° °

આજનું ઇ-પેપર
Tuesday, 15 June, 2021


બાળ ઠાકરેના સ્વાસ્થ્યને લઈને દવા, દુઆ ને અફવા

16 November, 2012 03:39 AM IST |

બાળ ઠાકરેના સ્વાસ્થ્યને લઈને દવા, દુઆ ને અફવા

બાળ ઠાકરેના સ્વાસ્થ્યને લઈને દવા, દુઆ ને અફવા૮૬ વર્ષના શિવસેનાના સુપ્રીમો બાળ ઠાકરેની તબિયત નાજુક ભલે હોય પણ પોતે હજી આશા છોડી નથી અને શિવસૈનિકોને પણ આશા નહીં છોડવાનું અને સંયમ જાળવી રાખવાનું તેમના પુત્ર ઉદ્ધવ ઠાકરેએ ગઈ કાલે રાત્રે માતોશ્રીની બહાર એકઠા થયેલા સેંકડો કાર્યકર્તાઓને સંબોધન કરતાં જણાવ્યું હતું.

બાળ ઠાકરેની તબિયત પહેલાં કરતાં સુધરી હોવાનું પણ તેમણે કાર્યકર્તાઓને કહેતાં શિવસૈનિકોમાં આનંદ ફેલાયો હતો.

માતોશ્રીમાં ગઈ કાલે બાળ ઠાકરેની તબિયતની પૂછપરછ કરીને બહાર આવેલા સુભાષ દેસાઈએ અગાઉ પત્રકારોને માહિતી આપતાં કહ્યું હતું કે ‘શિવસેનાપ્રમુખ બાળ ઠાકરેની તબિયતમાં ધીમે-ધીમે સુધારો થઈ રહ્યો છે. તેમના તરફથી સારવારને  યોગ્ય પ્રતિસાદ મળી રહ્યો છે. એક્સપર્ટ ડૉક્ટરોની ટીમ તેમની સારવાર કરી રહી છે. લાખો શિવસૈનિકોની પ્રાર્થનાનું જ આ ફળ છે. શિવસૈનિકો આવો જ સંયમ પાળે એવી અમારી વિનંતી છે.’

શિવસેનાના પ્રવક્તા અને સંસદસભ્ય સંજય રાઉતે કહ્યું હતું કે ‘અગાઉ બાળ ઠાકરેની તબિયત સ્થિર હતી અને તેમને આપવામાં આવેલી સારવારને તેઓ યોગ્ય પ્રતિસાદ આપી રહ્યા છે. બુધવારે તેમની તબિયત ક્રિટિકલ થઈ જતાં તેમને લાઇફ સપોર્ટિંગ સિસ્ટમ પર રાખવામાં આવ્યા હતા, પણ બુધવાર કરતાં ગઈ કાલે તબિયતમાં સુધારો થયો હોવાથી હવે તેઓ લાઇફ સર્પોટ સિસ્ટમ પર નથી.’

માતોશ્રી પાસેનો રસ્તો બંધ કરી દઈને ટ્રાફિકને બીજા રસ્તે વાળી દેવામાં આવ્યો હતો.

રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ પૂર્વનિયોજિત મુંબઈમુલાકાત રદ કરી હતી. મુંબઈ પોલીસે પણ તમામ પોલીસોની રજા રદ કરીને તમામને ફરજ પર જોડાઈ જવાનો આદેશ આપ્યો હતો.

16 November, 2012 03:39 AM IST |

અન્ય લેખો

મુંબઈ સમાચાર

`નાગિન 3` ફૅમ પર્લ વી પુરીને બળાત્કારના કેસમાં ૧૧ દિવસ બાદ મળ્યા જામીન

ટીવી અભિનેતા પર પાંચ વર્ષની છોકરીનો બળાત્કાર કરવાનો આરોપ છે

15 June, 2021 06:41 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મુંબઈ સમાચાર

ફાઇવ સ્ટાર હોટલમાં ડ્રગ્સ સાથે જન્મદિવસ ઉજવતી હતી આ અભિનેત્રી,પોલીસે કરી ધરપકડ

એક ફાઇવ સ્ટાર હોટલમાં બૉલિવૂડ અભિનેત્રી નેહલ શાહ પોતાનો જન્મદિવસ ઉજવતી હતી. પોલીસે રવિવાર-સોમવાર દરમિયાનની રાતે હોટલમાં છાપેમારી કરી આ મામલે ખુલાસો કર્યો.

15 June, 2021 01:16 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મુંબઈ સમાચાર

મુંબઇમાં મહિલા પોલીસકર્મી સાથે બળાત્કાર, ત્રણે લોકો વિરુદ્ધ FIR નોંધાઇ

સોમવારે જાહેર એક નિવેદનમાં, પોલીસે કહ્યું કે મુખ્ય આરોપીએ લગ્નના બહાને મહિલા આસિસ્ટન્ટ પોલીસ ઇન્સ્પેક્ટર સાથે બળાત્કાર કર્યો અને મહિલાને બ્લેકમેલ કરવા માટેની ઘટનાનો વીડિયો પણ બનાવ્યો છે.

15 June, 2021 01:07 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK