° °

આજનું ઇ-પેપર
Sunday, 28 November, 2021


મુંબઈમાં તમામ લોકલ ટ્રેન એસી

23 November, 2021 07:31 AM IST | Mumbai | Rajendra B Aklekar

શહેરમાં દોડનારી બધી લોકલ હવેથી ફુલ્લી ઍરકન્ડિશન્ડ જ હશે એવો રાહતભર્યો નિર્ણય લેવામાં આવ્યો છે

મધ્ય રેલવેએ ૨૦૨૦ના ડિસેમ્બરથી કુર્લા સ્ટેશનથી ૧૦ ઍરકન્ડિશન્ડ લોકલ સેવા શરૂ કરી.  સમીર સૈયદ અબેદી

મધ્ય રેલવેએ ૨૦૨૦ના ડિસેમ્બરથી કુર્લા સ્ટેશનથી ૧૦ ઍરકન્ડિશન્ડ લોકલ સેવા શરૂ કરી. સમીર સૈયદ અબેદી

મુંબઈની લોકલ ટ્રેનના સમગ્ર કાફલાને ઍરકન્ડિશન્ડ ટ્રેનમાં ફેરવવાના કાર્યને એક ડગલું આગળ વધારતાં મુંબઈ રેલવે વિકાસ કૉર્પોરેશન (એમઆરવીસી)એ આ માટે નવેસરથી બિડ્સ મગાવી છે. આ વખતે રેલ મંત્રાલયની મંજૂરી પણ હોવાથી આ યોજના અમલમાં મુકાય એવી શક્યતા વધુ છે. સલાહકાર માટેની બિડ્સ આવતા વર્ષના જાન્યુઆરી મહિનામાં ખૂલશે. 
દેશમાં મહામારી ફેલાઈ એ પહેલાં એમઆરવીસીએ આ કામ માટે સલાહકારોની બિડ્સ મગાવી હતી, પરંતુ કોવિડની મહામારી અને ત્યાર બાદ લૉકડાઉનને કારણે કામ આગળ વધી શક્યું નહોતું. 
એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે ઍરકન્ડિશન્ડ લોકલ માટેનો માર્ગ તૈયાર કરવામાં આવી રહ્યો છે એમ કહી શકાય, કેમ કે ઑક્ટોબર ૨૦૨૧માં રેલવેપ્રધાન અશ્વિની વૈષ્ણવે મુંબઈના અધિકારીઓ સાથે અઢી કલાકની મૅરથૉન મીટિંગ પછી સૈદ્ધાંતિક નિર્ણય લીધો હતો કે મુંબઈને હવે ફુલ્લી ઍરકન્ડિશન્ડ લોકલ ટ્રેન મળશે જેના નૂરભાડાનું માળખું મુંબઈ મેટ્રો (એમએમઆરડીએ)નાં ધોરણોનુસાર હશે તથા લોકલ ટ્રેનની ડિઝાઇન આંતરરાષ્ટ્રીય મેટ્રો ટ્રેન જેવી હશે જેનું ઉત્પાદન પરંપરાગત રેલ ફૅક્ટરીને સ્થાને ખાનગી ખેલાડીઓ કરશે.  
રેલવે બોર્ડના અધ્યક્ષે તેમની મુંબઈની મુલાકાત દરમ્યાન કહ્યું હતું કે તેઓ બંને રેલવેના જનરલ મૅનેજર સાથે વાત કરશે. જોકે રેલવેના કેન્દ્રના રાજ્ય કક્ષાના પ્રધાન રાવસાહેબ દાનવેએ તેમને આ વિષય પર ઝાઝી માહિતી ન હોવાનું કહ્યું હતું. 
પશ્ચિમ રેલવેના જનરલ મૅનેજર આલોક કન્સલે વધારાની ૮ ઍરકન્ડિશન્ડ લોકલ શરૂ કરી આ દિશામાં પગ માંડતાં કહ્યું હતું કે નૂરભાડાના અંતરમાં સહેજ ફેરફાર કરીને રેગ્યુલર ઉતારુઓને પ્રવાસની મંજૂરી આપવા વિશે વિચારી રહ્યા છીએ. મધ્ય રેલવેએ આ વિશે કોઈ નિર્ણય લીધો નથી. 
એમઆરવીસી વર્ક ઑર્ડરમાં જણાવાયું હતું કે ઉતારુઓને ઓછામાં ઓછી અગવડ પડે એ રીતે મુંબઈ લોકલ ટ્રેનને ઍરકન્ડિશન્ડ ટ્રેનમાં કઈ રીતે ફેરવી શકાય એ માટે સલાહકારની નિમણૂક કરવા માગે છે. અભ્યાસનો મૂળ હેતુ ઉતારુઓને ઓછી અગવડતા સાથે પરંપરાગત લોકલ ટ્રેનને ઍરકન્ડિશન્ડ લોકલ ટ્રેનમાં કાર્યક્ષમ રીતે ફેરવવા માટેનો વ્યુહ તૈયાર કરવાનો હતો એમ આ દરખાસ્તમાં જણાવાયું હતું. 
એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે સમસ્યાની શરૂઆત નૂરભાડાથી થાય છે. ત્યાર બાદ રેગ્યુલર ટ્રેનોને એસી ટ્રેનમાં બદલવાની સમસ્યા છે, કેમ કે ટ્રેનની પેટર્નમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર તેમ જ હાલના ટ્રેનના સમયપત્રકમાં સહેજ સરખો ફેરફાર મુંબઈના ઉતારુઓ માટે સંવેદનશીલ મુદ્દો રહ્યો છે, જે મોટે પાયે વિરોધ અને અદાલતી દાવામાં પરિણમે છે. આથી હાલની સેવાઓને જરા પણ ખલેલ પહોંચાડ્યા વિના ઍરકન્ડિશન્ડ ટ્રેન શરૂ કરવા માટે કોઈ સ્માર્ટ રીત અપનાવવી પડશે. 
નવ પૉઇન્ટના પ્લાનની આઇડિયા 
એમઆરવીસીના નવ મુદ્દાના પ્લાનમાં સલાહકારોને જે બાબતોનો અભ્યાસ કરવા જણાવાયું છે એમાં વર્તમાન ટ્રાફિક-ઓરિજિન ડેસ્ટિનેશન મેટ્રિક્સ, ઉતારુઓનો પ્રોફાઇલ, આરામદાયક અને સરળ મુસાફરી, પીક અવર્સ અને નૉન-પીક અવર્સની મુસાફરીનો સમાવેશ કરીને ઍરકન્ડિશન્ડ લોકલનો એક વર્ષનો પ્લાન તૈયાર કરી આપવા જણાવાયું છે જેમાં વર્તમાન ટાઇમ ટેબલનો અભ્યાસ કરી ટ્રેનની લિંક, સ્થિર યોજના અને ઑપરેશનલ વ્યુહરચના, મહિલા, વરિષ્ઠ નાગરિકો, દિવ્યાંગજન, વિક્રેતાઓ વગેરે માટે જુદાં-જુદાં સ્થાન ચિન્હિત કરવા જણાવાયું છે. આ સલાહકારોને ૧૫/૧૬ ડબ્બાની ટ્રેનની કામ કરવાની પદ્ધતિ, વર્ચ્યુઅલ ઑપરેશનલ શક્યતાઓનું અનુકરણ કરવા તથા વર્તમાન ટાઇમ ટેબલમાં કોઈ મહત્ત્વના ફેરફારો ન કરતાં લોકલ ટ્રેનને ઍરકન્ડિશન્ડ લોકલમાં ફેરવવા એકંદર વ્યુહરચના વિકસાવવા જણાવાયું છે. 

23 November, 2021 07:31 AM IST | Mumbai | Rajendra B Aklekar

અન્ય લેખો

મુંબઈ સમાચાર

રાકેશ ટિકૈતે મુંબઈમાં સભા યોજી કેન્દ્રને આપી ચીમકી, MSP પર કાયદો ઘડો નહિતર...

મુંબઈમાં સંયુક્ત શેતકરી કામદાર મોરચા (SSKM) ના બેનર હેઠળ આઝાદ મેદાન ખાતે કિસાન-મઝદૂર મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું.

28 November, 2021 07:59 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મુંબઈ સમાચાર

હંસા હેરિટેજ સોસાયટીના હોદ્દેદારોએ પણ કરી આગોતરા જામીનની અરજી

કાંદિવલી પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર બાબાસાહેબ સાળુંખેએ કહ્યું છે કે કોર્ટ હવે બિલ્ડર અને સોસાયટીના હોદ્દેદારોની આગોતરા જામીનની અરજી પર સોમવારે સુનાવણી કરવાની છે.

28 November, 2021 03:12 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુંબઈ સમાચાર

ઑર્ગન ડોનેશનને પણ નડ્યો કોરોના

કોવિડને લીધે ડોનેટ કરાયેલાં સ્કિન-આંખ ન મેળવી શકાયાં : મહારાષ્ટ્રમાં વિવિધ અવયવોની ૬૭૪૮ જરૂરિયાત સામે જૂજ ડોનર હોવાથી નૅશનલ ઑર્ગન ડોનેટ ડેએ લોકોને મુંબઈની સુધરાઈએ કરી અપીલ

28 November, 2021 03:08 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK