Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુંબઈના આ ડૉક્ટર તો ભારે બ્રિલિયન્ટ

મુંબઈના આ ડૉક્ટર તો ભારે બ્રિલિયન્ટ

27 December, 2018 02:44 PM IST |
રુચિતા શાહ

મુંબઈના આ ડૉક્ટર તો ભારે બ્રિલિયન્ટ

ડૉક્ટર કિર્તી પટેલના પુસ્તકનું થયું વિમોચન

ડૉક્ટર કિર્તી પટેલના પુસ્તકનું થયું વિમોચન


તમે જે કરતા હો એમાં તમારા જ ક્ષેત્રના દિગ્ગજો પણ તમને અનુસરે ત્યારે તમે કર્મનિષ્ઠ બનીને તમારું કામ કરી રહ્યા છો એમ કહી શકાય. મુંબઈના જાણીતા ડૉક્ટર કીર્તિ સી. પટેલે લખેલું ‘ઈસીજી સિમ્પલિફાઈડ’ નામનું પુસ્તક તાજેતરમાં સ્કૉટલૅન્ડમાં ગ્લાસગોની રૉયલ કૉલેજ ઑફ ફિઝિશ્યન ઍન્ડ સજ્ર્યનના પ્રોફેસર ડૉ. ડેવિડ જે. ગેલોવે અને ડૉ. કે. જગદીશન દ્વારા ઇનોગરેટ કરવામાં આવ્યું હતું. મેડિકલ ક્ષેત્રે ઘણાં પુસ્તકો નિયમિત ધોરણે પ્રકાશિત થતાં રહે છે એમાં નવાઈની વાત નથી. જોકે અહીં નવાઈની બાબત એટલા માટે છે કે આ પહેલવહેલું એવું પુસ્તક છે જેને તમે ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામનો પૉઇન્ટ વાઇસ લખાયેલો ટૂંકો એન્સાઇક્લોપીડિયા કહી શકો, જેને સમજવા માટે તમારે ડૉક્ટર હોવું જરૂરી નથી. મેડિકલનો અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ માટે તો આ પુસ્તક વરદાન સમાન બની શકે છે, કારણ કે કાર્ડિયોગ્રામની બધી જ માહિતી સરળ અને સંક્ષિપ્તમાં કલરિંગ ફોટો સહિત આપવામાં આવી છે. મજાની વાત એ છે કે ભારતમાં લખાયેલું, ડિઝાઇન થયેલું અને પ્રકાશિત થયેલું આ પુસ્તક સ્કૉટલૅન્ડની યુનિવર્સિટીના વડવાઓને એટલું ગમ્યું કે તેમણે પોતાને ત્યાં એ પ્રકાશિત થાય એ માટે રાજીપો દર્શાવ્યો હતો.

લગભગ ત્રણેક વર્ષના પ્રયત્નો પછી તમામ માહિતીને પુસ્તકરૂપે પ્રગટ કરવાની મહેનત કરનારા ડૉ. કીર્તિ પટેલ કહે છે, ‘મેડિકલમાં ઘણાં પુસ્તકો પહેલાં પણ ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ પર લખાયાં છે, પણ દરેક માટે એ સમજવાં સરળ નથી. હું વિવિધ કૉલેજોમાં મેડિકલના સ્ટુડન્ટ્સને ભણાવતો હતો અને એક્ઝામિનર પણ રહી ચૂક્યો છું. વિદ્યાર્થીઓને સમજાય એવી સરળ અને રસાળ શૈલીમાં પુસ્તકો હોવાં જોઈએ એવું મને હંમેશાંથી લાગ્યું છે. આ જ કારણે હું લેખન તરફ વYયો એ પણ હકીકત છે. આ પુસ્તકને મેં લગભગ ચારથી પાંચ વાર રીફ્રેમ કર્યું અને જ્યારે પૂરેપૂરું સૅટિસ્ફૅક્શન થયું ત્યારે એને પુસ્તક ફૉર્મેટમાં લોકો સમક્ષ મૂક્યું. મેડિકલમાં ન હોય એવી વ્યક્તિ પણ એક વાર પ્રયત્ન કરે તો એને સરળતાથી સમજી શકે એવી મુદ્દાસર વાત પ્રસ્તુત કરવામાં આવી છે.’

