° °

આજનું ઇ-પેપર
Monday, 02 August, 2021


નીતીશકુમારના માનમાં પાકિસ્તાની પ્રેસિડન્ટનું સ્પેશ્યલ દિવાળી ડિનર

14 November, 2012 05:14 AM IST |

નીતીશકુમારના માનમાં પાકિસ્તાની પ્રેસિડન્ટનું સ્પેશ્યલ દિવાળી ડિનર

નીતીશકુમારના માનમાં પાકિસ્તાની પ્રેસિડન્ટનું સ્પેશ્યલ દિવાળી ડિનરબિહારના મુખ્ય પ્રધાન નીતીશકુમાર શુક્રવારથી પાકિસ્તાનની એક અઠવાડિયાની મુલાકાત માટે ગયા છે. ગઈ કાલે નીતીશકુમારની પાકિસ્તાના પ્રેસિડન્ટ આસિફ અલી ઝરદારી સાથે સાંજે મીટિંગ હતી અને પછી ફૉર્મલ ડિનરનું આયોજન કરવામાં આવ્યું હતું, પણ જ્યારે આસિફ અલી ઝરદારીને ખબર પડી કે આ દિવસે હિન્દુઓનો બહુ મોટો તહેવાર દિવાળી આવે છે ત્યારે તેમણે નીતીશકુમારના માનમાં ખાસ દિવાળી ડિનરનું આયોજન કર્યું હતું.

પાકિસ્તાના પ્રેસિડન્ટનો આ નિર્ણય દર્શાવે છે કે તેઓ નીતીશકુમારની આ મુલાકાતને કેટલી મહત્વની માને છે. આસિફ અલી ઝરદારીએ દિવાળી નિમિત્તે ખાસ સંદેશ પણ આપ્યો હતો જેમાં હિન્દુઓને અભિનંદન આપીને આંતરિક એકતા વધારવાની અને લઘુમતીઓના હકોની જાળવણી કરવાની વિનંતી કરી હતી. તેમણે પોતાના સંબોધનમાં કહ્યું હતું કે પાકિસ્તાનમાં હિન્દુઓ અને લઘુમતીઓને સમાન હકો છે અને ધર્મને નામે કોઈ સાથે અન્યાય નહીં કરવામાં આવે.

14 November, 2012 05:14 AM IST |

અન્ય લેખો

ઈન્ટરનેશનલ સમાચાર

ટી.બી.ને કારણે શરીરમાં ઇમ્યુનિટી ઘટે છે: સંશોધન

બૅક્ટેરિયમમાં એવા જીન્સ હોય છે, જે એના ચેપથી અસરગ્રસ્ત કોષોમાં રોગપ્રતિકાર ક્ષમતાનું દમન કરતા રહે છે

02 August, 2021 03:35 IST | Maryland | Gujarati Mid-day Correspondent
ઈન્ટરનેશનલ સમાચાર

અફઘાનના કંદહાર ઍરપોર્ટ પર તાલિબાનનો અચાનક જ રૉકેટ હુમલો : તમામ ફ્લાઇટો રદ

અફઘાનિસ્તાનથી અમેરિકી સેના પાછી ફર્યા બાદથી જ અફઘાન સેના અને તાલિબાન વચ્ચે સંઘર્ષ જારી છે

02 August, 2021 03:33 IST | Kabul | Gujarati Mid-day Correspondent
ઈન્ટરનેશનલ સમાચાર

અમેરિકામાં કોરોનાનો કેર, એક લાખથી વધુ નવા કેસ

ફેબ્રુઆરી બાદ અહીં આવેલા આ સંક્રમણના આંકડા પાછળ કોરોના વાઇરસ ડેલ્ટા વેરિએન્ટ છે

01 August, 2021 09:41 IST | Washington | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK