તમામ ટૅક્સી તથા રિક્ષામાં ઇલેક્ટ્રૉનિક મીટર હવે ૨૮ ફેબ્રુઆરી સુધીમાં લાગશે
ત્યાર બાદ મેકૅનિકલ મીટરો લગાડીને વાહન ચલાવનાર વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. ટ્રાન્સર્પોટ ડિપાર્ટમેન્ટ દ્વારા લેવામાં આવેલાં પગલાંઓ બાબતે પણ હાઈ ર્કોટને માહિતી આપવામાં આવી હતી. મીટર રીકૅલિબ્રેશનની પ્રક્રિયામાં ઝડપ લાવવા માટે ૨૯ ડિસેમ્બરથી બે નવાં મીટર ટેસ્ટિંગ સેન્ટર પણ શરૂ કરવામાં આવશે.