° °

આજનું ઇ-પેપર
Tuesday, 24 May, 2022


Viral Video: અરે બાપ રે, અમેરિકન પ્રેસિડન્ટ આ શું બોલી ગયા? પત્રકારને ગાળ આપી?

25 January, 2022 01:03 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

અમેરિકામાં વધી રહેલી મોંઘવારી પર પ્રશ્ન પૂછાયો અને રાષ્ટ્રપતિ જો બાઇડનની છટકી ગઇ, તેમણે પત્રકારને એક મસ્ત સંભળાવી દીધી

તસવીર સૌજન્ય - એએફપી

તસવીર સૌજન્ય - એએફપી

અમેરિકામાં વધી રહેલી મોંઘવારી પર પ્રશ્ન પૂછાયો અને રાષ્ટ્રપતિ જો બાઇડનની છટકી ગઇ, તેમણે પત્રકારને એક મસ્ત સંભળાવી દીધી. બાઇડનનો સ્ટુપિડ સન ઑફ અ બિ... બોલતો વીડિયો વાઇરલ થયો છે. જો કે લોકો સવાલ કરી રહ્યા છે કે બાઇડનના મ્હોંમાથી આ શબ્દો નીકળ્યા ત્યારે શું તેમને ખબર હતી કે માઇક્રોફોન ચાલુ છે?

ફૉક્સ ન્યૂઝના રિપોર્ટર પીટર ડુસીએ બાઈડનને પૂછ્યું હતું કે દેશમાં સતત વધી રહેલી મોંઘવારીથી મિડ ટર્મ ઈલેક્શનમાં તમારી પાર્ટીને કેટલું નુકસાન થશે. એની પર બાઈડને જવાબ આપતાં કહ્યું હતું કે એનાથી નુકસાન નહિ, પરંતુ ફાયદો થશે અને એ પછી પત્રકારને `સ્ટુપિડ સન ઓફ બીચ` એમ કહ્યું જો કે વીડિયો પરથી સ્પષ્ટ છે કે એમનો ઇરાદો ગાળ સંભળાય એ રીતે બોલવાનો હતો જ નહીં પણ શું થઇ શકે?

બાઈડન પહેલાં પણ ઘણી વખત પત્રકારોને આ રીતે ખખડાવી ચૂક્યા છે. ગત સપ્તાહે ફોક્સ ન્યૂઝની એક મહિલા રિપોર્ટરે યુક્રેનના મામલામાં તેમને સવાલ પૂછ્યો હતો કે તમે રશિયાના રાષ્ટ્રપતિ પગલાં લે એની શા માટે રાહ જોઈ રહ્યા છો? બાઈડને આ અંગે ગુસ્સામાં કહ્યું હતું કે કેવો મૂર્ખતાભર્યો સવાલ છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન સત્તામાં આવ્યા ને એક વર્ષ પૂર્ણ થયું છે. અફઘાનિસ્તાનમાંથી અમેરિકાના સૈનિકોને પરત બોલાવી લેવાના તેમના નિર્ણય પર હજુ પણ સવાલો થઈ રહ્યા છે. ગુરુવારે આવા જ એક સવાલનો જવાબ આપતાં તેમણે કહ્યું હતું કે અફઘાનિસ્તાનમાં કોઈ સરકાર સફળ ન થઈ શકે.

 

25 January, 2022 01:03 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

ઈન્ટરનેશનલ સમાચાર

Brother`s Day 2022: જાણો કેમ ઊજવાઈ છે બ્રધર્સ ડે, શું છે મહત્ત્વ?

નેશનલ બ્રધર્સ ડેની શરૂઆત થોડી અસ્પષ્ટ છે

24 May, 2022 07:18 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ઈન્ટરનેશનલ સમાચાર

Monkeypox Virus: અમેરિકામાં મંકીપોક્સનો વધુ એક કેસ, 12 દેશોમાં ફેલાયો વાયરસ

શનિવાર સુધીમાં 12 દેશોમાં મંકીપોક્સના 92 કનફોર્મ અને 28 શંકાસ્પદ કેસ નોંધાયા છે

23 May, 2022 04:31 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK