° °

આજનું ઇ-પેપર
Tuesday, 06 December, 2022


મુંબઈના ત્રણને નોકરીની લાલચ આપીને મ્યાનમારમાં ગોંધી રખાયા

26 September, 2022 10:07 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ત્રણ પૈકીના એકે મિત્રનો સંપર્ક કરતાં મિત્રએ પોલીસને ઘટનાની જાણ કરી હતી, જેને પગલે ક્રાઇમ બ્રાન્ચે અજાણી વ્યક્તિઓ વિરુદ્ધ એફઆઇઆર દાખલ કર્યો હતો

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)

થાઇલૅન્ડમાં નોકરી અપાવવાની લાલચ આપીને મ્યાનમારમાં મુંબઈના ત્રણ નાગરિકોને બંધક બનાવી દેવાયા હોવાની માહિતી મુંબઈ પોલીસને મળી છે.

ત્રણ પૈકીના એકે મિત્રનો સંપર્ક કરતાં મિત્રએ પોલીસને ઘટનાની જાણ કરી હતી, જેને પગલે ક્રાઇમ બ્રાન્ચે અજાણી વ્યક્તિઓ વિરુદ્ધ એફઆઇઆર દાખલ કર્યો હતો. પીડિતોને એજન્ટે થાઇલૅન્ડમાં આઇટી સેક્ટરમાં નોકરી અપાવવાની લાલચ આપી હતી. તેઓ થાઇલૅન્ડમાં ઊતર્યા એ પછી તેમને મ્યાનમાર લઈ જવાયા હતા. ત્યાં તેમને મરજી વિરુદ્ધ ગોંધી રખાયા છે અને સાઇબર ક્રાઇમને લગતું કામ કરવાની ફરજ પડાઈ છે, એમ ફરિયાદમાં જણાવાયું હતું. ફરિયાદીના જણાવ્યાનુસાર મુંબઈના ૭૦થી વધુ લોકો મ્યાનમારમાં ફસાયા છે, પણ પોલીસને માત્ર આ ત્રણ વ્યક્તિની જ જાણકારી છે. વિદેશ મંત્રાલયે રવિવારે ભારતીય નાગરિકોને વિદેશી એમ્પ્લોયર્સની વિગતોની ખરાઈ કરવાની સલાહ આપી હતી. મંત્રાલયની ઍડ્વાઇઝરી પ્રમાણે ‘આઇટી-સ્કિલ્ડ યુવાનોને સોશ્યલ મીડિયા ઍડ્વર્ટાઇઝમેન્ટ્સ અને દુબઈ અને ભારતના એજન્ટ્સ દ્વારા થાઇલૅન્ડમાં આકર્ષક નોકરીના નામે લલચાવાય છે. પીડિતોને ગેરકાયદે સીમાપાર, મોટા ભાગે મ્યાનમાર લઈ જવાય છે અને મુશ્કેલ સ્થિતિમાં બંધક બનાવાય છે.’ મ્યાનમારના ભારતીય દૂતાવાસે તાજેતરમાં જ ૩૦થી વધુ ભારતીયોને બચાવ્યા હતા.

26 September, 2022 10:07 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

મુંબઈ સમાચાર

૪૦ કરોડ રૂપિયાનો વરસાદ કરાવવાના નામે બોગસ બાબાએ વૃદ્ધ પાસેથી ૧૨.૨૫ લાખ પડાવ્યા

નાલાસોપારાના બનાવમાં ખાલી બૉક્સમાં રૂપિયા રાખીને અઘોરી વિદ્યા કરીને રૂપિયાનો વરસાદ કરવાની લાલચ આપેલી : ભાઈંદર પોલીસે ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી

06 December, 2022 11:22 IST | Mumbai | Mehul Jethva
મુંબઈ સમાચાર

પોલીસ-સ્ટેશનના પહેલા માળેથી કૂદકો મારીને ચોર થયો પલાયન

ચોરીના કેસમાં ધરપકડ કરવામાં આવેલા આરોપીને નાલાસોપારાની માંડવી પોલીસે રૂમમાં રાખ્યો હતો ત્યાંથી બારેક ફીટની ઊંચાઈએથી ઝંપલાવીને જંગલમાં ભાગી ગયો : પોલીસે સઘન તપાસ કરીને ૨૪ કલાકમાં પાછો ઝડપ્યો

06 December, 2022 10:50 IST | Mumbai | Prakash Bambhrolia
મુંબઈ સમાચાર

Mumbaiમાં 5થી 7 ડિસેમ્બર સુધી આ રસ્તા કરવામાં આવ્યા બંધ

ભારત રત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરની 66મી પુણ્યતિથિ એટલે કે મહાપરિનિર્વાણ દિવસના અવસરે મુંબઈ ટ્રાફિક પોલીસે ટ્રાફિકમાં ફેરફાર કર્યા છે.

05 December, 2022 09:28 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK