° °

આજનું ઇ-પેપર
Saturday, 13 August, 2022


રશિયા પર અમેરિકાના નવા પ્રતિબંધ, પુતિનની ગર્લફ્રેન્ડ એલિનાને કરી બ્લેકલિસ્ટ

03 August, 2022 08:49 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

યુક્રેન પર હુમલા બાદ અમેરિકાએ રશિયા, પુતિન, તેમની બે પુત્રીઓ અને અન્ય કેટલાય રશિયન નેતાઓ પર પ્રતિબંધો લગાવ્યા

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર

યુક્રેન પર થયેલા હુમલાના પગલે અમેરિકાએ રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને રશિયા વિરુદ્ધ નવા પ્રતિબંધોની જાહેરાત કરી છે. પુતિનની કથિત ગર્લફ્રેન્ડ એલિના મારાટોવના કાબેવાને બ્લેકલિસ્ટ કરવામાં આવી છે. અમેરિકાએ એલિનાના વિઝા રદ્દ કરી દીધા છે.

39 વર્ષીય કાબેવાના પુતિન સાથે ગાઢ સંબંધો છે. તે રશિયન સંસદ ડુમાના ભૂતપૂર્વ સભ્ય અને રાષ્ટ્રીય મીડિયા જૂથના વર્તમાન વડા છે. આ જૂથ ટેલિવિઝન, રેડિયો અને પ્રિન્ટ મીડિયા સંસ્થાઓનું રશિયન તરફી જૂથ છે.

યુએસ ટ્રેઝરી ડિપાર્ટમેન્ટે મંગળવારે બહાર પડેલા આદેશમાં કહ્યું છે કે યુરોપિયન યુનિયન અને બ્રિટને પણ કાબેવા પર નિયંત્રણો લાદ્યા છે. રશિયન ફેડરેશનના વરિષ્ઠ નેતા, વરિષ્ઠ કાર્યકારી અધિકારી અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સના સભ્ય હોવાના આધારે કાબેવા પર આ કાર્યવાહી કરવામાં આવી છે.

યુક્રેન પર હુમલા બાદ અમેરિકાએ રશિયા, પુતિન, તેમની બે પુત્રીઓ અને અન્ય કેટલાય રશિયન નેતાઓ પર પ્રતિબંધો લગાવ્યા છે. આ નેતાઓ પર પ્રવાસ પ્રતિબંધની સાથે તેમની મિલકતો પણ જપ્ત કરવામાં આવી છે.

કાબેવા પર પ્રતિબંધ પહેલાં, યુએસએ પુતિનની બંને પુત્રીઓ, કેટરીના વ્લાદિમીરોવના તિખોનોવા અને મારિયા વ્લાદિમીરોવના વોરોન્ટોવા પર પ્રતિબંધો લાદ્યા હતા. યુએસ ટ્રેઝરી મિનિસ્ટ્રીએ અત્યાર સુધીમાં 893 રશિયન નેતાઓ અને અધિકારીઓ પર પ્રતિબંધ લગાવ્યો છે. તેમાં રશિયાના ટોચના સૈન્ય અધિકારીઓ પણ સામેલ છે. તેમના તમામ વિઝા જપ્ત કરવામાં આવ્યા છે.

અમેરિકી ટ્રેઝરી સેક્રેટરી જેનેટ યેલેને એક નિવેદન બહાર પાડીને કહ્યું છે કે યુક્રેન પર હુમલા બાદ ત્યાંના લાખો લોકો મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે, જ્યારે પુતિન અને તેમના સહયોગી વૈભવી જીવન જીવી રહ્યા છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પુતિન ફરી એકવાર પિતા બનવાની ચર્ચા છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે પુતિન અને એલીનાને પહેલાથી જ બે બાળકો છે અને હવે તે એક પુત્રીને જન્મ આપવા જઈ રહી છે.

03 August, 2022 08:49 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

ઈન્ટરનેશનલ સમાચાર

ચીને ફરી દેખાડ્યો અસલી રંગ, આતંકવાદી પર પ્રતિબંધ મૂકવાના પ્રસ્તાવને અટકાવ્યો

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના અન્ય તમામ ૧૪ દેશો પાકિસ્તાનસ્થિત જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી અબ્દુલ રઉફ અઝહર પર પ્રતિબંધ લાદવા માટે સંમત થયા હતા ત્યારે એકમાત્ર ચીને આતંકવાદીનો બચાવ કરતાં પ્રસ્તાવને અટકાવી દીધો છે

12 August, 2022 08:32 IST | Washington | Gujarati Mid-day Correspondent
ઈન્ટરનેશનલ સમાચાર

ચીનમાં લિવર અને કિડની ફેલ કરતો વાઇરસ ડિટેક્ટ થયો

૩૫ લોકો લાંગ્યા વાઇરસથી સંક્રમિત થયા છે

11 August, 2022 09:09 IST | Beijing | Gujarati Mid-day Correspondent
ઈન્ટરનેશનલ સમાચાર

ગુજરાતી આરોપી ભારતને સોંપવાની સુનાવણી યુકેની કોર્ટમાં મોકૂફ

લંડનની અદાલતમાં મંગળવારે પૂરી થયેલી બે દિવસની સુનાવણીમાં તેના પર રાજકીય દમનનો આરોપ તેણે મૂક્યો હતો

11 August, 2022 09:06 IST | London | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK