° °

આજનું ઇ-પેપર
Wednesday, 04 August, 2021


આ છ વૅનને કોઈ ઇમર્જન્સી નથી

09 October, 2012 05:09 AM IST |

આ છ વૅનને કોઈ ઇમર્જન્સી નથી

આ છ વૅનને કોઈ ઇમર્જન્સી નથીથોડાં વર્ષો પહેલાં સરકારી તિજોરીના ૧૦ કરોડ રૂપિયા ખર્ચીને છ જેટલી ઇમર્જન્સી મેડિકલ સર્વિસ (ઈએમએસ) વૅન મુંબઈ ફાયર-બ્રિગેડ દ્વારા ખરીદવામાં આવી હતી. શહેરની વિવિધ સુધરાઈ સંચાલિત હૉસ્પિટલની બહાર એ નકામી પડી રહી છે. દરેક વૅન માટે સવાર, બપોર તથા રાત માટે ત્રણ શિફ્ટમાં અલગ-અલગ ડ્રાઇવરો પણ રાખવામાં આવે છે. તેમને પણ કોઈ પણ જાતની કામગીરી વગર બેસવાનો જ પગાર મળે છે.

૨૦૧૨ની જાન્યુઆરી મહિનાથી નાયર, સાયન, રાજાવાડી, ભાભા તથા ભગવતી હૉસ્પિટલમાં પાંચ જેટલી વૅન રાખવામાં આવી છે; જ્યારે છઠ્ઠી વૅન આ તમામ હૉસ્પિટલ વચ્ચે ફેરા મારતી હોય છે. ફાયર-ડિપાર્ટમેન્ટના અધિકારીએ નામ ન જણાવવાની શરતે કહ્યું હતું કે ‘આમ પણ ડિપાર્ટમેન્ટમાં ડ્રાઇવરોની અછત છે, જ્યારે આ વૅનદીઠ ત્રણ ડ્રાઇવરો રોકાયેલા રહે છે. લોકોનાં નાણાંનો આ વ્યય છે. દરેક ઈએમએસ વૅન પાછળ ડિપાર્ટમેન્ટે અંદાજે દોઢ કરોડ રૂપિયા ખર્ચો કર્યો છે.’

આ ઈએમએસ વૅનમાં ઑક્સિજનનાં સિલિન્ડર્સ, વેન્ટિલેટર્સ તથા  ઇલેક્ટ્રૉકાર્ડિયોગ્રાફી (ઈસીજી) મશીનની સુવિધા છે જે કાર્ડિઍક ઇર્મજન્સી વખતે જીવ બચાવવાના કામમાં આવે છે. ડ્રાઇવરોના મતે હૉસ્પિટલના પૅરામેડિકલ સ્ટાફ ભાગ્યે જ એનો ઉપયોગ કરે છે. કોઈ વખત રેગ્યુલર વૅન નથી હોતી ત્યારે આ વૅનનો ઉપયોગ કરવામાં આવે છે.

ફાયર-ચીફનું શું કહેવું છે?

ફાયર-ચીફ એસ. વી. જોશીએ કહ્યું હતું કે ‘મંત્રાલય, મનીષ માર્કેટ તથા આકૃતિમાં લાગેલી આગની ઘટનામાં આ વૅનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને આવું રોકાણ ક્યારેય ગેરવલ્લે જતું નથી. પૅરિફેરલ હૉસ્પિટલનાં ચીફ સુપરિન્ટેન્ડન્ટ ડૉ. સીમા મલિકે કહ્યું હતું કે આ ઈએમએસ વૅનનો ઘણો ઉપયોગ થતો હોય છે.

09 October, 2012 05:09 AM IST |

અન્ય લેખો

મુંબઈ સમાચાર

હવે મુંબઇમાં જ ખબર પડી શકશે કોરોનાનો બદલાતો સ્વરૂપ

અહીં તે દર્દીઓના સેમ્પલની જીનૉમ સિક્વેન્સિંગ કરશે, જે ઘણાં દિવસોથી કોરોનાથી પીડિત છે. લૅબમાં ઉક્ત પદ્ધતિથી ક્રિટિકલ દર્દી કે પછી તે દર્દીઓના સેમ્પલની તપાસ કરવામાં આવશે. જ્યાંથી કોરોના કેસ વધારે મળી રહ્યા છે.

04 August, 2021 11:33 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મુંબઈ સમાચાર

પૂરમાં પાયમાલ થયેલા દુકાનદારોને સરકાર આપશે પચાસ હજાર રૂપિયા

મરનારના પરિવારને કુલ નવ લાખ રૂપિયાની મદદ

04 August, 2021 10:59 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુંબઈ સમાચાર

સીઈટી માટે ૧૧ લાખથી વધુ વિદ્યાર્થીઓએ કર્યું રજિસ્ટ્રેશન

હવે વિદ્યાર્થીઓને ઍડ્મિઈટ કાર્ડ અપાશે અને ૨૧ ઑગસ્ટે યોજાનારી ઑફલાઇન પ્રવેશ પરીક્ષા માટે પરીક્ષા કેન્દ્રો ફાળવાશે

04 August, 2021 10:55 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK