Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > પોટ્સ શન્ટ સર્જિકલ પ્રક્રિયા થકી મહિલાનું હાર્ટ અને લન્ગ ટ્રાન્સપ્લાન્ટ ટળ્યું

પોટ્સ શન્ટ સર્જિકલ પ્રક્રિયા થકી મહિલાનું હાર્ટ અને લન્ગ ટ્રાન્સપ્લાન્ટ ટળ્યું

08 November, 2022 06:41 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

~ દર્દી ઇડિયોપેથિક પલ્મોનરી આર્ટેરિયલ હાયપરટેન્શનનો ભોગ બન્યાં હતાં, જે એકાએક મૃત્યુ માટે જવાબદાર હાર્ટ ફેઇલ્યોરથી ઊંચો મૃત્યુદર ધરાવતી બિમારી છે ~ ભારતમાં પહેલીવાર મિનિમલી ઇન્વેસિવ ટેકનિકનો ઉપયોગ કરીને પોટ્સ શન્ટ સર્જરી સફળતાપૂર્વક કરવામાં આવી.

ભારતમાં પહેલી વાર સફળતાપૂર્વક થયેલી અદ્યતન પોટ્સ શન્ટ સર્જિકલ પ્રક્રિયાથી 36-વર્ષીય મહિલામાં હૃદય અને ફેંફસાનું પ્રત્યારોપાણ ટળ્યું

ભારતમાં પહેલી વાર સફળતાપૂર્વક થયેલી અદ્યતન પોટ્સ શન્ટ સર્જિકલ પ્રક્રિયાથી 36-વર્ષીય મહિલામાં હૃદય અને ફેંફસાનું પ્રત્યારોપાણ ટળ્યું


કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલ, મુંબઈની (Kokilaben Dheerubhai Ambani Hospital) યશકલગીમાં એક વધુ પીછું ઉમેરાયું છે, જેણે ભારતમાં મિનિમલી ઇન્વેસિવ એપ્રોચ (Invasive Approach) (ઓછામાં ઓછી વાઢકાપ સાથે સર્જરી) અપનાવીને ભારતમાં પહેલી વાર સફળતાપૂર્વક પોટ્સ શન્ટ સર્જરી કરી છે. આ નવીન અદ્યતન સર્જરી 36 વર્ષની એક મહિલા શીખા ગિરધરવાલની સારવાર માટે કરવામાં આવી હતી. આ મહિલા ફેંફસાની બહુ રૅર બીમારી ઇડિયોપેથિક પલ્મોનરી આર્ટેરિયલ હાયપરટેન્શન (આઇપીએચએ)થી પીડાતાં હતાં, જેમાં ફેંફસાની ધમનીઓમાં હાઈ બ્લડ પ્રેશર થાય છે. સામાન્ય રીતે પોટ્સ શન્ટ પરંપરાગત રીતે ઓપન સર્જરી દ્વારા થાય છે, જેમાં સર્જરીનું વધારે જોખમ હોય છે અને દર્દીને સાજાં થવામાં વધારે સમય લાગે છે. મિનિમલી ઇન્વેસિવ ટ્રાન્સકેથેટર સર્જરીના અભિગમમાં જાંધમાં મુખ્ય રક્તવાહિની ફેમોરલ આર્ટરી દ્વારા થાય છે. આ અદ્યતન સર્જરી ચિલ્ડ્રન્સ હાર્ટ સેન્ટરના કન્સલ્ટન્ટ ડૉ. પ્રશાંત બોભાટેના નેતૃત્વમાં એક સ્પેશ્યલાઇઝ ટીમે કરી હતી. 

ઇડિયોપેથિક પલ્મોનરી આર્ટરી હાયપરટેન્શન (આઇપીએએચ) એક દુર્લભ જીવલેણ અને સતત વધતી બિમારી છે, જે ફેંફસા અને હૃદય પર અસર કરે છે. ફેંફસાની ધમનીઓમાં હાઈ પ્રેશર છેવટે ધીમે ધીમે જમણાં હૃદયનાં ફેઇલ્યોર તરફ દોરી જાય છે અને એકાએક મૃત્યુનું જોખમ વધી જાય છે. દવાઓ એક મર્યાદા ધરાવે છે, કારણકે કેટલાંક દર્દીઓ પર દવાની અસર થતી નથી અને તેમને સર્જરીની જરૂર પડે છે. આ પ્રકારના કેસમાં સારવારનો એકમાત્ર વિકલ્પ બંને ફેંફસા કે હૃદય-ફેંફસાના ટ્રાન્સપ્લાન્ટનો છે, જેમાં સફળતાનો દર ખૂબ જ ઓછો છે, જે અતિ ખર્ચાળ છે અને અંગોની સમયસર ઉપલબ્ધતાને આધિન છે, જે એક મોટો પડકાર છે. 



આઇપીએએચ માટે સતત દવા લેવા છતાં 36-વર્ષીય શીખા તેમનાં ફેંફસા પર દબાણમાં વધારો અનુભવતાં હતાં અને બિમારીનાં ચિહ્નો વધારે દેખાતાં હતાં. તેઓ અવારનવાર બેભાન થઈ જતાં હતાં, ચક્કર આવવાની સાથે અતિ થાક અનુભવતાં હતાં તથા 10 મીટર પણ ચાલી શકતાં નહોતાં.  તેમની સ્થિતિના ડિટેઇલ રિપૉર્ટ્સ બાદ અદ્યતન પોટ્સ શન્ટ સર્જરી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ સર્જરીમાં ફેંફસામાં અને હૃદય પર થતું દબાણ દૂર કરવા સ્ટેન્ટ મૂકી તથા ફેંફસાની ધમની (ડાબા ફેંફસાની ધમની) અને શરીરની મુખ્ય ધમની (લોહીને શરીરના નીચેના ભાગ તરફ લઈ જતી ધમની) વચ્ચે રક્તપ્રવાહનો સીધો માર્ગ ઊભો કરવામાં આવે છે.  


કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલ, મુંબઈના ચિલ્ડ્રન્સ હાર્ટ સેન્ટરના કન્સલ્ટન્ટ ડૉ. પ્રશાંત બોભાટેએ કહ્યું હતું કે, “ભારતમાં ઇડિયોપેથિક પલ્મોનરી આર્ટરી હાયપરટેન્શનના કેસમાં સફળતાપૂર્વક સારવાર કરવા પોટ્સ શન્ટનો ઉપયોગ કરનારી ભારતમાં પ્રથમ હોસ્પિટલ બનવા બદલ કોકિલાબેન હોસ્પિટલમાં અમને બધાને ગર્વ છે. પોટ્સ શન્ટ અતિ જોખમકારક ટેક્નિક છે અને તેમાં સર્જરી દરમિયાન સચોટતાની જરૂર છે, કારણ કે ડાબા ફેંફસાની ધમની અને લોહીને નીચેની તરફ લઈ જતી મુખ્ય ધમની વચ્ચે સ્ટેન્ટની લંબાઈમાં થોડા પણ મિસજજમેન્ટથી રક્તપ્રવાહ થઈ શકે છે અને સર્જરી નિષ્ફળ નિવડી શકે છે. કેસની પસંદગી અને સર્જરી અગાઉનું આયોજન મહત્વપૂર્ણ છે, જેમાં શન્ટ ઊભો કરવામાં આવશે એ રક્તવાહિનીઓ વચ્ચે મૂલ્યાંકન કરવા કમ્પ્યુટરાઇઝ ટોમોગ્રાફી એન્જિયોગ્રાફી કરવામાં આવે છે. કાર્ડિયાક એનેસ્થેસિયોલોજીમાં કુશળતા પણ બહુ મહત્વપૂર્ણ છે. પોટ્શ શન્ટ ઊભો કરવા મિનિમલી ઇન્વેસિવ અભિગમનો પહેલી વાર સફળ ઉપયોગ કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલની ગુણવત્તાયુક્ત સારવારનો પુરાવો છે. દર્દી કોઈ પણ પ્રકારની અનિચ્છિનીય ઘટના વિના સાજાં થયાં છે અને સામાન્ય જીવન જીવવા સક્ષમ બન્યાં છે.”

આ પણ વાંચો : કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં સર્જરી બાદ 126 બધિર બાળકો સાંભળતા થયા


શીખાના પતિ અમિત ગિરધરવાલે હોસ્પિટલ અને ડૉક્ટરોની ટીમનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું હતું કે, “અમે ડૉક્ટર અને કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલ, મુંબઈની સંપૂર્ણ ટીમના સંપૂર્ણ સારવાર દરમિયાન સતત સાથસહકાર બદલ આભારી છીએ. અમે સર્જરી પછી મારી પત્ની ઝડપથી સાજી થઈ એ જોઈને ડૉક્ટર અને તેમની ટીમના આભારી છીએ. અમે ડૉક્ટર્સના સમર્પણ અને સારસંભાળની ખરેખર પ્રશંસા કરીએ છીએ, જેમણે શીખાની સારામાં સારી સારવાર કરી છે. હવે શીખાએ ચાલવાની શરૂઆત કરી છે અને અમે ભવિષ્ય માટે આતુર છીએ!”

Whatsapp-channel Whatsapp-channel

08 November, 2022 06:41 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK