Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ઇન્વેસ્ટરોના પૈસામાંથી ફ્લૅટ, દુકાનો, જમીન અને સોનું એમ કરોડોની માલમતા બનાવી

ઇન્વેસ્ટરોના પૈસામાંથી ફ્લૅટ, દુકાનો, જમીન અને સોનું એમ કરોડોની માલમતા બનાવી

14 August, 2024 08:50 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વધુ વળતરની લાલચે શૅરબજારના રોકાણકારોને છેતરતા આશિષ શાહના બે સાગરીતો પણ વીશી અને અન્ય સ્પૉન્ઝી સ્કીમ ચલાવતા પકડાયા

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


રોકાણકારોને શૅરબજારમાં રોકાણ કરવાનું કહી વધુ વળતરની લાલચ આપીને તેમના પૈસા ઓળવી જવાના આરોપસર મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાન્ચ હેઠળની માલમતા શાખાએ પકડેલા આશિષ શાહના બે સાગરીતો ૪૦ વર્ષના માણિક્કમ ઉડૈયાર અને ૩૬ વર્ષના માધવન ઉડૈયારની મંગળવારે ધરપકડ કરવામાં આવી છે.


માલમતા બ્રાન્ચના જણાવ્યા મુજબ માણિક્કમ અને માધવને આશિષ શાહની મદદથી લોકોને વીશીમાં પૈસા રોકો, તગડું વળતર મળશે એમ કહીને વીશી અને અન્ય પૉન્ઝી સ્કીમમાં રોકાણ કરાવી એ પૈસા ઓળવી લીધા હતા અને રોકાણકારો સાથે છેતર​પિંડી કરી હતી. તે બન્ને આશિષ શાહની ધરપકડ બાદ નાસતા ફરી રહ્યા હતા. માલમતા શાખાના ઑફિસરોએ ટેક્નિકલ માહિતી કઢાવી તેમને ટ્રેસ કરીને આખરે ગઈ કાલે ઝડપી લીધા હતા. આ બન્ને આરોપીઓેએ એ પૈસામાંથી ફ્લૅટ અને દુકાનો ખરીદ્યાં હતા. તેમની પાસેથી પોલીસે એક ફૉર્ચ્યુનર કાર, એક એમજી હૅક્ટર કાર એમ પંચાવન લાખની બે કાર અને બે મોબાઇલ જપ્ત કર્યાં હતાં. આ પહેલાં આશિષ શાહ પાસેથી બે કાર, એક મોટરસાઇકલ, બે મોબાઇલ, ૧.૯ કિલોગ્રામના સોનાના દાગીના એમ ૧.૪૨ કરોડ રૂપિયાની મતા અને પચીસ લાખ રૂપિયા રોકડા જપ્ત કર્યાં હતાં. આ ઉપરાંત તેના ચાર ફ્લૅટ જપ્ત કરી કુલ મળીને નવ કરોડ રૂપિયાની પ્રૉપર્ટી હસ્તગત કરવામાં આવી છે. 


Whatsapp-channel Whatsapp-channel

14 August, 2024 08:50 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK