Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > અમેરિકામાં ગોળીબારની બે ઘટનામાં ત્રણનાં મૃત્યુ

અમેરિકામાં ગોળીબારની બે ઘટનામાં ત્રણનાં મૃત્યુ

17 May, 2022 08:54 AM IST | Washington
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ હત્યારો આધેડ વયનો એશિયન હોવાનું મનાય છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ન્યુ યૉર્ક સ્ટેટના એક ગ્રોસરી સ્ટોરમાં ગોળી મારીને ૧૦ જણની હત્યાના માત્ર એક દિવસ બાદ રવિવારે રાત્રે અમેરિકામાં ગોળીબારની બે અલગ-અલગ ઘટનામાં ઓછામાં ઓછા ત્રણ જણનાં મોત નીપજ્યાં છે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે લોસ એન્જલસ પાસે એક ચર્ચ ખાતે એક હુમલાખોરે જાહેરમાં ગોળીબાર કરતાં એક જણનું મોત નીપજ્યું હતું જ્યારે ચાર અન્ય ગંભીર અવસ્થામાં છે.



આ હત્યારો આધેડ વયનો એશિયન હોવાનું મનાય છે. ચર્ચમાં એ સમયે હાજર રહેલા લોકોએ તેને પકડીને બાંધી દીધો હતો. તેની પાસેથી બે હથિયાર જપ્ત કરાયાં હતાં.


દરમ્યાન ટેક્સાસમાં હેરિસ કાઉન્ટી શેરિફની ઑફિસમાંથી જણાવાયું હતું કે એક ફ્લી માર્કેટમાં અનેક લોકોને ગોળી મારવામાં આવી હતી, જેમાંથી બેનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં. શેરિફ એડ ગોન્ઝાલેઝે કહ્યું હતું કે ‘બે પાર્ટીઓ વચ્ચેની લડાઈમાંથી આ ગોળીબાર થયો હોઈ શકે છે.’


Whatsapp-channel Whatsapp-channel

17 May, 2022 08:54 AM IST | Washington | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK