° °

આજનું ઇ-પેપર
Monday, 26 September, 2022


પાત્રા ચૉલ ગોટાળામાં શરદ પવાર છે માસ્ટરમાઇન્ડ? ભાજપ વિધેયકે મૂકી તપાસની માગ

20 September, 2022 05:03 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

મહારાષ્ટ્રના રાજકારણમાં આગામી દિવસોમાં ભાજપ VS શરદ પવાર પણ જોવા મળી શકે છે. ભાજપના વિધેયક અતુલ ભાટખલકરે ડિપ્ટી સીએમ દેવેન્દ્ર ફડણવીસને જે પત્ર લખ્યો છે, તેના પરથી ચર્ચા કરવામાં આવી રહી છે.

શરદ પવાર (ફાઇલ તસવીર)

શરદ પવાર (ફાઇલ તસવીર)

મહારાષ્ટ્રના રાજકારણમાં આગામી દિવસોમાં ભાજપ VS શરદ પવાર પણ જોવા મળી શકે છે. ભાજપના વિધેયક અતુલ ભાટખલકરે ડિપ્ટી સીએમ દેવેન્દ્ર ફડણવીસને જે પત્ર લખ્યો છે, તેના પરથી ચર્ચા કરવામાં આવી રહી છે. ભાજપ વિધેયકે પોતાના પત્રમાં ડિપ્ટી સીએમ સામે માગ મૂકી છે કે પાત્રા ચૉલ ગોટાળામાં એનસીપી ચીફની ભૂમિકાની પણ તપાસ કરવામાં આવે. આ મામલે શિવસેનના રાજ્યસભા સાંસદ સંજય રાઉત હાલ જેલમાં બંધ છે. ઇડીએ તેમની ધરપકડ કરી હતી, પણ તમામ પ્રયત્નો પછી પણ તેમને જામીન મળ્યા નથી. સોમવારે જ તેમની ન્યાયિક અટક 14 દિવસ માટે લંબાવવામાં આવી છે.

અતુલ ભાટખલકરે પાત્રા ચૉલ ગોટાળામાં શરદ પવાર પર આરોપ મૂકતા તેમને આ ગોટાળાના રિંગ માસ્ટર જાહેર કર્યા છે. તેમણે મરાઠીમાં લખેલા પત્રમાં કહ્યું, "મરાઠી લોકોને બેઘર કરનારા પાત્રા ચૉલ ગોટાળામાં ગુરુઆશીષ કન્સ્ટ્રક્શન કંપનીને કામ આપવા માટે સંજય રાઉતે તત્કાલીન કેન્દ્રીય કૃષિ મંત્રી શરદ પવારની હાજરીમાં બેઠક કરવામાં આવી. આ બેઠકમાં તત્કાલીન મુખ્યમંત્રી પણ હાજર હતા. તો મરાઠી લોકોને બેદખલ કરવાના આ ષડયંત્રમાં રાષ્ટ્રીય કૉંગ્રેસ પાર્ટી અને કૉંગ્રેસનો સંજય રાઉત અને શિવસેના સાથે શું સંબંધ હતો? ભાજપ વિધેયક અતુલ ભાટખલકરે ઉપમુખ્યમંત્રી અને ગૃહમંત્રી દેવેન્દ્ર ફડણવીસને પત્ર મોકલીને નક્કી ચોક્કસ સમયની અંદર તપાસ પૂરી કરાવવાની પણ માગ મૂકી છે."

આ પણ વાંચો : મુંબઈ: પાત્રા ચૉલ ગોટાળામાં સંજય રાઉતની પત્ની વર્ષાની ED એ કરી પૂછપરછ

આ સંબંધે તેમણે તત્કાલીન આવાસ સચિવનો ઉલ્લેખ કરતા પત્ર લખ્યો છે. ભાજપ વિધેયકે પોતાના પત્રમાં કહ્યું કે મહારાષ્ટ્ર શહેરી વિકાસ પ્રાધિકરણ ભલે એક સ્વાયત્ત સંસ્થા છે, પણ તેના અધિકારી બહારી તાકાતના દબાણમાં હતા. ભાજપ વિધેયકે આ મામલે આધાર પર એનસીપી ચીફને પણ જોડવાનો પ્રયત્ન કર્યો છે. અત્યાર સુધી આ મામલે શરદ પવાર કે એનસીપી તરફથી કોઈપણ રિએક્શન આવ્યા નથી. પાત્રા ચૉલ ગોટાળા 1,034 કરોડ રૂપિયાનું છે. ઇડીના આરોપો પ્રમાણે ચૉલને વિકસિત કરવાની જવાબદારી પ્રવીણ રાઉતની ગુરુ આશીષ કન્સ્ટ્રક્શન કંપનીને આપવામાં આવી હતી. પણ આરોપ છે કે તેમણે આ જગ્યાનો કેટલોક ભાગ ખાનગી ડેવલપર્સને વેચી દીધો.

20 September, 2022 05:03 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

મુંબઈ સમાચાર

પત્રા ચાલમાં હવે શરદ પવારનું નામ સામે આવતાં રાજકારણ ગરમાયું

બીજેપીના વિધાનસભ્ય અતુલ ભાતખળકરે મુખ્ય પ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાનને પત્ર લખીને ઈડીએ કરેલા દાવાની તપાસ કરવાની માગણી કરી

21 September, 2022 07:56 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુંબઈ સમાચાર

હવે વેદાંતા-ફૉક્સકોન સેમીકન્ડક્ટર યુનિટ રાજ્યમાં પાછો ફરવાની કોઈ આશા નથીઃ પવાર

૧.૫૪ લાખ કરોડ રૂપિયાનો સેમી કન્ડક્ટર પ્લાન્ટ અગાઉ મહારાષ્ટ્રમાં સ્થપાવાનો હતો, એને બદલે હવે ગુજરાતમાં આકાર પામશે એવી બે દિવસ અગાઉ થયેલી જાહેરાતને પગલે વિરોધ પક્ષોએ એકનાથ શિંદે-બીજેપી સરકારની ઝાટકણી કાઢી છે

16 September, 2022 10:42 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુંબઈ સમાચાર

લ્યો બોલો! શરદ પવાર સામે રાષ્ટ્રીય અધિવેશન બેઠકમાંથી અધવચ્ચેથી નીકળ્યા અજીત પવાર

પાર્ટીના ટોચના નેતાઓમાંના એક અજિત પવારે આ પગલું ત્યારે લીધું જ્યારે શરદ પવાર ત્યાં મંચ પર હાજર હતા. આમ કરીને તેમણે રાષ્ટ્રીય અધિવેશનને સંબોધવાની તક પણ ગુમાવી દીધી.

12 September, 2022 07:37 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK