° °

આજનું ઇ-પેપર
Sunday, 20 June, 2021


રેમડેસિવીર ઇન્જેકશનના કાળાબજાર કરનારી ટોળકી પકડાઈ

20 July, 2020 11:19 AM IST | Mumbai Desk | Mumbai correspondent

રેમડેસિવીર ઇન્જેકશનના કાળાબજાર કરનારી ટોળકી પકડાઈ

આરોપી પાસેથી મળેલા ઇન્જેક્શન

આરોપી પાસેથી મળેલા ઇન્જેક્શન

કોરોનાની સારવારમાં અકસીર ગણાતા રેમડેસિવીર ઇન્જેકશનની મૂળ કિંમત એક ઇન્જેકશનના રૂપિયા ૫૪૦૦ છે, પણ એ ઇન્જેકશન કાળાબજારમાં રૂપિયા ૩૦,૦૦૦માં વેચનાર ટોળકીના સાત જણને એફડીએ(ફૂડ અૅન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન)અને ક્રાઇમ બ્રાંચ યુનિટ-૭ ઘાટકોપરના અધિકારીઓએ સંયુક્ત કાર્યવાહી કરી ઝડપી લીધા હતા. તેમની પાસેથી કુલ ૧૩ ઇન્જેકશન પણ હસ્તગત કરાયા હતા. તમામ આરોપીઓને ગઈ કાલે હોલીડે કોર્ટમાં હાજર કરાતાં કોર્ટે તેમને ૨૪ જુલાઈ સુધીના પોલીસ રિમાંડ મંજૂર કર્યા હતા.
રેમડેસિવીર દવાના કાળાબજાર થાય છે અને લોકો પાસેથી છ ગણા પૈસા વસૂલવામાં આવે છે એવી માહિતી એફડીએના ઇન્સ્પેક્ટર શરદ નાટેકરને ૧૮ જુલાઈના મળી હતી. એથી આ બાબતે મુંબઈ પોલીસની ક્રાઇમ બાંચની મદદ લીધી હતી. ક્રાઇમ બ્રાંચ યુનિટ-૭ના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર સતીશ તાવરેએ આરોપીઓને ઝડપી લેવા છટકું ગોઠવ્યું હતું. તેમણે બનાવટી ગ્રાહકને ટોળકીના સભ્ય પાસે એ દવા ખરીદવા સંપર્ક કરવા કહ્યું હતું. સંપર્ક કરતા એ ઇન્જેકશન ૩૦,૦૦૦માં મુલુંડ-વેસ્ટમાં બાલરાજેશ્વર મંદિર પાસે ડિલિવર કરવાનું નક્કી થયું હતું.
એ છટકામાં આરોપીઓ આબાદ સપડાઈ ગયા હતા. ઇન્જેકશન વેચવા આવેલા વિકાસ દુબે અને રાહુલ ગાલાને રંગેહાથ ઝડપી લેવાયા હતા. તેમની પાસેથી હેતેરો લૅબ્સ લિમિટેડનું કોવિફોર(રેમડેસિવીર ઇન્જેકશન) એક ઇન્જેકશન વાઇલ જપ્ત કરાયું હતું. ત્યાર બાદ તેમને તાબામાં લેવાયા હતા. રાહુલ ગડાના ઘરમાંથી બીજા ૬ ઇન્જેકશન મળી આવ્યા હતા.
ત્યાર બાદ તેમની વધુ પૂછપરછ કરાતાં તેમણે વટાણા વેરી દીધા હતા અને ટોળકીના અન્ય સભ્યો ભાવેશ શાહ, આશિષ કનોજિયા, રિતેશ ઠોંબરે, ગુરવિંદર સિંહ અને સુધીર પૂજારી (ડેલ્ફા ફાર્માસ્યુટિકલ –ઘાટકોપર)ના નામ આપતાં તેમને પણ ઝડપી લેવાયા હતા. ૬ ઇન્જેકશન એક આરોપીના ઘરેથી અને બીજા ૬ ઇન્જેકશન ગુરવિંદર રાઠોડ પાસેથી એમ કુલ ૧૩ ઇન્જેકશન આ કાર્યવાહીમાં જપ્ત કરાયાં હતાં. ઉપરોક્ત બધા જ આરોપી ફાર્માસ્યુટિકલ કંપની અને દવાની દુકાનમાં સેલ્સમેન તરીકે અથવા એમઆર તરીકે કામ કરે છે.
તમામ આરોપીઓ સામે મુલુંડ પોલીસ સ્ટેશનમાં એફઆઇઆર(૪૮૯/૨૦૨૦) નોંધી ભારતીય દંડ સંહિતાની કલમ ૪૨૦ (છેતરપિંડી) ૩૪ (સાથે મળી ગુનાહિત કૃત્યને અંજામ આપવો) સાથે ૨૬ (ઔષધ કિંમત નિયંત્રણ આદેશ ૨૦૧૩, જીવનાવશ્યક વસ્તુ અધિનિયમ ૧૯૫૫) અને અન્ય કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.

20 July, 2020 11:19 AM IST | Mumbai Desk | Mumbai correspondent

અન્ય લેખો

મુંબઈ સમાચાર

થાણેની હૉસ્પિટલના સ્ટાફને નોકરીમાંથી કાઢ્યા પછી આંદોલન બાદ પાછો લેવામાં આવ્યો

કોરોનાના કેસ ઓછા થતાં અને તેમની જરૂર ન જણાતાં તેમને શુક્રવારે નોકરી પરથી કાઢી મૂકવામાં આવ્યાં હતાં. તેમણે ગઈ કાલે હૉસ્પિટલની બહાર વિરોધ-પ્રદર્શન કર્યું હતું.

20 June, 2021 03:55 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુંબઈ સમાચાર

મધ્ય પ્રદેશથી ગન વેચવા આવેલ યુવાન ક્રાઇમ બ્રાન્ચના ઘાટકોપર યુનિટના હાથમાં ઝડપાયો

ક્રાઇમ બ્રાન્ચે આ સંદર્ભે મુલુંડના નવઘર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. આર્મ્સ ઍક્ટ હેઠળ ગુનો નોંધીને કેસની વધુ તપાસ કરવામાં આવી રહી છે. 

20 June, 2021 03:39 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુંબઈ સમાચાર

શિવસેના-બીજેપીના કાર્યકરો ફરી બાખડ્યા

પેટ્રોલ-પમ્પ પર વૈભવ નાઈક લોકોને પેટ્રોલ ખરીદવા માટે રૂપિયા વહેંચી રહ્યા હતા ત્યારે બીજેપીના કાર્યકરો આવી પહોંચ્યા હતા. તેમણે વિરોધ કરતાં બન્ને પક્ષના કાર્યકરો સૂત્રોચ્ચાર કરીને એકબીજાની સામસામે આવી ગયા હતા.

20 June, 2021 02:16 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK