અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનાં લગ્ન પહેલાંની આ વિધિ બુધવારે થઈ હતી
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન પહેલા થયું મામેરું
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના મામેરા દ્વારા લગ્નના સેલિબ્રેશનની શરૂઆત થઈ છે. આ મામેરું મુંબઈમાં આવેલા તેમના જગપ્રસિદ્ધ ઍન્ટિલિયાના ઘરમાં રાખવામાં આવ્યું હતું. આ સેરેમની બાદ હવે તેમનાં લગ્નની એક પછી એક ગ્રૅન્ડ સેરેમની જોવા મળશે. ગુજરાતી લગ્નમાં મામેરું ખૂબ મહત્ત્વ ધરાવે છે. આ સેરેમની અત્યાર સુધી ગુજરાતીઓમાં ફેમસ હતી, પરંતુ હવે દુનિયાભરના લોકોને એ વિશે જાણ થઈ છે. જામનગરમાં પહેલી પ્રી-વેડિંગ સેરેમની થઈ હતી અને બીજી સેરેમની યુરોપમાં ક્રૂઝ-પાર્ટીની હતી. જોકે આ બે ધમાકેદાર પ્રી-વેડિંગ સેરેમની બાદ મામેરુંના ફોટો સોશ્યલ મીડિયામાં ફેમસ થયા છે.
શું છે મામેરું?
ADVERTISEMENT
મામેરામાં છોકરીના મામા તેના ઘરે મીઠાઈ અને ગિફ્ટ લઈને જાય છે. આ ગિફ્ટમાં પાનેતર, જ્વેલરી અને બંગડીનો સમાવેશ હોય છે. સાથે જ એમાં મીઠાઈ અને ડ્રાયફ્રૂટ્સનો પણ સમાવેશ હોય છે. આ તમામ વસ્તુઓને ખૂબ સારી રીતે સજાવીને મામા ભાણેજ (દુલ્હન)ના ઘરે લઈ જાય છે. આ પાનેતર અને જ્વેલરી દુલ્હન લગ્નના દિવસે પહેરે છે. આ સેરેમનીનો મતલબ એ છે કે દુલ્હનની મમ્મીના ઘરના સભ્યો એટલે કે નાનીના પરિવારના સભ્યો આ લગ્નને લઈને ખુશ છે અને તેઓ છોકરીને આશીર્વાદ આપી રહ્યા છે. અનંત-રાધિકાનાં લગ્નની સેરેમની ૧૨થી ૧૪ જુલાઈ સુધી ચાલશે.
રાધિકાના લેહંગાની બૉર્ડર પર દુર્ગામાતાનો શ્લોક, પહેરી મમ્મીની જ્વેલરી
મામેરામાં રાધિકા મર્ચન્ટે બંદિની લેહંગામાં દુર્ગામાતાના શ્લોકનો સમાવેશ બૉર્ડર પર એમ્બ્રૉઇડરી દ્વારા કર્યો છે. રાધિકાએ પિન્ક અને ઑરેન્જ વાઇબ્રન્ટ બંદિની લેહંગા પહેર્યો છે જેને મનીષ મલ્હોત્રાએ સ્પેશ્યલ ડિઝાઇન કર્યો હતો. રાની ગુલાબી બ્રૉકેડ પર રાઇ બંધેજ અને ગોલ્ડ તાર ઝરદોસીની એમ્બ્રૉઇડરી કરવામાં આવી છે. ઘાઘરો બનાવવા માટે ૩૫ મીટર બંધેજનો ઉપયોગ કરવામાં આવ્યો છે. રાધિકાએ તેની મમ્મીની જ્વેલરી પહેરી હતી જેમાં માંગટીકો, બંગડી, નથ અને ચોકર હારનો સમાવેશ હતો. રાધિકાની મમ્મી શીલા મર્ચન્ટે મામેરામાં આ જ જ્વેલરી પહેરી હતી.

