° °

આજનું ઇ-પેપર
Tuesday, 11 May, 2021


ન્યુ યૉર્કમાં શરૂ થઈ રહેલી લક્ઝરી હોટેલમાં માણસોને નો એન્ટ્રી

21 August, 2012 05:09 AM IST |

ન્યુ યૉર્કમાં શરૂ થઈ રહેલી લક્ઝરી હોટેલમાં માણસોને નો એન્ટ્રી

ન્યુ યૉર્કમાં શરૂ થઈ રહેલી લક્ઝરી હોટેલમાં માણસોને નો એન્ટ્રી

dogs-hotelન્યુ યૉર્કમાં થોડા દિવસોમાં એક એવી લક્ઝરી હોટેલ શરૂ થશે જેની દરેક રૂમમાં મુલાયમ ઓશીકા સાથેના મોંઘાદાટ બેડ, ફ્લૅટ ટીવી-સ્ક્રીન તથા મહેમાનો માટે જિમની સુવિધા અને એમને ખાસ શેફ દ્વારા તૈયાર થયેલું ભોજન પીરસવામાં આવશે. ડી-પૅટ નામની આ હોટેલના આકર્ષક ફીચર્સથી માણસોએ લલચાવાની જરૂર નથી, કારણ કે એમાં માત્ર પાળેલા ડૉગ્સને જ એન્ટ્રી છે.

મેનહટનમાં આવેલી આ હોટેલ ૯૭૦૦ ચોરસ ફૂટ એરિયામાં ફેલાયેલી છે. ચાર વર્ષ પહેલાં અમેરિકાના હૉલીવુડમાં સૌથી પહેલી ડી-પૅટ હોટેલ શરૂ થઈ હતી. હવે ન્યુ યૉર્કમાં પણ એ શરૂ થઈ રહી છે. હોટેલના જણાવ્યા પ્રમાણે એમાં લક્ઝરી હોટેલમાં જે સર્વિસ માણસોને અપાય છે એવી જ સર્વિસ ડૉગીને આપવામાં આવે છે. હોટેલની દરેક રૂમમાં ફ્લૅટ ટેલિવિઝન મૂકવામાં આવ્યાં છે, જેમાં ડૉગ-પેરન્ટ્સની સૂચના પ્રમાણેના વિડિયો કે ફૅમિલી ફોટો બતાવવામાં આવશે. હોટેલના માલિક કેરી બ્રાઉને કહ્યું હતું કે અનેક પરિવારો તેમના ડૉગને રેગ્યુલર ટીવી જોવાની ટેવ પાડે છે અને એટલે જ હોટેલમાં આ સર્વિસ પણ આપવામાં આવે છે. પોતાની ફિટનેસને લઈને ચિંતિત ડૉગ માટે આ હોટેલમાં જિમ પણ છે, જેમાં ખાસ ટ્રેઇનર તેમને લેટેસ્ટ સાધનોની મદદથી કસરત કરાવશે. ડૉગને રમવા માટે હોટેલમાં ત્રણ પ્લેગ્રાઉન્ડ પણ છે એટલું જ નહીં; મહેમાનો માટે સ્પા, બુટિક તથા લુક ચેન્જ કરવા માટે ગ્રુમિંગ સેન્ટર પણ છે. ડૉગને લાવવા-લઈ જવા માટે આ હોટેલ શૉફર સાથેની કાર-સર્વિસ પણ આપે છે.

21 August, 2012 05:09 AM IST |

અન્ય લેખો

ઈન્ટરનેશનલ સમાચાર

Italyની યુવતીને એક વારમાં લગાડવામાં આવ્યા Pfizer વેક્સીનના 6 ડૉઝ, જાણો કારણ

ઇટલીમાં 23 વર્ષની એક યુવતીને તાજેતરમાં જ Pfizer-BioNTech વેક્સીનના 6 ડૉઝ એક સાથે આપવામાં આવ્યા છે. રાહતની વાત એ છે કે તેના પર વેક્સીનના ઓવરડૉઝને કારણે કોઇ આડઅસર થઈ નથી.

11 May, 2021 02:45 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ઈન્ટરનેશનલ સમાચાર

સ્પેન અનલૉક થતાં જ લોકો બેપરવાહ થઈ ગયા : નિષ્ણાતોએ ચેતવ્યા

સ્પેનના નાગરિકોએ માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સિંગ જેવી તકેદારીઓને ધ્યાનમાં રાખ્યા વિના છ મહિનાના લૉકડાઉનના અંતની ઉજવણી કરતાં એક અગ્રણી નિષ્ણાતે ચેતવણી ઉચ્ચારી હતી કે કોરોના વાઇરસ મહામારી હજી સુધી નાબૂદ થઈ નથી

11 May, 2021 01:52 IST | Madrid | Agency
ઈન્ટરનેશનલ સમાચાર

ચીની વિજ્ઞાનીઓમાં પાંચ વર્ષ પહેલાં ઘાતક વાઇરસ ફેલાવવા ચર્ચા થયેલી

કોરોના વાઇરસની મહામારી ૨૦૧૯માં ચીનના વુહાન શહેરમાંથી બહાર આવી એ પૂર્વે વર્ષ ૨૦૧૫માં ચીનના લશ્કરી વિભાગના વિજ્ઞાનીઓ તથા આરોગ્ય વિભાગના અધિકારીઓએ એક દસ્તાવેજ તૈયાર કર્યો હતો

10 May, 2021 01:09 IST | Beijing | Agency

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK