Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > માહિમ સૂટકેસ મામલો : માનવ અવયવ ભરેલી ત્રીજી બૅગ મળી

માહિમ સૂટકેસ મામલો : માનવ અવયવ ભરેલી ત્રીજી બૅગ મળી

14 December, 2019 10:46 AM IST | Mumbai

માહિમ સૂટકેસ મામલો : માનવ અવયવ ભરેલી ત્રીજી બૅગ મળી

માહિમ સૂટકેસ મામલો

માહિમ સૂટકેસ મામલો


ત્રીજી ડિસેમ્બરે સવારે માહિમ બીચ પર દરિયામાં તરતી જોવા મળેલી સૂટકેસમાં મૃતદેહ મળવાના કેસમાં પોલીસને ગઈ કાલે પ્રભાદેવી ચોપાટીથી ત્રીજી બૅગ મળી હતી. પોલીસને મળેલી ત્રીજી બૅગમાંથી મૃતકનું માથું અને ધડ મળી આવ્યાં હતાં. ૫૯ વર્ષના સંગીતકાર બેનેટ રિબેલોની હત્યા તેની દત્તક પુત્રી અને તેના બૉયફ્રેન્ડે કર્યા બાદ તેના શરીરના ટુકડા કરીને એનો નિકાલ કરવા અલગ-અલગ બૅગમાં ભરીને એ બૅગ મીઠી નદીમાં ફેંકી દીધી હતી. પોલીસે આ કેસમાં રિબેલોની ૧૯ વર્ષની દત્તક પુત્રી આરાધ્યા ઉર્ફે રિયા બેનેટ રિબેલો અને તેના ૧૬ વર્ષના બૉયફ્રેન્ડની ધરપકડ કરી હતી. અહીં નોંધવું ઘટે કે પોલીસને આ પહેલાં મૃતકના શરીરના અવયવો ધરાવતી બે બૅગ મળી હતી.

આ પણ વાંચો : ગુડવિન જ્વેલરીના માલિક ભાઈઓ થાણેમાંથી ઝડપાયા



અત્યંત ચોંકાવનારા આ કેસની તપાસ માહિમ પોલીસની સમાંતરે ક્રાઇમ બ્રાન્ચ પણ કરી રહી હતી. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે મધ્ય મુંબઈના દાદરમાંથી આ બૅગ મળી હતી. આ બૅગ લાવારિશ હાલતમાં મળી હતી, જેની તપાસ હાથ ધરતાં એમાંથી ધડ અને માથું મળી આવ્યાં હતાં. ત્યાર બાદ આ માથું અને ધડ રિબેલોનાં જ હોવાનું બહાર આવ્યું હતું. આ કેસમાં અમે રિબેલોની સાવકી દીકરી આરાધ્યા અને તેના બૉયફ્રેન્ડની ધરપકડ કરી છે અને વધુ તપાસ કરી રહ્યા છીએ.


Whatsapp-channel Whatsapp-channel

14 December, 2019 10:46 AM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK