° °

આજનું ઇ-પેપર
Friday, 25 June, 2021


ભાંડુપનાં સિનિયર સિટિઝનના મર્ડરકેસમાં ફાંફાં મારતી પોલીસ ઇન્ફૉર્મરને આપશે ઇનામ

08 May, 2021 09:05 AM IST | Mumbai | Mehul Jethva

51000 - ભાંડુપમાં રતનબહેન જૈનના મર્ડરકેસને સૉલ્વ કરવા માટે મદદરૂપ માહિતી કોઇઆપશે તો પોલીસે એ ઇન્ફૉર્મરને આટલા રૂપિયાનું ઇનામ આપવાની જાહેરાત પોલીસે કરી છે

રતનબહેન મોહનલાલ જૈન

રતનબહેન મોહનલાલ જૈન

ભાંડુપ (વેસ્ટ)ના ફુગ્ગાવાલા કમ્પાઉન્ડમાં રહેતાં ૭૦ વર્ષનાં રતનબહેન મોહનલાલ જૈનના મર્ડરને ૨૩ દિવસ થઈ ગયા હોવા છતાં પોલીસને હજી સુધી કોઈ માહિતી હાથ ન લાગતાં હવે એણે આ મર્ડરકેસની માહિતી આપનારને ૫૧,૦૦૦ રૂપિયાનું ઇનામ આપવાનું જાહેર કર્યું છે. સામાન્ય રીતે રીઢા ગુનેગારોને પકડવા માટે પોલીસ આવું કરતી હોય છે, પણ કોઈ મર્ડરકેસ સૉલ્વ કરવા માટે ઇનામની જાહેરાત બહુ ઓછી થતી હોય છે.

નવાઈની વાત એ છે કે આ કેસને સૉલ્વ કરવા પોલીસે શહેરનાં દસ પોલીસ-સ્ટેશનના દસ બેસ્ટ ડિટેક્શન ઑફિસર અને ૨૫ એવા કૉન્સ્ટેબલની ટીમ બનાવી છે જે ડિટેક્શનના કામમાં એક્સપર્ટ હોય. આમ છતાં કોઈ કડી હાથ ન લાગતાં એણે આ ઇનામ જાહેર કર્યું છે. અત્યાર સુધી પોલીસે તપાસ અંતર્ગત ઘટનાસ્થળની નજીકના આશરે ૧૭૫ સીસીટીવી કૅમેરા ચેક કર્યા છે. આ ઉપરાંત આવા ક્રાઇમ સાથે સંકળાયેલા અનેક આરોપીઓની પૂછપરછ કરી છે.

ભાંડુપ (વેસ્ટ)માં એલબીએસ રોડ પર આવેલા ફુગ્ગાવાલા કમ્પાઉન્ડમાં રહેતાં રતનબહેનનું વ્યાજે પૈસા આપવાનું કામ હતું. ૧૫ એપ્રિલે વહેલી સવારે અજ્ઞાત આરોપીઓએ તેમના ઘરમાં પ્રવેશીને તેમની હત્યા કરી હતી અને ૩.૫૦ લાખ રૂપિયાનો માલ ચોરીને ત્યાંથી નાસી ગયા હતા. બીજા દિવસે તેમના ઘરમાં કામ કરતી મહિલા આવી ત્યારે આખો મામલો પ્રકાશમાં આવ્યો હતો.

વીસ દિવસ સતત શોધખોળ કર્યા બાદ પણ કોઈ કડી હાથ ન લાગતાં ભાંડુપ પોલીસે ડીસીપીના ફંડમાંથી આ કેસની માહિતી આપનાર વ્યક્તિને ૫૧,૦૦૦ રૂપિયા ઇનામ આપવાની જાહેરાત કરી છે અને આ બાબતની પોસ્ટ ભાંડુપમાં વાઇરલ કરવામાં આવી છે. જોકે પોલીસે માહિતી આપનારની ઓળખ જાહેર નહીં કરવાની બાંયધરી પણ આપી છે.

ભાંડુપ પોલીસ-સ્ટેશનના એક અધિકારીએ કહ્યું હતું કે ‘આ કેસમાં અમે સાઉથ મુંબઈમાં રહેતી તેમની પુત્રીની પૂછપરછ કરી હતી. તેને આ વિશે કોઈ પ્રકારની જાણ ન હોવાથી અમે અલગ-અલગ પાંચ દિશામાં કામ કર્યું હતું. જોકે હજી સુધી અમારા હાથમાં કંઈ આવ્યું નથી. આ કેસ ૨૦૧૮માં માંટુગામાં થયેલા મંજુલા વોરા મર્ડરકેસ જેવો જ નજરે પડી રહ્યો છે. જોકે એમાં પણ કોઈ આરોપીની એ સમયે ધરપકડ નહોતી થઈ.’

 

પોલીસનું શું કહેવું છે?

શ્યામ શિંદે, ભાંડુપ પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર

આ એક એવો કેસ છે જેમાં આટલા દિવસ બાદ પણ અમારા હાથમાં કોઈ માહિતી નથી લાગી. આવા રીઢા ગુનેગારોને પકડીને તેમને બીજા ગુના કરતા રોકવા માટે અમે ઇનામ જાહેર કર્યું છે. આની સાથે અમે લોકોને એવું પણ કહેવા માગીએ છીએ કે પોલીસ લોકોની સાથે જ છે અને તેમને મદદ કરવા માટે તેઓ બધું કરી છૂટે છે. અમારી ઇચ્છા છે કે મૃતકના પરિવારજનોને જેમ બને એમ જલદી ઇન્સાફ અપાવીએ.

08 May, 2021 09:05 AM IST | Mumbai | Mehul Jethva

અન્ય લેખો

મુંબઈ સમાચાર

મુંબઈમાં ફોર્ટ વિસ્તારમાં ઈમારત ધરાશાયી, 35 લોકોના બચાવાયાં જીવ

મહારાષ્ટ્રની રાજધાની મુંબઇમાં એક મોટો અકસ્માત થયો હતો.

25 June, 2021 01:08 IST | mumbai | Gujarati Mid-day Online Correspondent
મુંબઈ સમાચાર

અનલૉકની જરાય ઉતાવળ નહીં કરાય

અત્યંત ઝડપથી ફેલાતા ડેલ્ટા પ્લસથી ઊભા થતા જોખમને અટકાવવા માટે તમામ સંભવિત નિયંત્રણ લાગુ કરવા માટે કૅબિનેટે મુખ્ય પ્રધાનને સત્તા આપ્યા બાદ તેમણે ઉપરોક્ત સૂચના આપી છે

25 June, 2021 10:24 IST | Mumbai | Dharmendra Jore
મુંબઈ સમાચાર

મિડ-ડે ઇમ્પૅક્ટ: દહાણુના કોસેસરીમાં બ્રિજ જલદી બનશે

‘મિડ-ડે’ના અહેવાલને પગલે આ વિશે નિર્ણય લેવા માટે ઉચ્ચ સ્તરીય બેઠક મળશે

25 June, 2021 10:22 IST | Mumbai | Priti Khuman Thakur

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK