° °

આજનું ઇ-પેપર
Monday, 26 September, 2022


પહેલાં શિકાર થયો,પછી શિકારી બન્યો

08 August, 2022 10:07 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ભાઈંદરમાં રહેતા ગુજરાતી યુવાને સાઇબર ફ્રૉડનો શિકાર બન્યા પછી જાતે તપાસ કરી તમામ માહિતી એકઠી કરીને સાઇબર વિભાગને આપી જેની મદદથી પોલીસ આરોપીઓ સુધી પહોંચી

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક) Cyber Crime

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)

ભાઈંદરમાં રહેતો ૩૪ વર્ષનો ગુજરાતી યુવાન સોશ્યયલ મીડિયા પર સર્ફિંગ કરી રહ્યો હતો એ દરમ્યાન તેણે લોન આપતી એક ઍપ્લિકેશનની જાહેરાત જોઈ હતી. એના પર ક્લિક કરતાં એ ઍપ્લિકેશન તેના મોબાઇલમાં ડાઉનલોડ થઈ ગઈ હતી. ઍપ્લિકેશન પર પોતાની માહિતી ભરીને એલિજિબિલિટી તપાસવાની કોશિશ કરતાં તેના અકાઉન્ટમાં ન જોઈતા હોવા છતાં ૧૬૦૦ રૂપિયા જમા થયા હતા જેના તેણે વ્યાજ સાથે ૩૦૦૦ રૂપિયા ચૂકવ્યા હતા. એ પૈસા ભરતાં પાછા ૧૬૦૦ રૂપિયા તેના અકાઉન્ટમાં જમા થયા હતા. એ પછી અનેક ધમકીઓ ઍપ્લિકેશનના રિકવરી એજન્ટો દ્વારા આપવામાં આવી હતી. ત્યારે તેણે પોતે તપાસ કરીને તમામ માહિતી કાઢી સાઇબર વિભાગને આપી હતી જેણે વધુ તપાસ કરીને ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.

ભાઈંદર-વેસ્ટમાં સ્ટેશન રોડ નજીક આવેલી એક સોસાયટીમાં રહેતા ૩૪ વર્ષના પારસ ગાંધીએ કરેલી ફરિયાદ અનુસાર ૩૦ જૂને ફેસબુક અને યુટ્યુબ પર સર્ફિંગ કરતી વખતે તેણે રૂપી ટાઇગર નામની ઍપ્લિકેશનની જાહેરાત જોઈ હતી. એ લોન આપતી ઍપ્લિકેશનમાં પોતાની એલિજિબિલિટી તપાસવાની કોશિશ કરતાં તેણે તમામ માહિતી ઍપ્લિકેશનમાં ભરી હતી. એ ભરતાં થોડી વારમાં તેના અકાઉન્ટમાં ૧૬૦૦ રૂપિયા જમા થયા હતા. એ પછી ચોથી જુલાઈએ વૉટ્સઍપ પર લોન પાછી કરવા માટેનો મેસેજ આવ્યો હતો. એમાં ૩૦૦૦ રૂપિયા ન ભરતાં તેના ફોટો વાઇરલ કરવાની ધમકી મળી હતી. એકાએક આવેલા આ મેસેજથી ડરી જઈને તેણે ૩૦૦૦ રૂપિયા ભરી દીધા હતા. એ પૈસા ભરતાં પાછા તેના અકાઉન્ટમાં ૧૬૦૦ રૂપિયા નાખવામાં આવ્યા હતા. એ પછી પાછો તેને વૉટ્સઍપ પર ૩૦૦૦ રૂપિયા ભરવાનો મેસેજ આવ્યો હતો અને એ ન ભરતાં ફોટો અને વિડિયો વાઇરલ કરવાની ધમકી મળી હતી. આવું વારંવાર થવાથી પારસે પોતાનો સિબિલ રેકૉર્ડ કાઢ્યો હતો જેમાં તેણે લીધેલી લોનની કોઈ માહિતી ન દેખાતાં તેની સાથે છેતરપિંડી થઈ હોવાનું જાણવા મળ્યું હતું. અંતે તેણે એની માહિતી અને બૅન્ક-સ્ટેટમેન્ટ મીરા રોડના સાઇબર ડિપાર્ટમેન્ટને આપી હતી.

મીરા રોડના સાઇબર ડિપાર્ટમેન્ટના એક અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ફરિયાદીએ શોધી કાઢેલી તમામ માહિતી અમારા માટે બહુ ઉપયોગી સાબિત થ2હતી. એના આધારે અમે અકાઉન્ટ ખોલવા માટેના ડૉક્યુમેન્ટ્સ આપનાર દીપક મિશ્રાની વસઈ વિસ્તારમાંથી ધરપકડ કરી હતી. તેની પાસેથી વધુ માહિતી લઈને ગુનામાં સામેલ બિલ્લર મેકાલી અને મનોજ શર્માની ધરપકડ કરી હતી. આ બંને આરોપીઓ નાયગાંવ વિસ્તારના રહેવાસીઓ છે.’

મીરા રોડના સાઇબર ડિપાર્ટમેન્ટના સિનિયર ઇન્સ્પેક્ટર સુજિતકુમાર ગુંજકરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આરોપીઓ અહીં બેસીને નાના લેવલ પર આવાં કામ કરતા હોવાની અમારી સામે પ્રાથમિક માહિતી આવી છે. ધરપકડ કરેલા આરોપીઓ માત્ર મહોરાં છે. આ કેસમાં વધુ આરોપીઓની ધરપકડ અમે થોડા વખતમાં કરીશું. હાલમાં તમામ આરોપીઓને અમે ભાઈંદર પોલીસના તાબામાં સોંપ્યા છે.’

પારસ ગાંધીનો ‘મિડ-ડે’એ સંપર્ક કરતાં તેણે કહ્યું હતું કે ‘મેં મારાથી થઈ શકી એટલી માહિતી કાઢીને પોલીસને આપી હતી. તેમણે આગળની તપાસ કરીને આરોપીઓની ધરપકડ કરી છે.’

08 August, 2022 10:07 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

મુંબઈ સમાચાર

ભુલેશ્વરમાં ભરબપોરે થઈ આંગડિયાની ઑફિસમાંથી એક કરોડ રૂપિયાની ચોરી

બે આરોપીઓ બંધ ઑફિસનો દરવાજો તોડીને અંદર રાખેલી તિજોરીમાંથી કૅશ સાથે પલાયન થઈ ગયા : વી. પી. રોડ પોલીસે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી

26 September, 2022 01:55 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુંબઈ સમાચાર

મુંબઈના ત્રણને નોકરીની લાલચ આપીને મ્યાનમારમાં ગોંધી રખાયા

ત્રણ પૈકીના એકે મિત્રનો સંપર્ક કરતાં મિત્રએ પોલીસને ઘટનાની જાણ કરી હતી, જેને પગલે ક્રાઇમ બ્રાન્ચે અજાણી વ્યક્તિઓ વિરુદ્ધ એફઆઇઆર દાખલ કર્યો હતો

26 September, 2022 10:07 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુંબઈ સમાચાર

પૌત્રી પાસે ભીખ મગાવવા બદલ ૮૨ વર્ષના વૃદ્ધ અને તેની પત્ની સામે ગુનો નોંધાયો

ડોમ્બિવલી રેલવે પોલીસના સિનિયર ઇન્સ્પેક્ટર મુકેશ ધાગેએ આપી માહિતી

26 September, 2022 10:02 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK