Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > કોરોનાના કેસ કેમ વધી રહ્યા છે? ડબ્લ્યુએચઓએ આપ્યાં ૩ કારણ

કોરોનાના કેસ કેમ વધી રહ્યા છે? ડબ્લ્યુએચઓએ આપ્યાં ૩ કારણ

20 March, 2022 10:46 AM IST | Washington
Agency

યુરોપમાં પણ કેસ વધ્યા છે. કોરોનાના કેસમાં વધારા માટે વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશને (ડબ્લ્યુએચઓ) ત્રણ કારણો આપ્યાં છે. 

WHO (ફાઇલ તસવીર)

WHO (ફાઇલ તસવીર)


સમગ્ર દુનિયામાં કોરોનાના કેસ વધી રહ્યા છે. ખાસ કરીને સાઉથ કોરિયા, હૉન્ગકૉન્ગ અને ચીનમાંથી ચિંતાજનક સંખ્યામાં કોરોનાના કેસ ડિટેક્ટ થઈ રહ્યા છે. યુરોપમાં પણ કેસ વધ્યા છે. કોરોનાના કેસમાં વધારા માટે વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશને (ડબ્લ્યુએચઓ) ત્રણ કારણો આપ્યાં છે. 
૧) પહેલું કારણ : વધારે ચેપી ઓમાઇક્રોન
એક્સપર્ટ્સ અનુસાર ચીનમાં કેસમાં વધારા માટે ઓમાઇક્રોન સ્ટ્રેનનો ડિટેક્ટ કરવામાં મુશ્કેલ સબ-વેરિઅન્ટ કારણભૂત હોઈ શકે છે. સબ-વેરિઅન્ટ બીએ.૨ના કેસ આવી રહ્યા છે એ ચિંતાનું કારણ છે, કેમ કે એમાં સ્પાઇક પ્રોટીનમાં મુખ્ય મ્યુટેશન્સનો અભાવ છે કે જે ઇન્ફેક્શનની ઓળખ કરવા માટે રૅપિડ પીસીઆર ટેસ્ટ્સ માટે જરૂરી ગણાય છે. ચિંતાનું કારણ બે સ્ટ્રેનનું કૉમ્બિનેશન છે. સૌપ્રથમ ઇઝરાયલમાં ઍરપોર્ટ પર આવા બે કેસ આવ્યા છે, જેમાં દરદીઓમાં બીએ.૧ અને બીએ.૨નું કૉમ્બિનેશન ડિટેક્ટ થયું છે.  
૨) બીજું કારણ : પ્રિકૉશન્સ લેવાનું ઘટાડાયું
કેસમાં ઘટાડો થતાં લોકોએ પ્રિકૉશન્સ લેવાનું ઘટાડી દીધું છે. જોકે ડબ્લ્યુએચઓએ નાગરિકોને જરૂરી તમામ પ્રિકૉશન્સ લેવા જણાવ્યું છે. 
૩) વૅક્સિન વિશે ખોટી માહિતી 
ડબ્લ્યુએચઓએ એમ પણ જણાવ્યું હતું કે ઓમાઇક્રોન પછી મહામારીનો અંત થઈ જશે એવા ખોટા અહેવાલો પણ સમસ્યા છે. ડબ્લ્યુએચઓએ કહ્યું હતું કે ‘આ વાઇરસનો હજી અંત આવ્યો નથી. આપણે ખૂબ સતર્ક રહેવાની અને સાવધાની રાખવાની જરૂર છે.’

10 લાખ
હૉન્ગકૉન્ગમાં કોરોનાના કુલ કેસની સંખ્યા.
3,81,454
સાઉથ કોરિયામાં ગઈ કાલે કોરોનાના આટલા નવા કેસ નોંધાયા હતા.
2075
ભારતમાં ગઈ કાલે કોરોનાના આટલા નવા કેસ નોંધાયા. 



 


Whatsapp-channel Whatsapp-channel

20 March, 2022 10:46 AM IST | Washington | Agency

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK