° °

આજનું ઇ-પેપર
Thursday, 06 October, 2022


અરમાન કોહલીને હવે હાશકારો, એક વર્ષ બાદ જેલમાંથી મુક્ત થશે અભિનેતા

20 September, 2022 05:52 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

આ વર્ષે ફેબ્રુઆરીમાં એનડીપીએસ કોર્ટમાં અરમાન કોહલી વતી વચગાળાના જામીન માટેની અરજી દાખલ કરવામાં આવી હતી.

અરમાન કોહલી

અરમાન કોહલી

ડ્રગ્સના કેસમાં એક વર્ષથી વધુ સમયથી જેલમાં રહેલા અભિનેતા અરમાન કોહલી (Arman kohli)માટે રાહતના સમાચાર આવ્યા છે. બોમ્બે હાઈકોર્ટે તેમની જામીન અરજી મંજૂર કરી છે. કોર્ટે તેને 1 લાખ રૂપિયાના અંગત બોન્ડ પર જામીન આપવાનો આદેશ આપ્યો છે. કોહલીની ગત વર્ષે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) દ્વારા ડ્રગ્સ (Drugs Case) સંબંધિત કેસમાં ધરપકડ કરવામાં આવી હતી.

 ઘણી વખત અરજીઓ નકારી કાઢવામાં આવી

આ વર્ષે ફેબ્રુઆરીમાં એનડીપીએસ કોર્ટમાં અરમાન કોહલી વતી વચગાળાના જામીન માટેની અરજી દાખલ કરવામાં આવી હતી. કોહલી વતી અરજીમાં કહેવામાં આવ્યું હતું કે તે તેના બીમાર માતા-પિતાને મળવા માંગે છે, તેથી તેને 14 દિવસ માટે વચગાળાના જામીન આપવામાં આવે. જોકે કોર્ટે તેની અરજી ફગાવી દીધી હતી. બાદમાં તેણે બે દિવસ માટે વચગાળાના જામીન માટે અપીલ કરી હતી. આ પહેલા સ્પેશિયલ કોર્ટ અને બોમ્બે હાઈકોર્ટ દ્વારા તેમની જામીન અરજીઓ ફગાવી દેવામાં આવી હતી.

શું છે સમગ્ર મામલો

નોંધનીય છે કે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ ગત વર્ષે જુલાઈમાં દાવો કર્યો હતો કે તેઓએ એક વ્યક્તિ પાસેથી 25 ગ્રામ મેફેડ્રોન જપ્ત કર્યું હતું. આ સિવાય અરમાન કોહલીના ઘરેથી 1.2 ગ્રામ કોકેન જપ્ત કરવામાં આવ્યું હતું. કોહલી અને કથિત પેડલર્સ સહિત પાંચ અન્ય લોકોની ઓગસ્ટમાં ધરપકડ કરવામાં આવી હતી. એનસીબીએ અરમાનનો ફોન પણ જપ્ત કર્યો હતો, જેમાં તેણે આંતરરાષ્ટ્રીય ડ્રગ કાર્ટેલને લગતા ફોટોગ્રાફ્સ અને ચેટ્સના સ્વરૂપમાં ગુનાહિત પુરાવા મળ્યા હોવાનો દાવો કર્યો હતો.

આ પણ વાંચોઃ `Doctor G`ફિલ્મનું ટ્રેલર રિલીઝ, આયુષ્માન ખુરાના પાસે સારવાર કરાવવા મહિલાઓનો ખચકાટ, જુઓ

ગત વર્ષે 28 ઓગસ્ટે NCBએ હાજી અલી પર દરોડા પાડ્યા હતા. અજય રાજુ સિંહ નામનો મોટા ડ્રગ્સ પેડલર અહીંથી ઝડપાયો હતો. તેની પાસેથી 25 ગ્રામ એમડી મળી આવ્યું હતું. તે 2018ના NNC મુંબઈ કેસમાં પણ સામેલ હતો, જ્યાં મોટી માત્રામાં ડ્રગ્સ મળી આવ્યા હતા. અજયની ધરપકડ બાદ તેની પૂછપરછ કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ આ જ પૂછપરછમાં અરમાન કોહલીનું નામ સામે આવ્યું હતું. NCBની તપાસમાં અભિનેતા અરમાન કોહલીના ઘરે દરોડામાં ડ્રગ્સ મળી આવ્યું હતું અને ત્યારબાદ પૂછપરછ બાદ અરમાન કોહલીની ધરપકડ કરવામાં આવી હતી.

20 September, 2022 05:52 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

મુંબઈ સમાચાર

મુકેશ અંબણીને ઉડાડવાની ધમકી આપનારની દરભંગાથી ધરપકડ, મોબાઈલ જપ્ત

મુંબઈ પોલીસ તેને પોતાની સાથે કૉર્ટમાં રજૂ કર્યા પછી લઈ ગઈ છે. તેની પુષ્ઠિ દરભંગાના અવકાશ કુમારે કરી છે. આરોપીનો મોબાઈલ પણ જપ્ત કરી લેવામાં આવ્યો છે જેના દ્વારા તેણે ધમકી આપી હતી.

06 October, 2022 03:10 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મુંબઈ સમાચાર

ગદ્દાર કોણ?

વિરોધીઓ સાથે સરકાર બનાવનાર કે બળવો કરનારા?: ઉદ્ધવ ઠાકરે અને મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ એકબીજા પર આકરા પ્રહાર કર્યા : શિવસેનાની બન્ને દશેરાસભામાં મોટી સંખ્યામાં આખા રાજ્યમાંથી શિવસૈનિકો ઊમટ્યા

06 October, 2022 09:10 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુંબઈ સમાચાર

થાણે બૅન્ક-લૂંટનો મુખ્ય આરોપી અઢી મહિના પછી પુણેથી ઝડપાયો

અઢી મહિના પહેલાં ૧૨ જુલાઈએ થાણેના માનપાડા વિસ્તારમાં આવેલી આઇસીઆઇસીઆઇ બૅન્કમાં થયેલી ૧૨ કરોડ રૂપિયાની લૂંટમાં સંડોવાયેલા મુખ્ય આરોપીની પોલીસે પુણેમાંથી ધરપકડ કરી હોવાનું અધિકારીએ બુધવારે જણાવ્યું હતું.

06 October, 2022 09:06 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK