° °

આજનું ઇ-પેપર
Wednesday, 04 August, 2021


અંધેરી આરટીઓ દ્વારા ટૅરિફ કાર્ડ વગરના ૪૩ ડ્રાઇવરોની ધરપકડ

26 October, 2012 08:13 AM IST |

અંધેરી આરટીઓ દ્વારા ટૅરિફ કાર્ડ વગરના ૪૩ ડ્રાઇવરોની ધરપકડ

અંધેરી આરટીઓ દ્વારા ટૅરિફ કાર્ડ વગરના ૪૩ ડ્રાઇવરોની ધરપકડટૅક્સી-રિક્ષામાં વધી રહેલા ભાવવધારાને પગલે પ્રવાસીઓ હેરાન થઈ ગયા છે અને એમાંય છુટ્ટા પૈસાની રોજ-રોજની મગજમારી અને વધુ ભાડાં લેવા બાબતે ડ્રાઇવરો સાથે થતા ઝઘડા પ્રવાસીઓની હેરાનગતિમાં વધારો કરે છે. તેથી સ્ટેટ ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટે ઓરિજિનલ ટૅરિફ કાર્ડ ન રાખનારા ડ્રાઇવરો પાસેથી ૧૦૦ રૂપિયા દંડ વસૂલવાનું નક્કી કર્યું છે.

ટ્રાન્સપોર્ટ કમિશનર વી. એન. મોરેએ મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘એક જ દિવસમાં શહેરની ત્રણ જગ્યાએથી આરટીઓ દ્વારા ઓરિજિનલ ટૅરિફ કાર્ડ ન રાખતા ૧૦૦ કરતાં વધુ વાહનોના ડ્રાઇવરોની ધરપકડ કરવામાં આવી હતી જેમાંથી તારદેવનાં પાંચ વાહનો, વડાલામાંથી ૫૬ વાહનો અને અંધેરીમાંથી ૪૩ વાહનોના ડ્રાઇવરોની ધરપકડ કરવામાં આવી હતી. ઓરિજિનલ ટૅરિફ કાર્ડ ન રાખવા બદલ રિક્ષા-ડ્રાઇવરો પાસેથી ૧૦૦ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો હતો. ડ્રાઇવરો ટૅરિફ કાર્ડની ફોટોકૉપી રાખે છે અને એ ફોટોકૉપીથી પ્રવાસીઓને મીટરમાં છેતરવામાં તેમને સરળતા પડે છે.’

તેમણે ઉમેર્યું હતું કે ‘ભાડામાં વધ-ઘટ થતી હોવાને કારણે રિક્ષા-ડ્રાઇવરોને સમજવામાં સમય લાગશે એવું સમજી અમે પહેલા થોડાક દિવસ આ વાતને ગંભીરતાથી લીધી નહોતી. આ વાતને સમય થઈ ગયો હોવા છતાં પણ ડ્રાઇવરો હજી સુધી ભાડાનાં ઓરિજિનલ કાર્ડ પોતાની સાથે રાખતા નથી અને તેથી અમે આંકડા કરતાં પણ વધુ કાર્ડ વહેંચીશું. અંધેરી આરટીઓમાં ૫૭,૦૦૦ રિક્ષાઓ રજિસ્ટર્ડ થયેલી છે અને ૭૮,૦૦૦ ટૅરિફ કાર્ડ વહેંચવામાં આવ્યાં છે. ’

આરટીઓ = રીજનલ ટ્રાન્સપોર્ટ ઑફિસ


26 October, 2012 08:13 AM IST |

અન્ય લેખો

મુંબઈ સમાચાર

એન્ટિલિયા કેસઃ મનસુખ હિરણની હત્યા માટે આરોપીને અપાઈ હતી 45 લાખની સોપારી

આ મામલે કોર્ટમાં થયેલી સુનાવણી દરમિયાન એનઆઈએએ જણાવ્યું હતું કે મનસુખ હિરણની હત્યા માટે આરોપીને 45 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા.

04 August, 2021 12:35 IST | mumbai | Gujarati Mid-day Online Correspondent
મુંબઈ સમાચાર

હવે મુંબઇમાં જ ખબર પડી શકશે કોરોનાનું બદલાતો સ્વરૂપ

અહીં તે દર્દીઓના સેમ્પલની જીનૉમ સિક્વેન્સિંગ કરશે, જે ઘણાં દિવસોથી કોરોનાથી પીડિત છે. લૅબમાં ઉક્ત પદ્ધતિથી ક્રિટિકલ દર્દી કે પછી તે દર્દીઓના સેમ્પલની તપાસ કરવામાં આવશે. જ્યાંથી કોરોના કેસ વધારે મળી રહ્યા છે.

04 August, 2021 12:03 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મુંબઈ સમાચાર

પૂરમાં પાયમાલ થયેલા દુકાનદારોને સરકાર આપશે પચાસ હજાર રૂપિયા

મરનારના પરિવારને કુલ નવ લાખ રૂપિયાની મદદ

04 August, 2021 10:59 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK