° °

આજનું ઇ-પેપર
Friday, 02 December, 2022


મુકેશ અંબણીને ઉડાડવાની ધમકી આપનારની દરભંગાથી ધરપકડ, મોબાઈલ જપ્ત

06 October, 2022 03:10 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

મુંબઈ પોલીસ તેને પોતાની સાથે કૉર્ટમાં રજૂ કર્યા પછી લઈ ગઈ છે. તેની પુષ્ઠિ દરભંગાના અવકાશ કુમારે કરી છે. આરોપીનો મોબાઈલ પણ જપ્ત કરી લેવામાં આવ્યો છે જેના દ્વારા તેણે ધમકી આપી હતી.

મુકેશ અંબાણી (ફાઈલ તસવીર)

મુકેશ અંબાણી (ફાઈલ તસવીર)

દેશના જાણીતા ઉદ્યોગપતિ મુકેશ અંબાણી (Threat to Mukesh Ambani and Family) અને તેમના પરિવારને ઉડાડી દેવાની ધમકી આપનાર શખ્સની બિહારના દરભંગામાંથી (Arrested from Bihar Darbhanga) ધરપકડ કરવામાં આવી છે. પકડાયેલ યુવક રાકેશ કુમાર મિશ્રા (Rakesh Kumar Mishra) છે જેની દરભંગાના મનિગાછી થાણાના બ્રહ્મપુરા ગામમાંથી ધરપકડ કરવામાં આવી છે. તેના પિતા સુનીલ કુમાર મિશ્રા (Father Sunil Kumar Mishra) છે. મુંબઈ પોલીસ તેને પોતાની સાથે કૉર્ટમાં રજૂ કર્યા પછી લઈ ગઈ છે. તેની પુષ્ઠિ દરભંગાના અવકાશ કુમારે કરી છે. આરોપીનો મોબાઈલ પણ જપ્ત કરી લેવામાં આવ્યો છે જેના દ્વારા તેણે ધમકી આપી હતી.

દરભંગા એસએસપી અવકાશ કુમારે આ મામલે જણાવ્યું કે મુકેશ અંબાણી પરિવાર દ્વારા સંચાલિત હૉસ્પિટલમાં ફોન કરીને ઉડાડવાની ધમકી એક વ્યક્તિ દ્વારા આપવામાં આવી હતી. એક જ દિવસમાં બે વાર ધમકી આપવામાં આવી. તપાસમાં તે મોબાઈલનું લોકેશન દરભંગામાં મળ્યું જેણે અંબાણી હૉસ્પિટલ અને ફેમિલીને ઉડાડવાની ધમકી આપવામાં આવી હતી.

મુંબઈ પોલીસ દ્વારા દરભંગા પોલીસને આની સૂચના આપવામાં આવી તેના પછી મનીગાછી અધ્યક્ષને આરોપીને ટ્રેક કરવાનો નિર્દેશ આપવામાં આવે. રાતે જ મુંબઈ પોલીસ અહીં આવી હતી અને લગભગ 1 કલાક એક્સરસાઇઝ પછી દરભંગા પોલીસની મદદથી આરોપીને પકડી લેવામાં આવ્યો. પોલીસે તે મોબાઈલ અને સિમ પણ જપ્ત કર્યું છે જેના પરથી અંબાણી પરિવારને ધમકી આપવામાં આવી હતી.

આ પણ વાંચો : મુકેશ અંબાણી અને નીતા અંબાણીને ફરી મળી જાનથી મારી નાખવાની ધમકી

આરોપી રાકેશ કુમારના પિતા સુનીલ કુમારને આખી ઘટનાની માહિતી આપવામાં આવી. મુંબઈ પોલીસે રાતે જ આરોપીને કૉર્ટમાં રજૂ કર્યો અને પછી પોતાની સાથે લઈને પાછી ફરી.

06 October, 2022 03:10 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

મુંબઈ સમાચાર

મુંબઈ ટ્રાફિક અપડેટ - VVIP મૂવમેન્ટ થકી આ રોડ કાલે વાહનોના આવાગમન માટે રહેશે બંધ

ઈવેન્ટ દરમિયાન 5થી7 અને ઇવેન્ટના થોડોક સમય પહેલા અને પછી રીગલ સર્કલથી રેડિયો ક્લબ સુધી રોડ વાહનોના આવાગમન માટે ઉપલબ્ધ નહીં હોય.

01 December, 2022 07:25 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મુંબઈ સમાચાર

મુંબઈ ટી2 ઍરપૉર્ટ પર સિસ્ટમ ડાઉન, કાઉન્ટર પર લાગી લાંબી લાઈન

મુંબઈ ટી2 ઍરપૉર્ટ પર સિસ્ટમ ડાઉન થતાં કાઉન્ટર પર લાગી મોટી કતાર, પ્રવાસીઓ ચિંતામાં વ્યાકૂળ થયા છે. 

01 December, 2022 05:56 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મુંબઈ સમાચાર

લાઇવ સ્ટ્રીમ દરમિયાન કોરિયન વ્લોગરની મુંબઈમાં થઈ સતામણી, બે ઝડપાયા

વીડિયો મુંબઈના ખાર વિસ્તારનો છે

01 December, 2022 01:21 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK