° °

આજનું ઇ-પેપર
Monday, 14 June, 2021


નાયબ મુખ્ય મંત્રી અજિત પવાર માટે પીઆર એજન્સી પર છ કરોડના ખર્ચાની ટીકા થતાં ઓર્ડર પાછો ખેંચાયો

13 May, 2021 07:19 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

રાજ્યના પ્રધાન નવાબ મલિકે આ મુદ્દે ભાજપ પર વળતો પ્રહાર કરતાં કહ્યું હતું કે, જે લોકો કથિત 6 કરોડ રૂપિયાના ખર્ચ તરફ આંગળી ચીંધે છે તેમણે અગાઉની સરકારમાં મુખ્ય પ્રધાન અને મંત્રીઓની જનસંપર્ક પ્રવૃત્તિઓ પર ખર્ચવામાં આવેલી રકમ તરફ ધ્યાન આપવું જોઈએ.

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર

કોરોના રોગચાળાના સંકટમાં દેશમાં સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્ય મહારાષ્ટ્ર છે જ્યાં કોરોના વાઇરસથી સંક્રમિત સૌથી વધુ દર્દીઓ છે. વળી વાઇરસને કારણે સૌથી વધુ મૃત્યુ પણ મહારાષ્ટ્રમાં થયા છે. દરરોજ સેંકડો લોકો રાજ્યમાં કોરોનાનો ભોગ બની રહ્યા છે અને સરકારના મતે સરકારી તિજોરી પણ ખાલી છે. ઘણા મંત્રાલયો અને વિભાગોએ તો એમ પણ કહ્યું છે કે કર્મચારીઓને પગાર ચૂકવવા માટે તેમના વિભાગમાં પૈસા બાકી નથી.

બીજી તરફ, મહારાષ્ટ્ર સરકારે સોશિયલ મીડિયા પર મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને નાણાં પ્રધાન અજિત પવારના ઇમેજ બિલ્ડિંગ માટે  6 કરોડ રૂપિયા ખર્ચવાની યોજના બનાવી છે. આ વાત બહાર આવતા ભાજપાએ મહારાષ્ટ્ર સરકારનો ઉધડો લીધો અને જલ્દી જ મહારાષ્ટ્ર સરકારે આ ઓર્ડર કેન્સલ કરવાની જાહેરાત કરી.

રાજ્ય સરકારના જનરલ એડમિનિસ્ટ્રેશન વિભાગે બુધવારે એક બહારની એજન્સીની નિમણૂંક કરતો ઓર્ડર બહાર પાડ્યો હતો જેમાં ઉપ મુખ્યમંત્રીની કામગીરી વિશે વિવિધ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ્સ પર માહિતી બહાર પાડવાનું કામ તેમને સોંપાયું હતું. ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના એક રિપોર્ટ અનુસાર આ ઓર્ડરમાં બહારની એજન્સીને 5.98 કરોડનું બજેટ આર એન મુસળે, અંડર સેક્રેટરી જનરલ એડમિનિસ્ટરેશન ડિપાર્ટમેન્ટ દ્વારા ફાળવવામાં આવ્યું હતું. 2021-22 દરમિયાન અજિત પવારની કામગીરીને સોશ્યલ મીડિયા પર જાહેર કરી તેમના ઇમેજ બિલ્ડીંગ માટે આ પીઆર એજન્સીને રોકવામાં આવી હતી.

મુસળેએ આ ઓર્ડરમાં આ વાત સ્પષ્ટ લખી હતી કે ટ્વીટર, ફેસબૂક, બ્લોગર, યૂ ટ્યુબ, ઇન્સ્ટાગ્રામ, સાઉન્ડ ક્લાઉડ, વૉટ્સએપ અને ટેલિગ્રામ ચેનલ પર અજિત પવાર સાથે લોકો જોડાઇ શકે તેની તકેદારી આ બહારની એજન્સી રાખશે. ઉદ્ધવ ઠાકરેની આગેવાનીવાળી મહા વિકાસ આઘાડી (એમવીએ) સરકારની ટીકા કરતા ભાજપના ધારાસભ્ય અતુલ ભટખલકરે "મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે અને અજિત પવારની જનસંપર્કની કવાયત" માટેના આ નિર્ણયને રદ કરવાની માંગ કરી હતી.

ભટખાલકરે એક વીડિયો સંદેશમાં જણાવ્યું કે, “જનસંપર્કની કવાયત કરવા માટે કરોડો રૂપિયા ખર્ચવામાં આવશે અને આવા ખર્ચને રદ કરવો જોઇએ તથા આ મામલાની પુરી તપાસ થવી જોઇએ.”

બીજેપી નેતાએ એનસીપીના પ્રમુખ શરદ પવારનું નામ લીધા વિના તેમને પણ આ ટીકામાં ઝડપી લીધા હતા. "તેમની તબીબી સારવાર બાદ નાયબ મુખ્યમંત્રીના કાકાએ મુખ્યમંત્રીશ્રીને પત્ર લખીને રેસ્ટોરાં અને બાર ઓપરેટરો પ્રત્યેની ચિંતા વ્યક્ત કરી છે જ્યારે તેમણે ખેડૂતોનો પક્ષ લઇને વાત કરવી જોઇએ. ડોકટરો અને નર્સો ડોકટરોને પૈસા ચૂકવવાની વાત હોય ત્યારે રાજ્ય સરકાર ભંડોળની તંગીનો ઉલ્લેખ કરે છે  પરંતુ પીઆર એજન્સી ભાડે રાખવા પૈસા છે. તે ખૂબ જ નિર્લજ્જ કહેવાય." તેમણે ઉમેર્યું.

રાજ્યના પ્રધાન નવાબ મલિકે આ મુદ્દે ભાજપ પર વળતો પ્રહાર કરતાં કહ્યું હતું કે, જે લોકો કથિત 6 કરોડ રૂપિયાના ખર્ચ તરફ આંગળી ચીંધે છે તેમણે અગાઉની સરકારમાં મુખ્ય પ્રધાન અને મંત્રીઓની જનસંપર્ક પ્રવૃત્તિઓ પર ખર્ચવામાં આવેલી રકમ તરફ ધ્યાન આપવું જોઈએ.

તેઓ મહારાષ્ટ્રના પૂર્વ મુખ્ય પ્રધાન અને ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસ અને તેમની કાઉન્સિલના મંત્રીઓનો ઉલ્લેખ કરી રહ્યા હતા.

મલિકે ઉમેર્યું હતું કે, વિપક્ષોએ સમજવું જોઇએ લોકો સુધી સરકારના કામની માહિતી પહોંચે તે જરૂરી છે. કેન્દ્ર સરકાર પબ્લિક રિલેશન માટે જેટલો ખર્ચ કરે છે તે કરતાં તો આ ઓછી રકમ જ છે.  

દરમિયાન, અજિત પવારની ઓફિસે આ મુદ્દે નિવેદન જારી કર્યું હતું કે નાયબ મુખ્યમંત્રીના સોશ્યલ મીડિયા હેન્ડલ્સને સંભાળવા બહારની એજન્સીની જરૂર નથી અને સરકારના આ નિર્ણયને તાત્કાલિક અસરથી કેન્સલ કરવામાં આવ્યો છે. વળી જ્યારે સરકારના ડિરેક્ટોરેટ જનરલ ઑફ ઇન્ફર્મેશન એન્ડ પબ્લિક રિલેશન આ કામ સંભાળતા હોય ત્યારે બહારની એજન્સીની જરૂર નથી

13 May, 2021 07:19 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

મુંબઈ સમાચાર

પવાર કેન્દ્રમાં વિરોધ પક્ષોનો યુનાઇટેડ ફ્રન્ટ બનાવવા માગે છે : નવાબ મલિક

શિવસેનાના મુખ્ય પ્રવક્તા સંજય રાઉત કહે છે કે કમજોર થઈ હોવા છતાં કૉન્ગ્રેસ પક્ષ હજી મહત્ત્વનો છે

13 June, 2021 09:24 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુંબઈ સમાચાર

મહામારીને કારણે ઘણી વિકાસયોજનાઓ વિલંબમાં પડી: અજિત પવાર

સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ફેસબુક પર નાગરિકોને સંબોધન-સંવાદ માટેના લાઇવ સેશન દરમ્યાન અજિત પવારે જણાવ્યું

12 June, 2021 02:21 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુંબઈ સમાચાર

બાળ ઠાકરેએ ઍરપોર્ટને જેઆરડી તાતાનું નામ આપવાનું પસંદ કર્યું હોત: ભુજબળ

કેટલાક રાજકીય પક્ષો ઍરપોર્ટને ડી. બી. પાટીલનું નામ આપવાની માગણી કરી રહ્યા છે

12 June, 2021 02:57 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK