° °

આજનું ઇ-પેપર
Monday, 06 December, 2021


મંગેતરને અશ્લીલ મેસેજ મોકલવા ગરિમાનું અપમાન નહી, એક કેસમાં મુંબઈ સેશન કોર્ટનો ચુકાદો

20 November, 2021 03:11 PM IST | mumbai | Gujarati Mid-day Online Correspondent

લગ્ન પહેલાં મહિલાને અશ્લીલ સંદેશાઓ મોકલવા એ કોઈની ગરિમાનું અપમાન ન હોઈ શકે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

મુંબઈ(Mumbai)ની એક અદાલતે લગ્નના વચન પર બળાત્કારના કેસમાં એક પુરુષને નિર્દોષ જાહેર કરતાં કહ્યું છે કે લગ્ન પહેલાં મહિલાને અશ્લીલ સંદેશાઓ મોકલવા એ કોઈની ગરિમાનું અપમાન ન હોઈ શકે. મુંબઈની એક સેશન કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું છે કે લગ્ન પહેલા મંગેતરને મોકલવામાં આવતા આવા સંદેશાઓ એકબીજાની લાગણીઓ અને ખુશીઓને સમજવા માટે ગણી શકાય.

ઉલ્લેખનીય છે કે 36 વર્ષીય યુવક પર તેની મંગેતર દ્વારા 11 વર્ષ પહેલા લગ્નના બહાને બળાત્કારનો આરોપ લગાવવામાં આવ્યો હતો અને કેસ નોંધવામાં આવ્યો હતો. કોર્ટે કહ્યું કે જો કોઈ વ્યક્તિ બીજાને પસંદ ન કરે તો તે તેનો અધિકાર છે કે તે તેની નારાજગી સામેની વ્યક્તિ સુધી પહોંચાડે અને સામે પક્ષે આવી ભૂલથી બચવું જોઈએ. આ સંદેશાઓનો હેતુ મંગેતરની સામે તમારી ઈચ્છાઓ વ્યક્ત કરવાનો, સેક્સની લાગણી જગાડવો વગેરે હોઈ શકે છે, આ સંદેશાઓ મંગેતરને ખુશ પણ કરી શકે છે. પરંતુ એવું ન કહી શકાય કે આવા એસએમએસ કોઈની સાથે લગ્ન કરવા જઈ રહેલી મહિલાની ગરિમાને ઠેસ પહોંચાડે છે.

નોંધપાત્ર વાત એ છે કે મહિલાએ 2010માં પુરુષ વિરુદ્ધ FIR નોંધાવી હતી. આ કપલ 2007માં એક વેડિંગ સાઇટ પર મળ્યા હતા. યુવકની માતા આ લગ્નની વિરુદ્ધ હતી. 2010માં યુવકે યુવતી સાથેના સંબંધોનો અંત લાવ્યો  હતો. કોર્ટે યુવકને નિર્દોષ જાહેર કરતા કહ્યું હતું કે લગ્નનું વચન આપીને પીછેહઠ કરવી એ છેતરપિંડી કે બળાત્કાર ન કહી શકાય.

કોર્ટે કહ્યું કે યુવક મંગળસૂત્ર લઈને આર્ય સમાજના હોલમાં ગયો હતો. પરંતુ લગ્ન પછીના ઝઘડા અને ત્યારપછીની પરિસ્થિતિઓને કારણે તે પાછળ પડી ગયો અને તેની માતા પાસે ગયો. યુવકે તેની માતાની ઇચ્છાનું પાલન કર્યું અને સમસ્યાનો સામનો કરવાને બદલે તેને ટાળવાનો પ્રયાસ કર્યો. તે યોગ્ય રીતે ઉકેલી શક્યો નહીં અને પાછો ફર્યો. આ લગ્નના ખોટા વચનનો મામલો નથી. યોગ્ય રીતે પ્રયાસો ન કરવાનો આ મામલો છે.

20 November, 2021 03:11 PM IST | mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

મુંબઈ સમાચાર

Omicron: પુનામાં વધુ 7 લોકો ઓમિક્રોનથી સંક્રમિત, મહારાષ્ટ્રમાં 8 પર આંક પહોંચ્યો

મહારાષ્ટ્રમાં ઓમિક્રોનથી સંક્રમિત થનાર લોકોની સંખ્યા હવે 8 પર પહોંચી છે.  

05 December, 2021 07:34 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મુંબઈ સમાચાર

મહારાષ્ટ્ર સરકારે પરમબીર સિંહ પર સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે તે વ્હિસલ બ્લોઅર નથી

સરકારે સિંહની અરજીને ફગાવી દેવાની માંગ કરી, કારણ કે સિંહે તેમની બદલી પછી ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખ સામેના કથિત ભ્રષ્ટાચાર વિશે માહિતી આપી હતી.

05 December, 2021 06:24 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મુંબઈ સમાચાર

શિવસેના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીને રાજ્યસભામાં નિલંબિત કરાયા તો ભર્યુ આવું પગલુ

ચતુર્વેદી સહિત રાજ્યસભાના 12 સભ્યોને હાલના સત્રના બાકીના સમયગાળા માટે અધ્યક્ષ દ્વારા બેકાબૂ વર્તનને કારણે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

05 December, 2021 06:26 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK