તેમણે કહ્યું હતું કે માત્ર બહુમતી વિધાનસભ્યો અને થોડા સાંસદોના સમર્થનના આધારે કોઈ વ્યક્તિ પક્ષ અને પ્રતીક પર દાવો કરી શકે નહીં
મુખ્ય પ્રધાન એકનાથ શિંદે સાથે ડેપ્યુટી સીએમ અજિત પવારની ફાઇલ તસવીર. આશિષ રાજે
મુંબઈ : ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારનાં જાહેરમાં કરાયેલાં નિવેદનો આવતા સપ્તાહે થનારી ચૂંટણી પંચની સામે ઍસિડ ટેસ્ટ દરમ્યાન તેમને હેરાન કરશે કે અજિત પોતાનો રસ્તો કરી લેશે?
છઠ્ઠી ઑક્ટોબરે ચૂટંણી પંચ એનસીપીના સંબંધમાં સુનાવણી હાથ ધરશે, કારણ કે શરદ પવારની આગેવાની હેઠળના એક જૂથે અને બીજા તેમના ભત્રીજા અજિતના જૂથે પક્ષના નામ અને પ્રતીક પર દાવો કરીને ચૂંટણી પૅનલ ખસેડવાનું કહ્યું છે. ફેબ્રુઆરીમાં શિવસેનાના નામ અને ચિહન પરની અરજી પર સુનાવણી કરતી વખતે ચૂંટણી આયોગે એકનાથ શિંદે કૅમ્પને પાર્ટીનું નામ અને પ્રતીક ફાળવ્યું હતું, કારણ કે શિવસેનાના મોટા ભાગના વિધાનસભ્યો અને થોડા સાંસદો શિંદે જૂથને સમર્થન આપી રહ્યા છે. ચૂંટણી પંચના આ નિર્ણયના થોડા દિવસો પછી ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેનો બચાવ કરતાં રાજ્ય વિધાનસભામાં વિપક્ષના નેતા અજિત પવારે ચૂંટણી પંચના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા હતા.
પવાર જુનિયરે કહ્યું હતું કે ‘માત્ર બહુમતી વિધાનસભ્યો અને થોડા સાંસદોના સમર્થનના આધારે કોઈ પક્ષ અને પ્રતીક પર દાવો કરી શકે નહીં. એમએનએસ પાસે માત્ર એક વિધાનસભ્ય છે. આવતી કાલે જો તે એક વિધાનસભ્ય કોઈ અન્ય પક્ષમાં જાય તો એનો અર્થ એ નથી કે કોઈ એમએનએસ પાર્ટી અને એન્જિન (એમએનએસનું સિમ્બૉલ) પર દાવો કરી શકે.’
ભૂતકાળમાં અજિત પવાર દ્વારા આપવામાં આવેલાં નિવેદનોથી વિપરીત પવાર જુનિયરની આગેવાની હેઠળનું જૂથ એનસીપી પાર્ટી અને પ્રતીક પર દાવો કરી રહ્યું છે કે તેમને એનસીપીના બહુમતી વિધાનસભ્યો અને સાંસદોનું સમર્થન છે. સિનિયર કૅમ્પના એક નેતાએ જણાવ્યું હતું કે અમે સુનાવણીના દિવસે આ તમામ માહિતી ચૂંટણી પંચ સમક્ષ રજૂ કરીશું.
એનસીપીના દિગ્ગજ નેતા અને એનસીપીના પ્રદેશ અધ્યક્ષ સુનીલ તટકરેએ જણાવ્યું હતું કે ‘અગાઉનાં નિવેદનો બહુ વાંચવાં જોઈએ નહીં. સંજોગો જેમ બદલાય તેમ રાજકીય નિવેદનો પણ બદલાતાં રહે છે.’

