ચેમ્બુર રીજન ઑફિસથી ભાંડુપ પાછા આવતી વખતે ભાંડુપ ડિવિઝનનાં એસીપી સુરેખા કપિલેની જીપનો ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર ઐરોલી જંક્શન પાસે ઍક્સિડન્ટ થયો હતો,

આરોપી સંદીપકુમાર (ડાબે)એ કાર પરથી કાબૂ ગુમાવતાં અકસ્માત થયો હતો.
ગઈ કાલે બપોરે ચેમ્બુર રીજન ઑફિસથી ભાંડુપ પાછા આવતી વખતે ભાંડુપ ડિવિઝનનાં એસીપી સુરેખા કપિલેની જીપનો ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર ઐરોલી જંક્શન પાસે ઍક્સિડન્ટ થયો હતો, જેમાં બે કર્મચારીને ઈજા થઈ હતી. જીપનો ડ્રાઇવર સંતોષ પવાર અને ઑપરેટર સૂર્યકાંત વેટલ ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પરથી બપોરે અઢી વાગ્યે ભાંડુપ જઈ રહ્યા હતા. એ જ સમયે એક વાહને તેમની જીપને રૉન્ગ સાઇડમાં ઓવરટેક કરતાં ડ્રાઇવરે જીપ પરથી કાબૂ ગુમાવતાં ઇમર્જન્સી બ્રેક મારતાં જીપ ઊંધી થઈ ગઈ હતી. બન્ને ઈજાગ્રસ્ત અધિકારીઓને સારવાર માટે ખાનગી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.