° °

આજનું ઇ-પેપર
Sunday, 16 May, 2021


પત્નીની હત્યા કરીને બાળકોની મદદથી ડેડબૉડી સગેવગે કરવાનો પ્રયાસ

11 December, 2012 07:29 AM IST |

પત્નીની હત્યા કરીને બાળકોની મદદથી ડેડબૉડી સગેવગે કરવાનો પ્રયાસ

પત્નીની હત્યા કરીને બાળકોની મદદથી ડેડબૉડી સગેવગે કરવાનો પ્રયાસએક શૉકિંગ ઘટનામાં સાંતાક્રુઝ પોલીસે વાકોલાના એક રિક્ષા-ડ્રાઇવરની વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. આ રિક્ષા-ડ્રાઇવર પર પત્નીની હત્યા કરીને પછી તેની લાશને બાર વર્ષની દીકરી અને છ વર્ષના દીકરાના મદદથી સગેવગે કરવાનો આરોપ છે. હાલમાં પોલીસે આ હત્યા કરીને પોતાના વતન બિહાર ભાગી ગયેલા આરોપીને ઝડપી લેવા માટે એક ટીમને બિહાર મોકલી છે.

શનિવારે સવારે સાંતાક્રુઝ પોલીસને જુહુના કોલીવાડાથી મહિલાની લાશ મળી આવી હતી. તપાસ પછી ખબર પડી હતી કે આ લાશ સાંતાક્રુઝમાં જૉન્સન ઍન્ડ જૉન્સન કંપનીમાં કામ કરતી ગુડિયા ઉર્ફે છાયા સિંહ નામની મહિલાની હતી જેની હત્યા રિક્ષા-ડ્રાઇવર તરીકે કામ કરતા તેના પતિ શશી સિંહે કરી હતી. પોલીસને આ હત્યાના સંપૂર્ણ ઘટનાક્રમની માહિતી રિક્ષા-ડ્રાઇવરના

ઘર પાસે લગાવવામાં આવેલા સીસીટીવી કૅમેરાના ફુટેજ તેમ જ કોલીવાડા પાસે લગાવવામાં આવેલા સીસીટીવી કૅમેરાના ફુટેજને એકબીજા સાથે સરખાવવાથી મળી હતી અને આ હત્યાનો ઉકેલ મળી ગયો હતો.

સીસીટીવી = ક્લોઝ્ડ-સર્કિટ ટેલિવિઝન

11 December, 2012 07:29 AM IST |

અન્ય લેખો

મુંબઈ સમાચાર

78 વર્ષના વિધુરની શ્વાન સાથે દુષ્કર્મ કરવાના આરોપસર ધરપકડ

નાલાસોપારામાં રહેતા અનંત પાટીલ દોઢ વર્ષ પહેલાં પત્નીને ગુમાવ્યા બાદ પરિસરમાં ફરીને પોતાની રીતે જીવતા હતા

16 May, 2021 09:16 IST | Mumbai | Priti Khuman Thakur
મુંબઈ સમાચાર

ઉલ્હાસનગરમાં બિલ્ડિંગનો સ્લૅબ તૂટ્યો : ચારનાં મોત અને બેની શોધખોળ ચાલુ

ઉલ્હાસનગર કૅમ્પ-૧ના ચરણદાસ દરબાર સામે આવેલા મોહિની પૅલેસ બિલ્ડિંગના ચોથા માળથી લઈને પહેલા માળ સુધીના સ્લૅબ ગઈ કાલે બપોરે ૧.૪૦ વાગ્યે તૂટી પડ્યા હતા. એમાં ચાર જણનાં મૃત્યુ થયા છે અને ૧૧ જણને બચાવી લેવાયા છે

16 May, 2021 08:33 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુંબઈ સમાચાર

ટ્રાન્સપોર્ટરોને રાહત : મહારાષ્ટ્રમાં આવતી વખતે આરટી-પીસીઆર રિપોર્ટ જરૂરી નથી

જોકે આરોગ્ય સેતુ ઍપમાં ‘સેફ’ સ્ટેટસ નહીં હોય તો તેમને કોવિડ કૅર સેન્ટરમાં મોકલવામાં આવશે

16 May, 2021 09:34 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK