Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > હવામાં સેક્સ કરવાનો શોખ પડ્યો ભારે, ઉડતા પ્લેનમાં પાયલટે બનાવી સેક્સ ટેપ

હવામાં સેક્સ કરવાનો શોખ પડ્યો ભારે, ઉડતા પ્લેનમાં પાયલટે બનાવી સેક્સ ટેપ

28 May, 2022 02:10 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

કોકપિટમાં મહિલા કેડેટ સાથે સેક્સ ટેપ બનાવવા બદલ રશિયન પાયલટને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો છે. આ ચોંકાવનારો કિસ્સો રશિયાની સાસોવો ફ્લાઈટ સ્કૂલમાંથી સામે આવ્યો છે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


મોસ્કો: કોકપિટમાં મહિલા કેડેટ સાથે સેક્સ ટેપ બનાવવા બદલ રશિયન પાયલટને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો છે. આ ચોંકાવનારો કિસ્સો રશિયાની સાસોવો ફ્લાઈટ સ્કૂલમાંથી સામે આવ્યો છે. જ્યાં મહિલા કેડેટ અને પાયલટે કોકપીટમાં સેક્સ ટેપ બનાવી હતી. બંનેએ કોકપીટમાં સેક્સને કેમેરામાં રેકોર્ડ પણ કર્યું હતું. પરંતુ સૌથી આશ્ચર્યજનક વાત એ હતી કે આ દરમિયાન તેણે બેજવાબદારીપૂર્વક વિમાનને ઓટો પાયલટ મોડ પર મૂકી દીધું હતું.

મળતી માહિતી મુજબ, 28 વર્ષીય પાયલટે તેની 21 વર્ષીય કેડેટ પાસેથી ઘણી વધુ ફ્લાઈટ્સના બદલામાં સેક્સની માંગણી કરી હતી. પાયલટે કેડેટને સેક્સના બદલામાં ફ્લાઈટનો વધારાનો સમય આપવા માટે સમજાવ્યો હતો. સ્થાનિક સમાચાર અનુસાર, બંનેએ સેસના 172 એરક્રાફ્ટમાં આ સેક્સ ટેપ બનાવી હતી. વિમાન રાયઝાન ક્ષેત્રમાં ઉડી રહ્યું હતું જ્યારે તેઓએ તેને ઓટો પાઇલટ મોડ પર મૂક્યું હતું.



જ્યારે આ વીડિયો ઓનલાઈન આવ્યો ત્યારે લોકોએ તેને ઓળખી લીધો. જ્યારે આ વીડિયો સાસોવો ફ્લાઈટ સ્કૂલ સુધી પહોંચ્યો ત્યારે બંનેને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ, પાયલટ પરિણીત છે. તેણે ફ્લાઈટનો વધારાનો સમય વધારવાના બદલામાં મહિલા કેડેટ પાસેથી સેક્સની માંગણી કરી હતી. આ કેસમાં કેડેટે કહ્યું કે શરૂઆતમાં તેણે આ વાતનો ઈન્કાર કર્યો હતો. તેણે કહ્યું, `મેં શરૂઆતમાં ના પાડી કારણ કે તે પરિણીત હતો. પરંતુ બાદમાં તેણે વધારાનું ટ્યુશન આપવાની વાત કરી હતી.`


જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે ફ્લાઈટમાં શું થયું તો કેડેટે કહ્યું કે બંનેએ પ્લેનને ઓટોપાયલટ મોડ પર મૂકીને જ એકબીજાને કિસ કરી હતી. તેણે એમ પણ કહ્યું કે આવું માત્ર એક જ વાર થયું છે અને ફરીથી પુનરાવર્તન નહીં થાય. મળતી માહિતી મુજબ, કેડેટની તેના એક સાથી કેડેટ સાથે દલીલ થઈ હતી, જે બાદ તેણે બદલો લેવા માટે આ વીડિયો ઓનલાઈન પોસ્ટ કર્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

28 May, 2022 02:10 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK