Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મહારાષ્ટ્રમાં ૨૦૨૩માં પહેલી વાર ૨૦ લાખ યુનિટ લોહી ભેગું થયું

મહારાષ્ટ્રમાં ૨૦૨૩માં પહેલી વાર ૨૦ લાખ યુનિટ લોહી ભેગું થયું

16 June, 2024 08:13 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મહિલાઓ દ્વારા થતા બ્લડ-ડોનેશનમાં નોંધપાત્ર વધારો

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


૨૦૨૩માં મહારાષ્ટ્રમાં પહેલી વાર ૨૦ લાખ યુનિટ બ્લડ-કલેક્શન નોંધાયું હતું અને આ એક મોટી સિદ્ધિ છે. આની પાછળ એક મોટું કારણ એ છે કે હવે મહિલા બ્લડ-ડોનર્સની સંખ્યા વધી રહી છે.
૧૪ જૂને વર્લ્ડ બ્લડ-ડોનર ડે નિમિત્તે સ્ટેટ બ્લડ ટ્રાન્સફ્યુઝન કાઉન્સિલે જાહેર કર્યું હતું કે રાજ્યમાં બ્લડ ડોનેટ કરનારાઓમાં મહિલાઓનો હિસ્સો ૫.૫ ટકા છે. જોકે પુરુષ બ્લડ-ડોનર્સની સંખ્યા સામે આ આંકડો નાનો લાગે છે, પણ નિષ્ણાતો જણાવી રહ્યા છે કે આ બદલાઈ રહેલો ટ્રેન્ડ છે.


૨૦૨૩માં રાજ્યમાં ૨૦.૪ લાખ યુનિટ બ્લડનું કલેક્શન થયું હતું, જે ૨૦૨૨ના ૧૯.૩ લાખ યુનિટ કરતાં વધારે છે. આ બ્લડ-ડોનર્સ પૈકી ૧,૧૨,૫૧૨ (૫.૫ ટકા) મહિલાઓ છે. ડૉક્ટરો કહે છે કે એનીમિયા, લોઅર બ્લડ-પ્રેશર, મેન્સ્ટ્રુઅલ સાઇકલ અને ૪૫ કિલોગ્રામથી વધારે વજનની મર્યાદાને કારણે ઓછી મહિલાઓ બ્લડ ડોનેટ કરે છે, પણ હવેની મહિલાઓ પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખતી હોવાથી બ્લડ-ડોનર્સની સંખ્યા વધી રહી છે.


Whatsapp-channel Whatsapp-channel

16 June, 2024 08:13 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK