અંધેરી-વેસ્ટમાં આવેલા ડી. એન. નગર વિસ્તારમાં ક્રાઇમ બ્રાન્ચે ડ્રગ્સ સપ્લાય કરનારા બે આરોપીઓની ધરપકડ કરી હતી
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
નશીલા પદાર્થની હેરાફેરી કરનારાઓ સામે સખત હાથે કામ લેવા માટે મુંબઈ પોલીસે કમર કસી હોવાનું લાગી રહ્યું છે. અંધેરી-વેસ્ટમાં આવેલા ડી. એન. નગર વિસ્તારમાં ક્રાઇમ બ્રાન્ચે ડ્રગ્સ સપ્લાય કરનારા બે આરોપીઓની ધરપકડ કરી હતી. આરોપીઓને બધા ઓળખી શકે એ માટે તેમનું સરઘસ કાઢીને આખા વિસ્તારમાં ફેરવવામાં આવ્યા હતા એટલું જ નહીં, તેમના મોઢેથી પોલીસે બોલાવ્યું હતું કે હમ લોગ ડ્રગ્સ બેચતે થે, આજ કે બાદ નહીં બેચેંગે. નશીલા પદાર્થનું ખુલ્લેઆમ વેચાણ થતું હોવાની અનેક ફરિયાદ મળ્યા બાદ પોલીસે આરોપીઓ સામે આ પગલું લીધું હતું.