મુંબઈના તમામ મેડિકલ બુકસ્ટોરમાં ઉપલબ્ધ ૫૦૦ રૂપિયાની કિંમતના અને ૨૦૦ પાનાંના આ પુસ્તકમાં લગભગ ૩૫૦ જેટલી રંગીન ઇમેજિસ છે. ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ જેવા ગંભીર અને મહkવના વિષયની ઝીણવટભરી અને આધુનિક સમય સાથે થઈ રહેલા તમામ ડેવલપમેન્ટ્સ સાથેની પૉઇન્ટ ટુ પૉઇન્ટ વિગતો એની મહkવની ખૂબી છે જેથી મેડિકલ ક્ષેત્રના દિગ્ગજો પુસ્તકને રેડી રેફરન્સ પુસ્તક તરીકે રાખવાનું પસંદ કરશે. ડૉ. કીર્તિ પટેલ કહે છે, ‘મારી પોતાની પ્રૅક્ટિકલ સમસ્યામાંથી આ પુસ્તક ઉદ્ભવ્યું છે એમ પણ તમે કહી શકો. જ્યારે પણ મને કોઈ વિષય કૉમ્પ્લીકેટેડ લાગે એટલે એને સિમ્પલ કરવા માટે હું પૉઇન્ટમાં વિભાજિત કરીને લખતો જાઉં. એ રીતે આ પુસ્તકમાં ગાગરમાં સાગર સમાયો છે એ વાત સાચી પડી શકી. હું ભણતો અને ભણાવતો એ બન્ને કાર્ય ખૂબ યંગ એજથી કરી રહ્યો છું જેણે મને વિદ્યાર્થીઓના મેડિકલ ભણવાના બેઝિક પડકારોથી માહિતગાર કયોર્ છે. હું વિદ્યાર્થીઓને કહીશ કે ન સમજાય એને કોલન બનાવીને એક-એક કરીને સમજાવવાના પ્રયત્ન કરો. મુદ્દાઓ નોટડાઉન કરો અને સમય કાઢીને એ જ વિષય બીજાને પણ ભણાવો. ભણાવવાથી પણ તમારું નૉલેજ ઘણું વધતું હોય છે.’

 



ડૉ. કીર્તિ પટેલનાં આવાં બારથી વધુ પુસ્તકો પ્રકાશિત થઈ ચૂક્યાં છે. પરિવારમાં ચાર ડૉક્ટર છે. તેમના પિતા ચતુરભાઈ પણ ડૉક્ટર હતા અને સંસ્કૃતના બહુ મોટા જાણકાર હતા. ૭૩ વર્ષની ઉંમરે પણ લેખનની સાથે અન્ય અનેક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા અને સુપરઍક્ટિવ ડૉ. કીર્તિ પટેલ કહે છે, ‘મારા પિતા પાસેથી મને ઘણું શીખવા મYયું છે. મેડિકલ ફીલ્ડમાં હું જે કંઈ કરી શક્યો છું એ બધામાં તેમની પ્રેરણા મને ખૂબ કામ લાગી. હું બે વર્ષનો હતો ત્યારે તેમણે પ્D અને પ્લ્ બન્ને પાસ કરી લીધા હતા. તેમણે ક્યારેય સંજોગો સામે માથું ઝુકાવ્યું નથી. હું પણ દરેક પરિસ્થિતિમાં મારાથી બહેતર શું થઈ શકે એના જ પ્રયત્નોમાં લાગેલો હોઉં છું. આ જ મંત્ર છે મારો બસ.’


Whatsapp-channel Whatsapp-channel

27 December, 2018 02:44 PM IST | | રુચિતા શાહ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK