ખેડૂતો માટે સંપૂર્ણ લોન-માફીનો નિર્ણય ૩૦ જૂન પહેલાં લેવામાં આવશે.
અજીત પવાર
નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે રવિવારે જાહેરાત કરી હતી કે લોન-માફી માટેના ફન્ડની ફાળવણી આગામી વર્ષના નાણાકીય બજેટમાં કરવામાં આવશે. ખેડૂતો માટે સંપૂર્ણ લોન-માફીનો નિર્ણય ૩૦ જૂન પહેલાં લેવામાં આવશે.
આ વર્ષના ચોમાસાએ સતત ૬ મહિના સુધી મહારાષ્ટ્રને ધમરોળ્યું હતું એમ જણાવતાં અજિત પવારે કહ્યું હતું કે ‘એને કારણે થયેલા ભારે નુકસાનને પહોંચી વળવા રાજ્ય સરકારે અત્યાર સુધી કુલ ૪૦,૦૦૦ કરોડ રૂપિયા ખર્ચ્યા છે.’
ADVERTISEMENT
સાતારા જિલ્લાના કરાડ તાલુકાના રહિમતપુરમાં રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસ પાર્ટી (NCP-SP)ના ભૂતપૂર્વ જિલ્લા-પ્રમુખ સુનીલ માને અને તેમના સમર્થકો અજિત પવારની પાર્ટી (NCP)માં જોડાઈ ગયા હતા. તેમના સ્વાગતના કાર્યક્રમ દરમ્યાન અજિત પવારે આ જાહેરાત કરી હતી.
