વિધાનસભાની ચૂંટણીમાં અત્યાર સુધીમાં દેશમાં સૌથી વધુ મત પંકજ સિંહે મેળવ્યા છે

અજિત પવાર
ઉત્તર પ્રદેશના નોએડામાંથી સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહના પુત્ર પંકજ સિંહે ૨,૪૪,૦૯૧ મતથી જીત મેળવી છે. વિધાનસભાની ચૂંટણીમાં અત્યાર સુધીમાં દેશમાં સૌથી વધુ મત પંકજ સિંહે મેળવ્યા છે. બીજેપીના પંકજ સિંહને ૭૦.૮૪ ટકા મત મળ્યા છે, જ્યારે તેમના વિરોધી સમાજવાદી પાર્ટીના ઉમેદવારને ૬૨,૭૨૨ મત મળ્યા છે. આ અગાઉ મહારાષ્ટ્રમાંથી અજિત પવારે ૧.૬૫ લાખ મતના ફરકથી વિજય મેળવ્યો હતો.
અજિત પવારે વિધાનસભાની ગઈ ચૂંટણીમાં ૧.૬૫ લાખ મતે વિજય મેળવ્યો હતો, જ્યારે તેમના વિરોધી ગોપીનાથ પડળકરની જમાનત જપ્ત થઈ હતી.
ચૂંટણીનું પરિણામ જાહેર થયા બાદ પંકજ સિંહે ટ્વીટ કરીને જનતાનો આભાર માનતાં કહ્યું હતું કે નોએડાવાસીઓના પ્રેમ અને આશીર્વાદ તેમ જ પદાધિકારીઓ અને કાર્યકર્તાઓને કારણે મને જીત મળી છે.