Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુંબઇમાં શિયાળાએ લાંબી હાજરી પુરાવી તો ગુજરાતમાં હવે શીત લહેર દોડશે

મુંબઇમાં શિયાળાએ લાંબી હાજરી પુરાવી તો ગુજરાતમાં હવે શીત લહેર દોડશે

25 January, 2022 11:02 AM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

મુંબઇ અને ગુજરાતમાં ઠંડીનો ચમકારો લાંબો ચાલી શકે છે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુજરાતમાં શીત લહેર તો મુંબઇમાં ધૂળની ડમરીઓએ હવાની ગુણવત્તા બગાડી

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


રવિવારે મુંબઇનું ટેમ્પરેચર (Mumbai witner) (Mumbai temprature) 23.1 ડિગ્રી સેલ્સિયસ હતું જે આ દાયકામાં લઘુતમ ટેમ્પરેચર નોંધાયું છે. નોર્મલ તાપમાન કરતા આ ૮ ડિગ્રી ઓછું તાપમાન હતું. વળી આઇએમડીએ કહ્યું હતું કે તાપમાન આનાથી ઓછું થવાની શક્યતા પણ છે. રવિવારે ધૂળના તોફાનને કારણે મહારાષ્ટ્ર અને ગુજરાતના ભાગો ધૂળની ચાદરથી ઢંકાઈ ગયા હતા. મધ્ય-પૂર્વમાં ઉદ્દભવતું મજબૂત ધૂળનું તોફાન ભારતમાં પહોંચ્યું. ધુમ્મસના એક સ્તરે મુંબઈને કમોસમી વરસાદનો અનુભવ કર્યા પછી તરત જ આવરી લીધું હતું; આ ધૂળના તોફાનનું પરિણામ હતું.

સિસ્ટમ ઑફ એર ક્વોલિટી વેધર ફોરકાસ્ટિંગ એન્ડ રિસર્ચ (SAFAR) મુજબ સોમવારે સવારે, મુંબઈનો એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) વધીને 502 થઈ ગયો. 500 થી વધુનું AQI `જોખમી-પ્લસ` અથવા જોખમી પ્રદૂષણ સ્તર સૂચવે છે. રવિવારથી મહારાષ્ટ્ર, ગુજરાત અને રાજસ્થાનના અન્ય ભાગો પણ ધૂળની ડમરીઓથી ઘેરાયેલા છે. પુણે અને અમદાવાદ પણ અનુક્રમે 365 અને 311ના AQI સાથે `ખૂબ જ નબળી` હવાની ગુણવત્તાનો અનુભવ કરી રહ્યાં છે. `ખૂબ જ નબળી` હવાની ગુણવત્તા - 301 થી 400 ની વચ્ચે - લાંબા સમય સુધી સંપર્કમાં રહેવાથી શ્વસન સંબંધી બીમારી થઈ શકે છે.



આ તરફ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં (Gujarat weather forecast) હવામાનમાં પલટો આવ્યો છે. હવામાન (Gujarat winter) વિભાગે આગાહી કરી છે કે, આગામી ત્રણ દિવસ દરમિયાન રાજ્યમાં હાડ થીજવતી ઠંડી પડશે. સોમવારે ગુજરાતમાં (weather forecast) સૌથી વધુ ઠંડી 6.2 ડિગ્રી ગાંધીનગરમાં પડી હતી. જ્યારે અમદાવાદમાં ન્યૂનતમ તાપમાન 6.7 ડિગ્રી જેટલું નોંધાયું હતું. સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ઠંડીનો ચમકારો રહેશે. આ ઉપરાંત રાજ્યના મોટાંભાગના વિસ્તારોમાં તાપમાનનો પારો સાતથી આઠ ડિગ્રી સુધી ગગડે તેવી શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે.ઉત્તરના સીધા ઠંડા પવનની સૌથી વધુ અસર અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, પાટણમાં થશે. આ સાથે મહેસાણા, કચ્છ, ભાવનગર, રાજકોટ, પોરબંદરમાં પણ આની અસર અનુભવાશે. સુરેન્દ્રનગર, જૂનાગઢમાં પણ લોકો ઠંડીનો અનુભવ કરશે. તો કોલ્ડ વેવને પગલે ખાસ તકેદારી રાખવા સૂચના આપવામાં આવી છે. ઉત્તર તરફથી આવતા ઠંડા પવનના કારણે મહારાષ્ટ્ર, વિદર્ભ અને તેલંગાણા સુધી તાપમાનમાં 3થી 4 ડિગ્રીનો ઘટાડો થયો હતો. ગુજરાત અને મુંબઈમાં તાપમાન સામાન્ય કરતાં 6 ડિગ્રી ઘટી ગયું છે. દિલ્હી અને પંજાબમાં `કોલ્ડ વેવ` જેવી સ્થિતિ ખડી થવાની શક્યતા છે. પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને ગુજરાત તથા મહારાષ્ટ્રનો કેટલોક ભાગ કોલ્ડ વેવ માં આવી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 2-3 દિવસમાં પંજાબ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, હરિયાણા, દિલ્હી, બિહાર, પશ્ચિમ બંગાળ, ઓડિશા, આસામ, સિક્કિમ, મેઘાલય અને ત્રિપુરાના ભાગોમાં ગાઢ અને અત્યંત ગાઢ ધુમ્મસની આગાહી કરવામાં આવી છે.


 


Whatsapp-channel Whatsapp-channel

25 January, 2022 11:02 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK