ચર્ચામાં એ વાત પર ભાર મૂકવામાં આવ્યો હતો કે પોતાને જેવા છીએ તેવા સ્વીકારવાથી યુવાનોને પોતાના પર ગર્વ કરાવવા, સામાજિક ધોરણો અને સંમેલનોને પડકારવા પ્રોત્સાહિત કરી શકાય છે

તસવીર સૌજન્ય: પીઆર
પોતાના પર ગર્વ હોવો એ એક મૂલ્યવાન કૌશલ્ય છે જે દરેક બાળકે શીખવું જોઈએ. આ જ હેતુ સાથે ભારતની અગ્રણી બાળકોની ફ્રેન્ચાઈઝી, નિકલોડિયોને ઑર્કિડ ધ ઈન્ટરનેશનલ સ્કૂલના સહયોગથી નાની ઉંમરથી #OneOfAKind બનવાના મહત્ત્વને સમજવા અનોખો પ્રકલ્પ હાથ ધરવામાં આવ્યો હતો. આ પ્રકલ્પ અંતર્ગત ઉદ્યોગના દિગ્ગજ લોકો સાથે એક આકર્ષક ફોરમનું આયોજન કર્યું હતું. ચર્ચામાં એ વાત પર ભાર મૂકવામાં આવ્યો હતો કે પોતાને જેવા છીએ તેવા સ્વીકારવાથી યુવાનોને પોતાના પર ગર્વ કરાવવા, સામાજિક ધોરણો અને સંમેલનોને પડકારવા પ્રોત્સાહિત કરી શકાય છે.
`I am #OneOfAKind: Nurturing Self-Love in Children` શીર્ષકવાળી પેનલ ચર્ચામાં, અભિનેત્રી અને માતા નેહા ધૂપિયા (Neha Dhupia), પોદાર એજ્યુકેશન નેટવર્ક અને અર્લી ચાઈલ્ડહુડ એસોસિએશન ઑફ ઈન્ડિયાના પ્રમુખ - ડૉ. સ્વાતિ પોપટ વત્સ, ડૉ. ભારતી રાખેજા, સેલ્ફ-લવ કોચ અને `આઈ એમ એનએફ` સોસાયટીના સ્થાપક અને ઑર્કિડ ધ ઈન્ટરનેશનલ સ્કૂલના સ્પેશિયલ નીડ્સ એન્ડ કાઉન્સેલિંગ વિભાગના એચઓડી અર્ચના રુશલ પાધ્યાએ ભાગ લીધો. આ પેનલ બાળકોને તેમના અનન્ય ગુણોને ઓળખવામાં મદદ કરવામાં પરિવારો, શાળાઓ અને સમુદાયોની ભૂમિકા વિશે ચર્ચા કરવામાં આવી.
વાતચીતની શરૂઆત કરતાં નેહા ધૂપિયાએ કહ્યું કે, “આજના સમાજમાં, બાળકો સામાજિક ધોરણો અને અપેક્ષાઓના ભારે દબાણ હેઠળ છે. નાનપણથી જ તેઓ કેવું દેખાવું જોઈએ, કેવી રીતે વર્તવું જોઈએ તેવી ઘણી બધી અપેક્ષાઓથી ઘેરાયેલા છે. માતા-પિતા તરીકે, ઉદાહરણ બેસાડીને આપણે બાળકોને આ દબાણોનો સામનો કરવામાં મદદ કરી શકીએ છીએ. આપણા વ્યક્તિગત ગુણોને અપનાવીને અને પોતાના પર ગર્વ અનુભવીને, આપણે બાળકોને બતાવી શકીએ છીએ કે બીજા કરતાં જુદા હોવું સ્વીકાર્ય છે અને આપણે તેમને આમ કરવા માટે પ્રોત્સાહિત કરી શકીએ છીએ."
View this post on Instagram
આ પણ વાંચો: Mumbai :દુકાનોના ભાડામાં 50 ટકા વધારાના બીએમસીના પ્રસ્તાવનો વેપારીઓએ કર્યો વિરોધ
ઉલ્લેખનીય છે કે પેનલ ચર્ચા નિકલોડિયનના સામાજિક તરફી ઝુંબેશ ‘ટુગેધર ફોર ગુડ’નો એક ભાગ હતો, જેનો ઉદ્દેશ્ય બાળકોમાં સ્વ-પ્રેમ અને સ્વાભિમાનની ભાવના પેદા કરવાનો છે. આ તેમને પોતાની સકારાત્મક છબી બનાવવાની ભાવના આપશે. ઑર્કિડ ધ ઈન્ટરનેશનલ સ્કૂલ - મલાડ વેસ્ટ શાખામાં યોજાયેલ આ વાર્તાલાપ ખૂબ જ સફળ રહ્યો હતો અને તેમાં 200થી વધુ લોકોએ હાજરી આપી હતી, જેમાં માતાપિતા, શિક્ષકો, સોશિયલ મીડિયા પ્રભાવકો અને બાળકોનો સમાવેશ થાય છે.