Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > અદાણી ઇલેક્ટ્રિસિટીના ગ્રાહકોને લાઇટ બિલમાં મળશે થોડી રાહત

અદાણી ઇલેક્ટ્રિસિટીના ગ્રાહકોને લાઇટ બિલમાં મળશે થોડી રાહત

09 August, 2021 02:04 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

લોન પરનો ઇન્ટરેસ્ટ રેટ ઓછો થતાં એ ફાયદો ગ્રાહકોને પાસ કરવામાં આવશે, પણ આવતા વર્ષે

ફાઈલ તસવીર

ફાઈલ તસવીર


મુંબઈમાં અદાણી ઇલેક્ટ્રિસિટીના ૩૦ લાખ કરતાં વધુ કન્ઝ્યુમરો છે. જો બધું સમુંસૂતરું પાર પડ્યું તો આવતા વર્ષથી એટલે કે ૨૦૨૨થી તેમને બિલમાં થોડીઘણી રાહત મળે એવી શક્યતા છે. જો મર્ક (મહારાષ્ટ્ર ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશન) મલ્ટિ-યર ટૅરિફના મિડ ટર્મ રિવ્યુમાં આ બાબતનો નિર્ણય લેશે તો એનો ફાયદો કન્ઝ્યુમર્સને આપવાની તૈયારી અદાણી ઇલેક્ટ્રિસિટીએ બતાવી છે. બિલમાં જોડાતા વ્યાજની રકમના કૉમ્પોનન્ટમાં લગભગ ૧૦ ટકા જેટલો એનાથી ફરક પડી શકે છે. 

મર્ક દ્વારા અદાણી ઇલેક્ટ્રિસિટી માટે પાવર જનરેશન, ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રિબ્યુશન માટે લેવાતી લોનના વ્યાજનો દર ૯.૦૫ ટકા મંજૂર કરાયો છે, જ્યારે વર્કિંગ કૅપિટલના વ્યાજનો દર ૯.૫૫ ટકા મંજૂર કરાયો છે. લોન પરના વ્યાજનો કન્ઝ્યુમર પાસેથી લેવામાં આવતા ટૅરિફમાં એક ભાગ તરીકે સમાવેશ કરાતો હોય છે. આ સામે અદાણી ઇલેક્ટ્રિસિટીએ ૭૧૨૫ કરોડ રૂપિયાની ટર્મ લોન ૮.૩૧ ટકાના દરે, ૯૫૦ કરોડ રૂપિયાની વર્કિંગ કૅપિટલ લોન ૪.૬૨ ટકાના દરે અને ૮૫૦ કરોડ રૂપિયાની કેપેક્સ લોન ૮.૦૩ ટકાના દરે મેળવી છે. આમ આ જે લોન મેળવાઈ છે એના વ્યાજનો દર મલ્ટિ-યર ટૅરિફમાં સામેલ કરેલા વ્યાજનો દર જે કન્ઝ્યુમર પાસેથી વસૂલાય છે એના કરતાં ઓછો છે. એથી હવે અદાણી ઇલેક્ટ્રિસિટી દ્વારા આ સંદર્ભે મર્કને જાણ કરાઈ છે અને એણે મલ્ટિ-યર ટૅરિફમાં ફેરફાર કરવાની તૈયારી બતાવી છે જેના પર હવે મર્ક એનો નિર્ણય જણાવશે. જો બધું સમુંસૂતરું પાર પડશે તો  મુંબઈગરાને લાઇટના બિલમાં એ રાહત મળી શકશે.


Whatsapp-channel Whatsapp-channel

09 August, 2021 02:04 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK