Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મહિલાના બ્લૅડરમાંથી નીકળ્યા ૭૨૨૮ સ્ટોન

મહિલાના બ્લૅડરમાંથી નીકળ્યા ૭૨૨૮ સ્ટોન

24 September, 2022 09:13 AM IST | Mumbai
Prakash Bambhrolia

ભારતનો પહેલો કિસ્સો : નર્સને ગણતાં ચાર કલાક લાગ્યા : મીરા રોડની ૪૩ વર્ષની મહિલા દરદીને બે વર્ષથી પેટમાં દુખાવો થતો હોવાથી તપાસ કરતાં ખ્યાલ આવ્યો કે તેના ગૉલ-બ્લૅડરમાં મગના દાણાની સાઇઝના આટલા બધા સ્ટોન જમા થયા છે

મીરા રોડની મહિલાના ગૉલ-બ્લૅડરમાંથી મળી આવેલા સ્ટોન.

મીરા રોડની મહિલાના ગૉલ-બ્લૅડરમાંથી મળી આવેલા સ્ટોન.


મીરા રોડમાં (Miraroad)રહેતી ૪૩ વર્ષની એક મહિલાના (43 Year old Woman) પેટમાં છેલ્લાં બે વર્ષથી દુખાવો થતો હતો. ગૅસ કે ઍસિડિટીને લીધે પેટમાં દુઃખતું હોવાનું માનીને મહિલાએ નાની-મોટી સારવાર હતી, પરંતુ પેટનો દુઃખતો વધવા લાગ્યો ત્યારે એક ડૉક્ટરે તેને પેટની સોનોગ્રાફી કરવા કહ્યું હતું. સોનોગ્રાફીનો રિપોર્ટ જોઈને મહિલા જ નહીં, ખુદ ડૉક્ટર પણ ચોંકી ઊઠ્યા હતા. મહિલાના ગૉલ-બ્લૅડર એટલે કે પિત્તાશયમાં બે-પાંચ કે પાંચ-પચીસ નહીં, ૭૨૨૮ સ્ટોન હતા. લેપ્રોસ્કોપિક સર્જ્યને કી-હૉલ સર્જરીથી આ સ્ટોનને ચાલીસ મિનિટ ચાલેલા ઑપરેશનમાં કાઢ્યા હતા. એને નર્સને ગણતાં ચાર કલાક થયા હતા. ભારતમાં પિત્તાશયમાં ૭૨૨૮ સ્ટોન મળી આવવાની આ પહેલી ઘટના છે. આ પહેલાં ૫૦૦૦ જેટલા સ્ટોન ડૉક્ટરોએ કાઢ્યા હતા.

મીરા રોડમાં રહેતી ૪૩ વર્ષની બિઝનેસ વુમનના પિત્તાશયમાંથી ૨૩ ઑગસ્ટે ભક્તિવેદાંત હૉસ્પિટલમાં લેપ્રોસ્કોપિક સર્જ્યન ડૉ. બિમલ શાહે કી-હૉલ સર્જરી કરીને ૭૨૨૮ સ્ટોન કાઢ્યા હતા. બે વર્ષથી પેટના દુખાવાથી પીડાતી મહિલાને આ ઑપરેશન બાદ હવે કોઈ તકલીફ નથી.



કોઈ વ્યક્તિના પિત્તાશયમાં અધધધ કહી શકાય એટલા ૭૨૨૮ સ્ટોન હોવાની જાણ કેવી રીતે થઈ અને ઑપરેશન કેવી રીતે પાર પડાયું હતું એ વિશે ડૉ. બિમલ શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મહિલા દરદીને લાંબા સમયથી પેટમાં દુખાવાની તકલીફ હતી એટલે તે મારી પાસે સારવાર માટે આવી હતી. મેં તેને સોનોગ્રાફી કરવાનું કહ્યું હતું. સોનોગ્રાફીમાં તેના પિત્તાશયમાં મગના દાણાની સાઈજના અસંખ્ય સ્ટોન જમા થયા હોવાથી પિત્તાશય પૂરેપૂરું બ્લૉક થઈ ગયું હતું એટલે તેને પેટમાં દુઃખતું હતું. આ ઑપરેશન પહેલાં મેં મારી ૩૦ વર્ષની પ્રૅક્ટિસમાં દરદીના પિત્તાશયમાંથી ૨૩૦૦ જેટલા સ્ટોન કાઢ્યા હતા. આ મહિલાના પિત્તાશયમાં આનાથી ઘણા વધારે સ્ટોન હોવાનું રિપોર્ટમાં જણાયા બાદ મેં કી-હૉલ સર્જરી કરવાનો નિર્ણય લીધો હતો અને ચાલીસ મિનિટમાં તેનું પિત્તાશય સ્ટોનમુક્ત કરી દીધું હતું. નર્સે રાઈ કરતાં સહેજ મોટા એવા આ સ્ટોનની ગણતરી શરૂ કરી ત્યારે ચાર કલાક સુધી ગણતરી કર્યા બાદ ખ્યાલ આવ્યો  ૭૨૨૮ સ્ટોન આ મહિલાના પિત્તાશયમાં મળી આવ્યા હતા. ભારતમાં અગાઉ ૫૦૦૦ સ્ટોન કાઢવામાં આવ્યા હતા. આથી કહી શકાય કે આ એક નવો રેકૉર્ડ છે.’


મહિલા મુશ્કેલીમાં મુકાત
બે વર્ષથી પેટના દુખાવાથી પીડાઈ રહેલી મહિલાના ગૉલ-બ્લૅડરમાં મોટા પ્રમાણમાં સ્ટોન જમા થઈ ગયા હોવા છતાં તેને ખબર નહોતી કે તેને પેટમાં દુખાવા માટે સ્ટોન જવાબદાર છે. ડૉક્ટરના કહેવા મુજબ મોડેથી પણ મહિલાએ સોનોગ્રાફી કરવાની સંમતિ આપી અને સોનોગ્રાફી કરતાં સ્ટોનનો ઑપરેશનથી નિકાલ કરાયો. તેનું પિત્તાશય સ્ટોનને લીધે બ્લૉક થઈ ગયું હતું. જો આમાં થોડું વધું મોડું થયું હોત તો તે મુશ્કેલીમાં મુકાઈ જાત.

આ પણ વાંચો : પુણ્ય બન્યું પાપ


ગૅસ અને ઍસિડિટીમાં સોનોગ્રાફી ઉપયોગી
ડૉ. બિમલ શાહે કહ્યું હતું કે ‘મોટા ભાગના લોકો પેટમાં થતા દુખાવા માટે ગૅસ અને ઍસિડિટીને જવાબદાર ગણાવે છે. પહેલાં તેઓ પેઇન કિલર ખાય છે. રાહત ન થાય તો ફૅમિલી ડૉક્ટરને બતાવીને રાહત મેળવવાનો પ્રયાસ કરે છે. જોકે મારું માનવું છે કે પેટમાં વધારે સમય સુધી દુખાવો રહેતો હોય તો ચોક્કસ નિદાન કરવા માટે સોનોગ્રાફી કરવી જોઈએ. આ ઉપરાંત હેલ્થ ચેક-અપથી પણ સ્ટોન છે કે નહીં એ જાણી શકાય છે. ઘણા દરદીઓ સ્ટોન હોવાનો રિપોર્ટ આવ્યા બાદ પણ તકલીફ ન આપતા હોવાથી અવગણે છે. આમ કરવું જોખમી બની શકે છે. ક્યારેક આવી સ્થિતિમાં ઇમર્જન્સીમાં હૉસ્પિટલમાં ઍડ્મિટ થવું પડી શકે અને જીવનું જોખમ પણ ઊભું થઈ શકે છે. આથી મારા મતે પેટનો દુખાવો વધુ સમય રહેતો હોય તો સોનોગ્રાફી કરાવવી જોઈએ.’

Whatsapp-channel Whatsapp-channel

24 September, 2022 09:13 AM IST | Mumbai | Prakash Bambhrolia

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK