વિદ્યાર્થિનીઓનું કહેવું છે કે કૉલેજનું પગલું આપખુદ, ગેરવાજબી અને અમાન્ય છે
બોમ્બે હાઇકોર્ટની ફાઇલ તસવીર
ચેમ્બુરની એન. જી. આચાર્ય ઍન્ડ ડી. કે. મ્હાત્રે કૉલેજે ક્લાસમાં હિજાબ, નકાબ અને બુરખા પર પ્રતિબંધ મૂકતાં કૉલેજની ૯ વિદ્યાર્થિનીઓએ કૉલેજના આ ફરમાનને હાઈ કોર્ટમાં અરજી કરીને પડકાર્યું છે. વિદ્યાર્થિનીઓનું કહેવું છે કે કૉલેજનું પગલું આપખુદ, ગેરવાજબી અને અમાન્ય છે. બૉમ્બે હાઈ કોર્ટના જસ્ટિસ એ. એસ. ચાંદુરકરે આની સુનાવણી આવતા અઠવાડિયે રાખી છે.
એ અરજીમાં કહેવાયું છે કે ૧ મેએ કૉલેજ દ્વારા તેમના વૉટ્સઍપ-ગ્રુપ પર જણાવવામાં આવ્યું હતું કે ક્લાસરૂમમાં સ્ટુડન્ટ્સ, શિક્ષકો અને અન્ય બધા સ્ટાફ-મેમ્બર માટે ડ્રેસકોડ રિસ્ટ્રિક્શન મૂકવામાં આવ્યું છે. એમાં કહેવાયું હતું કે બુરખો, નકાબ, હિજાબ કૅપ પહેરવા પર બંધી મૂકવામાં આવી છે. અરજી કરનાર વિદ્યાર્થિનીઓનું કહેવું છે કે બુરખો, નકાબ અને હિજાબ એ અમારી ધાર્મિક બાબતો છે; રિસ્ટ્રિક્શન મૂકીને અમારા ફન્ડામેન્ટલ રાઇ્ટસનો ભંગ કરવામાં આવ્યો છે.’

