દુનિયાભરમાં ૩૦ કરોડ બાળકો સ્કૂલ નથી જઈ શકતાં : યુનેસ્કો રિપોર્ટ
પ્રતીકાત્મક તસવીર
કોરોના વાઇરસના લીધે દિલ્હીમાં તમામ પ્રાઇમરી સ્કૂલોને ૩૧ માર્ચ સુધી બંધ કરી દેવામાં આવી છે. આ સ્થિતિ હાલ માત્ર દિલ્હીની જ નહીં પરંતુ દુનિયાભરમાં બાળકો કોરોનાના ખોફના લીધે સ્કૂલે જઈ શકતાં નથી. કોરોના વાઇરસથી દુનિયાભરમાં ૮૦થી વધુ દેશ પ્રભાવિત છે. તેના લીધે તમામ જગ્યા પર સામાન્ય જનજીવન ઠપ થઈ ગયું છે. ઈટલીએ પણ દેશભરની શાળાઓમાં રજા જાહેર કરી દીધી છે. ફ્રાન્સે ૧૨૦ શાળાઓ બંધ કરી છે. યુનેસ્કોના તાજેતરના રિપોર્ટ પ્રમાણે દુનિયાભરમાં ૩૦ કરોડ બાળકો સંક્રમણના ભયના કારણે શાળામાં જઈ શકતાં નથી. જેના પ્રમાણે ૧૪ દેશોએ શાળા પૂરી રીતે બંધ કરી દીધી છે, સાથે જ ૯ દેશોએ જરૂરિયાત પ્રમાણે રજા જાહેર કરી દીધી છે.
જે બાળકોનાં માતા-પિતા સંક્રમિત છે. વૃહાન ચિલ્ડ્રન હૉસ્પિટલ સ્ટાફ તેમનું પૂરું ધ્યાન રાખી રહ્યો છે. ડબ્લ્યુએચઓએ કહ્યું કે ગંદી બૅન્ક નોટ આ વાઇરસ ફેલાવવાનું મોટું કારણ હોઈ શકે છે. ૫૭ હજાર લોકો સારવાર બાદ સ્વસ્થ થઈ ચૂક્યા છે. વર્લ્ડમીટર ડોટ ઇન્ફોના રિપોર્ટ પ્રમાણે એક રિસર્ચમાં દાવો કરાયો છે કે ચહેરાને હાથથી ન અડો તો સંક્રમણનું જોખમ ૪૦ ટકા ઘટી જાય છે.
વૉશિંગ્ટનમાં પિટરસન ઇન્સ્ટિટ્યુટ ફોર ઇન્ટરનૅશનલ ઇકૉનૉમિક્સના સિનિયર ફેલો જૈકબ કર્કેગાર્ડે કહ્યું કે મને નથી લાગતું કે આધુનિક ઇતિહાસમાં આવું કોઈ બીજું ઉદાહરણ છે જ્યારે વિકસિત અર્થતંત્રવાળા દેશોમાં આટલા લાંબા સમય સુધી સ્કૂલોને બંધ કરવી પડી હોય.