Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > Video: 100મા જન્મદિવસે મુંબઇના આ 'દાદી'ને પહેલા વેક્સીન અને પછી આ...

Video: 100મા જન્મદિવસે મુંબઇના આ 'દાદી'ને પહેલા વેક્સીન અને પછી આ...

07 March, 2021 12:10 PM IST | Mumbai
Gujarati Mid-Day Online Correspondent | gmddigital@mid-day.com

Video: 100મા જન્મદિવસે મુંબઇના આ 'દાદી'ને પહેલા વેક્સીન અને પછી આ...

મિડ-ડે ફાઇલ ફોટો

મિડ-ડે ફાઇલ ફોટો


મુંબઇના બાન્દ્રા-કુર્લા કૉમ્પ્લેક્સ સ્થિત વેક્સીનેશન સેન્ટરમાં 100 વર્ષનાં એક વૃદ્ધ મહિલાએ કોરોના વાયરસથી બચાવ માટે રસી મૂકાવી. આ અવસરે અનેક સ્વાસ્થ્યકર્મચારી હાજર હતા. ખાસ વાત એ હતી કે જે દિવસે 100 વર્ષની વૃદ્ધ મહિલાએ રસી મૂકાવી તે દિવસે તેમનો જન્મદિવસ હતો. આ અવસરે મહિલાએ રસીકરણ કેન્દ્ર પર હાજર સ્વાસ્થ્ય કર્મચારીઓની હાજરીમાં કેક કાપીને પોતાનો જન્મદિવસ પણ ઉજવ્યો.

વ્હીલ ચૅર પર રસી મૂકાવવા પહોંચેલી આ વૃદ્ધાનો વીડિયો ન્યૂઝ એજન્સીએ ANIએ શૅર કર્યો છે. આમાં તે કેક કાપીને પોતાના જન્મદિવસનો આનંદ ઉજવતી જોવા મળે છે. એક તરફ મુંબઇ અને મહારાષ્ટ્રમાં જ્યાં સતત કોરોનાના કેસ વધી રહ્યા છે, ત્યાં રસીકરણ પ્રત્યે આ ઉંમરમાં પણ વૃદ્ધાનો ઉત્સાહ ખરેખર વખાણવા લાયક છે.




અંધેરી વિસ્તારમાં રહે છે 'દાદી'
રિપૉર્ટ્સ પ્રમાણે, 100 વર્ષની વૃદ્ધ મહિલા મુંબઇના અંધેરી વિસ્તારમાં રહેતાં પ્રભાવતી ખેડકર છે. કોરોનાની વેક્સીન માટે રસી મૂકાવવા દાદી પોતાના પરિજનો સાથે પહોંચ્યાં હતાં. ત્યાં તેમણે વેક્સીન માટે આધાર કાર્ડ બતાવ્યું તો તેમાં જન્મ તારીખ 5 માર્ચ 1021 લખેલી હતી. આ જોતાં સ્વાસ્થ્ય અધિકારીએ તરત કેક મગાવી આ અવસરને ઉજવવાનો નિર્ણય લીધો. સ્વાસ્થ્ય કર્મચારીઓએ તરત જ કેક મગાવ્યું અને સ્વાસ્થ્ય કેન્દ્ર પર જ ઉજવણી કરી.


મહારાષ્ટ્રમાં ઝડપથી વધી રહ્યા છે કોરોનાના કેસ
મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના કેસની વાત કરીએ તો રાજ્યમાં ગઈ કાલે 7,863 નવા કેસ સામે આવ્યા, જેના પછી કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 21,69, 330 થઈ ગઈ છે. સ્વાસ્થ્ય વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે મહામારીથી 54 વધુ દર્દીઓના નિધન થઈ ગયા છે. આની સાથે જ મૃતકોની સંખ્યા 52,238 થઈ ગઈ છે.

Whatsapp-channel Whatsapp-channel

07 March, 2021 12:10 PM IST | Mumbai | Gujarati Mid-Day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK