુધી મુંબઈનો સૌથી લાંબો બ્રિજ તરીકે ઓળખાતો જે. જે. ફ્લાયઓવર લગભગ ૨.૧ કિલોમીટર લાંબો છે એટલે યુવાનો શૉર્ટકટ અપનાવવા આ ફ્લાયઓવરનો ઉપયોગ કરી રહ્યા છે.

ઍક્સિડન્ટમાં પુત્ર ગુમાવનારા પિતાનું શું કહેવું છે?

લાલબાગ વિસ્તારની ચિવડા ગલીમાં આવેલા કમલકુંજ બિલ્ડિંગના બીજા માળે રહેતા ભાવિનના પિતા કિશોરભાઈએ કહ્યું હતું કે ‘મારા પુત્રનો જન્મદિવસ ૧૩ સપ્ટેમ્બરે હતો, પણ પયુર્ષણ હોવાથી તેણે જન્મદિવસ નહોતો ઊજવ્યો એટલે રવિવારે રાત્રે સાડાઆઠ વાગ્યે કૉલેજના મિત્રોને પાર્ટી આપવા કફ પરેડમાં રહેતા તેના મિત્ર દીપેશ રાવલ સાથે બાઇક પર જઈ રહ્યો હતો. એ વખતે જે. જે. ફ્લાયઓવર પર અકસ્માત થતાં ભાવિન અને દીપેશનાં મૃત્યુ થયાં હતાં. ભાવિન ગમે ત્યાં જતો ત્યારે ઘરમાં હંમેશાં કહીને જતો. રવિવારે પણ તે ઘરે અમને કહીને ગયો હતો, પણ જો તેમણે ટ્રાફિકના નિયમોનું પાલન કર્યું હોત તો આ અકસ્માત ન થયો હોત અને તેઓ બચી ગયા હોત.’

ભાવિનના પરિવારમાં તેના પિતા કિશોરભાઈ, માતા સાધનાબહેન તથા ભાઈ સુમિતનો સમાવેશ છે.

ચિંચપોકલીના બાબલાવાડી વિસ્તારમાં આવેલા શાંતિકમલ ટાવરમાં નવમા માળે રહેતા દીપેશના પિતા કૈલાસ રાવલે કહ્યું હતું કે ‘દીપેશને બાઇક ચલાવવાનો ઘણો શોખ હતો એટલે અમે કૉલેજ જવા માટે તેને બાઇક લઈ આપી હતી. તે ટેબલ ટેનિસમાં ડિસ્ટ્રિક્ટ લેવલનો ખેલાડી હતો. જો તેમણે ટ્રાફિકના નિયમોનું પાલન કર્યું હોત તો તે આજે અમારી સાથે હોત. જે. જે. ફ્લાયઓવર પર પ્રતિબંધનું બોર્ડ લગાવવામાં આવ્યું હોવા છતાં લોકો આ ફ્લાયઓવર પરથી બાઇક લઈને પસાર થાય છે. જો આ ફ્લાયઓવર પર ૨૪ ક્લાક ટ્રાફિક-પોલીસનો બંદોબસ્ત રાખવામાં આવે તો આવા અકસ્માતો ટાળી શકાય.’

દીપેશના પરિવારમાં તેનો ભાઈ જયેશ, બહેન શોભા, પિતા શૈલેશભાઈ અને માતા સંજનાબહેનનો સમાવેશ છે.

01 November, 2012 07:02 AM IST |

અન્ય લેખો

મુંબઈ સમાચાર

પતિ-પત્નીના ઝઘડામાં વચ્ચે પડેલા ભાઈની બનેવીએ કરી નાખી હત્યા

બોરીવલીના આ કેસમાં આરોપી ભરત મકવાણાએ સાળાને દારૂ પીવડાવ્યા બાદ તેનું ચાકુથી કર્યું મર્ડર

28 July, 2021 01:03 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુંબઈ સમાચાર

અજિત પવાર કરશે મુંબઈ-બૅન્ગલોર હાઇવે પર ફ્લાયઓવર્સ બનાવવા ગડકરી સાથે વાત

જિલ્લામાં વિવિધ પટ્ટા પર ફ્લાયઓવર્સ બાંધવાની સંભવિતતા વિશે હું ગડકરીસાહેબ સાથે વાત કરીશ, જેથી પૂરની સ્થિતિમાં (મુંબઈ) પુણે- બૅન્ગલોર હાઇવે પર વાહનોની અવરજવરમાં વિક્ષેપ ન સર્જાય.’

28 July, 2021 11:16 IST | Mumbai | Agency
મુંબઈ સમાચાર

પૂર અટકાવવા નદીકિનારે ૧,૬૦૦ કરોડ ખર્ચીને ભીંત બાંધવાની સરકારની યોજના

વળી આ ભીંત બાંધવા ૧૬૦૦ કરોડ રૂપિયાનો અંદાજિત ખર્ચ થશે એમ જણાવાયું છે. આજે મળનારી પ્રધાનમંડળની બેઠકમાં આ પ્રસ્તાવ પાસ કરાય એવી પૂરી શક્યતા છે. 

28 July, 2021 12:16 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK