Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ભાંડુપમાં બેસ્ટના ડ્રાઇવરે નિયંત્રણ ગુમાવતાં મોટો અકસ્માત; એકનું મોત નીપજ્યું, બે ઇજાગ્રસ્ત

ભાંડુપમાં બેસ્ટના ડ્રાઇવરે નિયંત્રણ ગુમાવતાં મોટો અકસ્માત; એકનું મોત નીપજ્યું, બે ઇજાગ્રસ્ત

11 August, 2021 03:46 PM IST | Mumbai
Rajendra B Aklekar

ભાંડુપમાં અશોક કેદાર ચોકમાં બેસ્ટ બસના ડ્રાઈવરે વાહન પરથી કાબૂ ગુમાવતાં બસ ઈલેક્ટ્રિક મીટર કેબિન સ્ટ્રક્ચર સાથે અથડાઈ

ફોટો/બેસ્ટ

ફોટો/બેસ્ટ


બુધવારે સવારે ભાંડુપ (પશ્ચિમ)માં અશોક કેદાર ચોકમાં બેસ્ટ બસના ડ્રાઈવરે વાહન પરથી કાબૂ ગુમાવતાં બસ એક ચાલીના ઈલેક્ટ્રિક મીટર કેબિન સ્ટ્રક્ચર સાથે અથડાઈ ગઈ હતી. આ ઘટનામાં એક 70 વર્ષીય રાહદારીનું મોત નીપજ્યું છે અને અન્ય બે ઘાયલ થયા છે. આ ઘટના સવારે 7.15 વાગ્યા આસપાસ બની હોવાનું જણાય છે.

આ બસ ટેમ્ભીપાડાથી ભાંડુપ (પશ્ચિમ) રેલવે સ્ટેશન તરફ જઈ રહી હતી. અશોક કેદાર ચોક પાસેના વળાંક પર ડ્રાઈવરે બસનું નિયંત્રણ ગુમાવ્યું હતું જેને કારણે આ દુર્ધટના સર્જાઈ હતી. બસ ઇલેક્ટ્રિક મીટર સાથે ટકરાયા બાદ વિરુદ્ધ દિશામાંથી આવતી ઓટો સાથે પણ અથડાઈ હતી.



આ ઘટનામાં એક રાહદારી, પુંડલિક ભગત (70), બસના જમણા ટાયર અને કેબિન વચ્ચે દબાયો હતો. તેને માથા અને જમણા હાથ પર ગંભીર ઈજાઓ થઈ હતી અને તેને મુલુંડની અગ્રવાલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. બાદમાં એક રેકર વાહનની મદદથી બસને ખસેડવામાં આવી હતી.


રવિન્દ્ર પ્રકાશ તિવારી (65) અને મુકેશ ચંદ્ર ઉપાધ્યાય (41) નામના અન્ય બે રાહદારીઓ પણ અકસ્માતમાં ઘાયલ થયા હતા અને તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. સવારે 9.20 વાગ્યે હોસ્પિટલમાં દાખલ કરતા પહેલા 70 વર્ષીય ભગતને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. અન્ય ઇજાગ્રસ્તોને સારવાર આપીને ઘરે મોકલી દેવામાં આવ્યા હતા. આ ઘટનાની વધુ તપાસ ચાલી રહી છે.


Whatsapp-channel Whatsapp-channel

11 August, 2021 03:46 PM IST | Mumbai | Rajendra B Aklekar

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK