Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > હવે લોકલ ટ્રેન પર રોમનની સાથે હિન્દી અને ઇંગ્લિશમાં પણ સેકન્ડ ક્લાસ લખેલું જોવા મળશે

હવે લોકલ ટ્રેન પર રોમનની સાથે હિન્દી અને ઇંગ્લિશમાં પણ સેકન્ડ ક્લાસ લખેલું જોવા મળશે

15 April, 2022 11:43 AM IST | Mumbai
Rajendra B Aklekar

૧૨ વર્ષની એક છોકરીએ આની નોંધ લઈને રેલવે સુધી વાત પહોંચાડતાં સત્તાવાળાઓએ તેનું સૂચન સ્વીકારી લીધું

ત્રણે ભાષામાં સેકન્ડ ક્લાસના લખાણ સાથે પૅસેન્જર અૅક્ટિવિસ્ટ મન્સૂર ઉમર દરવેશ

ત્રણે ભાષામાં સેકન્ડ ક્લાસના લખાણ સાથે પૅસેન્જર અૅક્ટિવિસ્ટ મન્સૂર ઉમર દરવેશ


બાર ​વર્ષની એક છોકરીએ કરેલા અવલોકનના આધારે શહેરની લાઇફલાઇન ગણાતી લોકલ ટ્રેનના કોચની બહારના લખાણમાં ફેરબદલ કરાયો છે. અંધેરીમાં આઠમા ધોરણમાં ભણતી હુમૈરાહ જી. મોરીવાલાએ સેકન્ડ ક્લાસના કમ્પાર્ટમેન્ટની બહાર રોમન લેટરમાં લખેલા IIને કારણે અશિક્ષિત પ્રવાસીઓને પડતી મુશ્કેલીની નોંધ લીધી હતી. તેણે આ વિશે પોતાના પિતા સાથે ચર્ચા કરી, જેમણે પૅસેન્જર અસોસિએશનના સભ્યો સાથે આ વિશે ચર્ચા કરી હતી અને હવે સેન્ટ્રલ તથા વેસ્ટર્ન રેલવે બન્નેએ આ સૂચનને સ્વીકારીને સેકન્ડ ક્લાસના કમ્પાર્ટમેન્ટની બહાર અંગ્રેજી તથા હિન્દી બન્નેમાં સેકન્ડ ક્લાસ એવું લખવાનું નક્કી કર્યું છે.

હુમૈરાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ફર્સ્ટ ક્લાસના કમ્પાર્ટમેન્ટની બહાર રોમન ઉપરાંત ઇંગ્લિશ તેમ જ હિન્દીમાં પણ લખ્યું હતું, જ્યારે સેકન્ડ ક્લાસના કમ્પાર્ટમેન્ટની બહાર એવું નહોતું. અંધેરીમાં આવેલી હંસરાજ મોરારજી પબ્લિક સ્કૂલની સ્ટુડન્ટ હુમૈરાહના પિતા જી. એચ. મોરીવાલાએ કહ્યું હતું કે ‘એક વખત તે મારા ગામના રિલેટિવ સાથે મલાડથી અંધેરી જઈ રહી હતી ત્યારે રોમન લિપિને કારણે તેમને મુશ્કેલી થઈ હતી. તેણે મને પૂછ્યું કે શા માટે ફર્સ્ટ ક્લાસ કમ્પાર્ટમેન્ટમાં ત્રણ ભાષામાં લખેલું હતું? આ વિશે મેં જોગેશ્વરી સિનિયર સિટિઝન પૅસેન્જર કમિટીના સભ્ય મન્સૂર ઉમર દરવેશ સાથે વાત કરી. ત્યાર બાદ મારી દીકરી વતી ડિવિઝનલ રેલવે મૅનેજર ઑફિસ સાથે પત્રવ્યવહાર કર્યો અને મારા સૂચનનો સ્વીકાર કરવામાં આવ્યો છે.’



રેલવેના અધિકારીઓએ કહ્યું હતું કે ‘મહાલક્ષ્મી વર્કશૉપના ઈએમયુ પૅસેન્જર કમ્પાર્ટમેન્ટમાં સેકન્ડ ક્લાસ ડબ્બામાં ત્રણે ભાષામાં લખવાનું કામ શરૂ થઈ ગયું છે, જેને તબક્કાવાર રીતે પૂર્ણ કરવામાં આવશે.’


Whatsapp-channel Whatsapp-channel

15 April, 2022 11:43 AM IST | Mumbai | Rajendra B Aklekar

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK