° °

આજનું ઇ-પેપર
Friday, 30 July, 2021


ઈન્દોરથી ગ્રીન ફંગસના દર્દીને વધુ સારવાર માટે મુંબઈ કરાયો શિફ્ટ

18 June, 2021 06:08 PM IST | mumbai | Gujarati Mid-day Online Correspondent

ઈન્દોરના 34 વર્ષિય વિશાલ શ્રીધરને કોવિડ ઇન્ફેક્શનથી સાજા થયાને દોઢ મહિના બાદ ગ્રીન ફંગસ મળી આવ્યો હતો. જેને સારવાર માટે મુંબઈ લાવવામાં આવ્યો હતો.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

બ્લેક, વ્હાઈટ, યલો બાદ હવે ગ્રીન ફંગસના કેસ સામે આવી રહ્યાં છે.   સોમવારે 34 વર્ષીય ઉદ્યોગપતિને તેના સાઇનસ, ફેફસાં અને લોહીમાં લીલી ફૂગના નિદાન બાદ ઈન્દોરથી મુંબઇ લાવવામાં આવ્યાં હતાં.  તે હજી કોવિડ -19 થી સ્વસ્થ જ થયો હતો. 

ઈન્દોરના માણિકબાગ રોડ વિસ્તારમાં રહેતા 34 વર્ષિય વિશાલ શ્રીધરને કોવિડ ઇન્ફેક્શનથી સાજા થયાને દોઢ મહિના બાદ ગ્રીન ફંગસ મળી આવ્યો હતો. તેના ફેફસાં અને સાઇનસમાં એસ્પિરગિલસ ફૂગ (ગ્રીન ફંગસ) મળી આવ્યો હતો. ડોકટરોનું કહેવું છે કે ગ્રીન ફંગસ બ્લેક ફંગસ કરતાં પણ વધારે જોખમી છે.  

ઇન્દોરની અરબિંદો હોસ્પિટલમાં છેલ્લા બે મહિનાથી દર્દીની સારવાર કરવામાં આવી રહી હતી. તેના ફેફસામાં 90 ટકા ચેપ હોવાને કારણે સોમવારે ખાસ ચાર્ટર્ડ વિમાન દ્વારા તેમને ઈંદોરથી મુંબઇની હિન્દુજા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

અરબિંદો હોસ્પિટલના ડૉક્ટરના જણાવ્યા મુજબ, આ દર્દી પોસ્ટ કોવિડ હતો. તેના ફેફસાં અને સાઇનસમાં એસ્પિરગિલસ ફૂગ મળ્યા પછી, તેની સારવાર અલગથી કરવામાં આવી હતી. તેણીને વેરીકોનાઝોલ ઇન્જેક્શન આપવામાં આવ્યું. યુવાનના ફેફસામાં જમણી સાઈડ પરુ ભરાયો હતો. 

દોઢ મહિના પછી દર્દીને ઉધરસ અને ગુદામાંથી લોહી નીકળવાનું શરૂ થયું. તે સમયે તેમનો તાવ પણ 103 ડિગ્રીથી ઓછો થઈ રહ્યો ન હતો. શરૂઆતમાં સારવાર દરમિયાન મ્યુકોરમાયકોસિસ થવાની સંભાવના હતી, જેના કારણે તેને એમ્ફોટોરિસન બીના ઇન્જેક્શન પણ અપાયા હતા. પરંતુ તેમાંથી કોઈ સુધારો થયો નથી. ત્યાર બાદ તપાસમાં એસ્પરગિલસ ફૂગ (ગ્રીન ફુગ) હોવાની પુષ્ટિ થઈ હતી. જેને ખુબ જ જોખમી હોવાથી તાત્કાલિક તે દર્દીને ઈન્દોરથી મુંબઈ મોકલવામાં આવ્યો હતો.  

18 June, 2021 06:08 PM IST | mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

મુંબઈ સમાચાર

મર્ડરનો આરોપી જેલમાં, તેના બર્થ-ડેનાં હોર્ડિંગ્સ આખા કલ્યાણ-ડોમ્બિવલીમાં

૧૫ ગુનાના આરોપી ધર્મેશ શાહને જન્મદિન વિશ કરતાં હોર્ડિંગ્સ લાગ્યા પછી મહાનગપાલિકાની ઊંઘ ઊડી : હોર્ડિંગ્સ તો કાઢ્યાં, સાથે પોલીસ ફરિયાદ પણ કરી

30 July, 2021 08:33 IST | Mumbai | Mehul Jethva
મુંબઈ સમાચાર

૧૫ ટકા સ્કૂલ-ફી ઘટાડાના નિર્ણયનો અમલ થશે ખરો?

આવું લાગતું નથી, કારણ કે સરકારના નિર્ણયની સામે સ્કૂલ સંગઠનો કોર્ટમાં જવાની તૈયારી કરી રહ્યાં છે

30 July, 2021 08:31 IST | Mumbai | Pallavi Smart
મુંબઈ સમાચાર

હાશ! રિલીફ હાથવગી

મુંબઈમાં લેવલ-ટૂનાં નિયંત્રણો અમલી : દુકાનો, રેસ્ટોરાંને રાત્રે ૮ કે ૯ વાગ્યા સુધી ખુલ્લી રાખવાની પરમિશન મળી શકે છે : જોકે લોકલ ટ્રેનોમાં એન્ટ્રીનું શું? એ સવાલનો જવાબ નથી મળી રહ્યો : આનો ફાઇનલ નિર્ણય ઉદ્ધવ લેશે

30 July, 2021 08:28 IST | Mumbai | Dharmendra Jore

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK