° °

આજનું ઇ-પેપર
Sunday, 16 May, 2021


આવતા મહિને પૃથ્વીનો વિનાશ થશે જ એવું માની બ્રિટિશરે એક વર્ષ માટેનો ખોરાક સ્ટોર કર્યો

30 November, 2012 06:16 AM IST |

આવતા મહિને પૃથ્વીનો વિનાશ થશે જ એવું માની બ્રિટિશરે એક વર્ષ માટેનો ખોરાક સ્ટોર કર્યો

આવતા મહિને પૃથ્વીનો વિનાશ થશે જ એવું માની બ્રિટિશરે એક વર્ષ માટેનો ખોરાક સ્ટોર કર્યોઅત્યારના લેટિન અમેરિકન દેશોમાં ઇસવી સન પૂર્વે ૨૦૦૦થી ઇસવી સન ૨૫૦ દરમ્યાન માયા જાતિનું અસ્તિત્વ હતું. આ જાતિ દ્વારા તૈયાર કરવામાં આવેલા કૅલેન્ડરે કરેલી આગાહી મુજબ ૨૦૧૨ની ૨૧ ડિસેમ્બરના દિવસે પૃથ્વીનો અંત થશે. આ આગાહી કેટલી સાચી છે એ તો ચર્ચાનો વિષય છે, પણ દુનિયાભરમાં અનેક લોકો છે, જે આ આગાહીને સાચી માને છે. એટલું જ નહીં, તેમણે વિનાશથી બચવા માટેની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે.

બ્રિટનના માન્ચેસ્ટર પાસે આવેલા સ્ટૉકપોર્ટ નામના ટાઉનમાં રહેતા સિમોન ડીલન નામના ૪૭ વર્ષના નિવૃત્ત સોલ્જરને પણ ખાતરી છે કે ૨૧ ડિસેમ્બરે પૃથ્વીના અંતની શરૂઆત થશે અને તેથી જ કોઈ પણ કટોકટી માટે તૈયાર રહેવા માટે તેણે ઘરમાં એક વર્ષ ચાલે એટલો ખોરાકનો પુરવઠો જમા કરી દીધો છે. એટલું જ નહીં, તેણે એક વર્ષ સુધી વીજળી વિના રહેવું પડે તો એ માટેની તૈયારી પણ કરી દીધી છે. આ માટે સિમોને ૨૦,૦૦૦ પાઉન્ડ (આશરે ૧૭ લાખથી પણ વધારે રૂપિયા)નો ખર્ચ કરી દીધો છે.

પાંચ સંતાનોના પિતા સિમોનનું કહેવું છે કે કોઈ પણ ઇમરજન્સી દરમ્યાન પરિવાર સુરક્ષિત રહે એ માટે તેણે આ તૈયારી કરી છે. થોડા સમય પહેલાં નૅશનલ જિયોગ્રાફિક ચૅનલે વિશ્વના વિનાશથી બચવા માટેની તૈયારી કરી રહેલા લોકો પર ખાસ કાર્યક્રમ પ્રસારિત કર્યો હતો જેમાં સિમોન ડીલનને પણ આવરી લેવામાં આવ્યો હતો.

બ્રિટન, અમરિકા સહિતના અનેક દેશોમાં સેંકડો લોકોએ સંભવિત વિનાશથી બચવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે.

૨૧ ડિસેમ્બરે નહીં થાય પૃથ્વીનો અંત : નાસા

૨૦૧૨ની ૨૧ ડિસેમ્બરે પૃથ્વીનો અંત આવશે એવી માયા કૅલેન્ડરની આગાહીને ઘણા લોકો ગંભીરતાથી લઈ રહ્યા છે ત્યારે અમેરિકાની અવકાશ સંશોધન સંસ્થા નાસાએ ગઈ કાલે જાહેર કર્યું હતું કે ૨૧ ડિસેમ્બરે પૃથ્વીનો અંત નહીં આવે. નાસાએ તેની વેબસાઇટ પર કહ્યું છે કે છેલ્લાં ૪ અબજ વર્ષોથી પૃથ્વી હેમખેમ છે અને આવનારા દિવસોમાં પણ કોઈ મોટો ખતરો આવવાની શક્યતા નથી. અગાઉ એવી પણ અફવા વહેતી થઈ હતી કે નિબીરુ નામનો ગ્રહ પૃથ્વી તરફ ધસી રહ્યો છે, જે ૨૧ ડિસેમ્બરે ધરતી સાથે ટકરાશે.

નાસા - નૅશનલ ઍરોનૉટિક્સ ઍન્ડ સ્પેસ ઍડમિનિસ્ટ્રેશન

30 November, 2012 06:16 AM IST |

અન્ય લેખો

ઈન્ટરનેશનલ સમાચાર

બ્રિટનમાં હવે કોરોના વાઇરસનો ઇન્ડિયન વૅરિયન્ટ ફેલાતાં ગભરાટ

તાજેતરમાં જ લાંબા સમયના લૉકડાઉન પછી અનલૉક થયેલા બ્રિટનમાં કોરોનાવાઇરસના ઇન્ડિયન વૅરિયન્ટ B1.617.2નો ફેલાવો વધતાં કોવિડ ટેસ્ટ્સ અને વૅક્સિનેશનની ઝડપ વધારવામાં આવી છે

15 May, 2021 01:57 IST | London | Agency
ઈન્ટરનેશનલ સમાચાર

મોબાઇલ ફોનનાં કૉન્ટ્રૅક્ટ્સ મોંઘા ભાવે વેચનારી કંપનીને 2.87 અબજનો દંડ

મોબાઇલ કૉન્ટ્રૅક્ટ્સ વેચવા બદલ સ્થાનિક સૌથી મોટી ટેલિકમ્યુનિકેશન્સ કંપની ટેલેસ્ટ્રા પાસેથી પાંચ કરોડ ઑસ્ટ્રેલિયન ડૉલર (લગભગ ૨.૮૭ અબજ રૂપિયા)નો દંડ વસૂલ કરવાનો આદેશ ફેડરલ કોર્ટના જજે આપ્યો હતો.

14 May, 2021 02:29 IST | Canberra | Agency
ઈન્ટરનેશનલ સમાચાર

સ્વામીનારાયણ મંદિરના બાંધકામ વેળા શોષણ:US અદાલતમાં ભારતીય કામગારોએ ફરિયાદ કરી

અમેરિકાના ન્યુ જર્સીમાં સ્વામીનારાયણ મંદિરના બાંધકામ દરમ્યાન હ્યુમન ટ્રાફિકિંગ અને કાયદેસર જોગવાઈથી ઓછું વેતન ચૂકવવાના આરોપ સાથે ભારતીય કામગારોએ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામીનારાયણ સંસ્થા વિરુદ્ધ લૉ સુટ ફાઇલ કર્યો છે

14 May, 2021 01:38 IST | New York | Agency

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK