Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > વિરાર-વેસ્ટમાં પણ હવે પોલીસ-સ્ટેશન

વિરાર-વેસ્ટમાં પણ હવે પોલીસ-સ્ટેશન

05 July, 2024 12:14 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

લોકોએ ઈસ્ટ અને અર્નાળા સુધી લાંબા નહીં થવું પડે: બોલિંજ વિસ્તારમાં આવેલા મ્હાડા કૉમ્પ્લેક્સમાં નવું પોલીસ-સ્ટેશન ટૂંક સમયમાં શરૂ થઈ જશે

વિરાર-વેસ્ટમાં મ્હાડાના બિલ્ડિંગમાં બની રહેલા નવા બોલિંજ પોલીસ-સ્ટેશનની બુધવારે પોલીસ અધિકારીએ મુલાકાત લીધી હતી.

વિરાર-વેસ્ટમાં મ્હાડાના બિલ્ડિંગમાં બની રહેલા નવા બોલિંજ પોલીસ-સ્ટેશનની બુધવારે પોલીસ અધિકારીએ મુલાકાત લીધી હતી.


વિરાર-વેસ્ટમાં પોલીસ-સ્ટેશન નથી એટલે લોકોએ ફરિયાદ નોંધાવવા  વિરાર-ઈસ્ટ અથવા તો સાતેક કિલોમીટર દૂર આવેલા અર્નાળા પોલીસ-સ્ટેશન સુધી લાંબું થવું પડે છે. પહેલાં થાણે અને બાદમાં પાલઘર જિલ્લામાં સામેલ કરવામાં આવેલા વિરાર-વેસ્ટમાં પોલીસ-સ્ટેશન શરૂ કરવા માટેની માગણી લાંબા સમયથી કરવામાં આવી હતી, પણ એ સંતોષાઈ નહોતી. જોકે હવે વિરાર-વેસ્ટમાં બોલિંજ વિસ્તારમાં આવેલા મ્હાડાના એક કમર્શિયલ બિલ્ડિંગમાં નવું પોલીસ સ્ટેશન શરૂ કરવાની મંજૂરી મળી ગઈ છે એટલે એ ટૂંક સમયમાં શરૂ થઈ જશે. મીરા-ભાઈંદર, વસઈ-વિરાર પોલીસ કમિશનરેટની અંદર આવતા બો​લિંજ પોલીસ-સ્ટેશનમાં નિયુક્ત કરવામાં આવેલા સિનિયર ઇન્સ્પેક્ટર રાજેન્દ્ર તેન્ડુલકર અને તેમના સ્ટાફે ગઈ કાલે મ્હાડાના બિલ્ડિંગની મુલાકાત લીધી હતી.


2,50,000 - વિરાર-વેસ્ટની અંદાજે આટલી વસ્તી છે. તેમને હવે પોલીસનું કામ પડે તો વિરાર-ઈસ્ટ કે અર્નાળા પોલીસ-સ્ટેશન સુધી લાંબા નહીં થવું પડે



સમય અને પૈસા બચશે


બુધવારે મ્હાડાની ઇમારતમાં તૈયાર કરવામાં આવી રહેલા બોલિંજ પોલીસ-સ્ટેશનનું કામકાજ જોવા માટે અહીં નિયુક્ત કરવામાં આવેલા સિનિયર ઇન્સ્પેક્ટર રાજેન્દ્ર તેન્ડુલકરે તેમની ટીમ સાથે મુલાકાત કરી હતી. રાજેન્દ્ર તેન્ડુલકરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘વિરાર-વેસ્ટમાં આવેલા બોલિંજ, મ્હાડા કૉમ્પ્લેક્સ, ગ્લોબલ સિટી, વિરાટનગર, યશવંતનગર, તિરુપતિનગર, ગોકુલ ટાઉનશિપ, વાય. કે. નગર, એમ. બી. એસ્ટેટ, ના​રિંગી ગામ, ચિખલ ડોંગરી સહિતના વિસ્તારો નવા બોલિંજ પોલીસ-સ્ટેશનમાં સામેલ કરવામાં આવશે. આથી અહીંના રહેવાસીઓને રાહત થશે તેમ જ તેમનો સમય અને પૈસા બચશે.’


Whatsapp-channel Whatsapp-channel

05 July, 2024 12:14 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK