Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > કૉન્ગ્રેસની ચૂંટણીની ટિકિટ મેળવવા ચૂકવવા પડશે ૨૦ હજાર રૂપિયા

કૉન્ગ્રેસની ચૂંટણીની ટિકિટ મેળવવા ચૂકવવા પડશે ૨૦ હજાર રૂપિયા

07 July, 2024 08:43 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કૉન્ગ્રેસના મહારાષ્ટ્રના પ્રભારીએ કહ્યું હતું કે ઉમેદવારી ફૉર્મ માટે રૂપિયા લેવાનો ઉદ્દેશ પાર્ટી-ફન્ડ જમા કરવાનો નથી

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


મહારાષ્ટ્ર વિધાનસભાની ઑક્ટોબર-નવેમ્બરમાં યોજાનારી ચૂંટણી લડવા ઇચ્છતા લોકો પાસેથી કૉન્ગ્રેસે ગઈ કાલે અરજીઓ મગાવી હતી. જનરલ કૅટેગરીની ટિકિટ મેળવવા અરજી સાથે ૨૦ હજાર રૂપિયા ચૂકવવા પડશે; જ્યારે અનુસૂચિત જાતિ, પછાત વર્ગ અને મહિલા વર્ગ માટે ૧૦ હજાર રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે. કૉન્ગ્રેસના મહારાષ્ટ્રના પ્રભારીએ કહ્યું હતું કે ઉમેદવારી ફૉર્મ માટે રૂપિયા લેવાનો ઉદ્દેશ પાર્ટી-ફન્ડ જમા કરવાનો નથી, પણ ગંભીર લોકો જ ચૂંટણી લડવા આગળ આવે એ છે. મહારાષ્ટ્રના દરેક જિલ્લામાં આવી રીતે ફૉર્મ સ્વીકારવામાં આવશે એટલે ઇચ્છુક ઉમેદવારોએ તેમના જિલ્લામાં આવેલી પક્ષની ઑફિસમાં એ આપવાનું રહેશે. પક્ષે પદાધિકારીઓ અને કાર્યકરોને તેમના વિધાનસભા ક્ષેત્રમાં મતદારયાદીમાં જેમનાં નામ ન હોય તેમને મદદ કરવાનું પણ કહ્યું છે. 


Whatsapp-channel Whatsapp-channel

07 July, 2024 08:43 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK