Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > આર્યન ખાનને આજે પણ જામીન નહીં, આવતી કાલે ૨.૩૦ ફરી સુનાવણી

આર્યન ખાનને આજે પણ જામીન નહીં, આવતી કાલે ૨.૩૦ ફરી સુનાવણી

27 October, 2021 06:02 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

આર્યન 2 ઑક્ટોબરથી કસ્ટડીમાં છે, જ્યારે તેને ક્રુઝ શિપ પર કથિત રેવ પાર્ટી દરમિયાન અટકાયતમાં લેવામાં આવ્યો હતો.

ફાઇલ ફોટો

ફાઇલ ફોટો


બોમ્બે હાઈકોર્ટે એડવોકેટ અલી કાશિફ ખાન દેશમુખ અને વરિષ્ઠ વકીલ અમિત દેસાઈની દલીલો પૂર્ણ થયા બાદ ક્રુઝ શિપ પર કથિત ડ્રગ્સ જપ્ત કરવાના સંબંધમાં બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની જામીનની સુનાવણી ગુરુવાર સુધી મુલતવી રાખી હતી.

અરબાઝ માટે હાજર રહેલા દેસાઈએ જણાવ્યું હતું કે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) દ્વારા કથિત ષડયંત્ર માટે કોઈ પુરાવા નથી. તેણે આર્યનના કિસ્સામાં કરાયેલી દલીલોને પુનરોચ્ચાર કર્યો હતો કે વોટ્સએપ ચેટ્સ મુંબઈ ક્રૂઝ સાથે સંબંધિત નથી. મંગળવારે, તેણે દલીલ કરી હતી કે ઓનલાઈન પોકર પર આર્યન અને મિત્ર વચ્ચેની વોટ્સએપ ચેટનું ડ્રગ્સ વિશે NCB દ્વારા “ખોટી અર્થઘટન” કરવામાં આવી રહી છે.



આર્યન વતી હાજર રહેલા વરિષ્ઠ વકીલ અને ભારતના ભૂતપૂર્વ એટર્ની જનરલ મુકુલ રોહતગીએ મંગળવારે તેમની દલીલો પૂરી કરી હતી. રોહતગીએ તેની ધરપકડને “મનસ્વી” ગણાવી, ઉમેર્યું કે NCBએ 23 વર્ષીય આર્યન ખાન પાસેથી કોઈ રિકવરી કરી નથી, ન તો કોઈપણ માદક દ્રવ્યોનું સેવન બતાવવા માટે તબીબી તપાસ કરી હતી.


ઉલ્લેખનીય છે કે આર્યન 2 ઑક્ટોબરથી કસ્ટડીમાં છે, જ્યારે તેને ક્રુઝ શિપ પર કથિત રેવ પાર્ટી દરમિયાન અટકાયતમાં લેવામાં આવ્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

27 October, 2021 06:02 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK