° °

આજનું ઇ-પેપર
Thursday, 29 September, 2022


રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને અમેરિકાને આપી પરમાણુ હુમલાની ધમકી, જાણો વિગત

21 September, 2022 02:30 PM IST | Moscow
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

યુક્રેન પર કબજો મેળવવાની તૈયારીઓ તેજ થઈ

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર

રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને (Russian President Vladimir Putin) પરમાણુ હુમલાની ધમકી આપી છે. દેશને સંબોધન દરમિયાન, પુતિને અમેરિકા સહિત પશ્ચિમી દેશોને ધમકી આપી હતી અને જાહેર કર્યું હતું કે કોઈ પણ પરમાણુ હુમલાની ચેતવણીને હળવાશથી ન લે.

તેમણે કહ્યું કે “પશ્ચિમી દેશો રશિયાને નષ્ટ અને નબળું પાડવાનું કાવતરું ઘડી રહ્યા છે. આ દેશોએ હદ વટાવી દીધી છે. હવે જો રશિયા પર ખતરો હશે, તો અમે પણ પરમાણુ હુમલો કરીશું. અણુ ચેતવણી એ નાટક નથી.”

યુક્રેન પર કબજો મેળવવાની તૈયારીઓ તેજ થઈ ગઈ

તેમના સંબોધન દરમિયાન, પુતિને યુક્રેનમાં સૈનિકો વધારવા પર ભાર મૂક્યો હતો. તેમણે સેનાને એકત્ર કરવા અંગેના હુકમનામા પર હસ્તાક્ષર કર્યા છે. આ અંતર્ગત રશિયા 3 લાખ રિઝર્વ સૈનિકોને એકત્ર કરી રહ્યું છે. હકીકતમાં, પુતિને રશિયાની સૈન્ય શક્તિ વધારીને યુક્રેનના ડોનબાસ પર કબજો કરવાની તૈયારીઓ તેજ કરી દીધી છે. ડોનબાસ ઉપરાંત, રશિયા તેના ભાગ તરીકે યુક્રેનના ખેરસન અને ઝાપોરિઝિયાને જોડવાનો પ્રયાસ કરી રહ્યું છે. પુતિને આ વિસ્તારોમાં જનમત સંગ્રહ કરાવવાનો આદેશ આપ્યો છે.

આવી સ્થિતિમાં, આગામી દિવસોમાં ડોનેટ્સક, લુહાન્સ્ક, ખેરસન અને ઝાપોરિઝિયામાં રહેતા લોકો રશિયામાં જોડાવા માટે મતદાન કરશે. આ વિસ્તારમાં રશિયન બોલતા લોકોની સંખ્યા ઘણી વધારે છે. અહીં રશિયાના કબજાનો અર્થ યુક્રેનનો આર્થિક વિનાશ છે.

રશિયા યુદ્ધની શરૂઆતથી જ ધમકી આપી રહ્યું છે

યુદ્ધની શરૂઆતથી, પશ્ચિમી દેશોએ રશિયાનો વિરોધ કરવાનું શરૂ કર્યું. અનેક નિયંત્રણો પણ લાદવામાં આવ્યા હતા. 10 માર્ચે પુતિને આ વિશે કહ્યું હતું કે “પશ્ચિમી દેશોએ અમારા પર બિનજરૂરી નિયંત્રણો લગાવ્યા છે. આ કારણે રશિયા ઘણી સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે.”

28 એપ્રિલે પુતિને ફરી એકવાર પશ્ચિમી દેશોને ચેતવણી આપી હતી. તેમણે કહ્યું હતું કે “અમેરિકા અને તેના સહયોગી યુક્રેનને સમર્થન આપીને હુમલાને ઉશ્કેરી રહ્યા છે. અમારી ધીરજની કસોટી ન કરો.”

આ પણ વાંચો: પાકિસ્તાનમાં શાહબાઝ શરીફ વિરુદ્ધ રાજદ્રોહનો કેસ ચલાવવાની માગ કરતો ઠરાવ પસાર

21 September, 2022 02:30 PM IST | Moscow | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

ઈન્ટરનેશનલ સમાચાર

ઈરાનમાં હિજાબના વિરોધની આગ લંડનમાં ફેલાઈ

અનેક જગ્યાએ હિંસક વિરોધ-પ્રદર્શન, કેટલાક પોલીસ અધિકારીઓને ઈજા

27 September, 2022 09:20 IST | London | Gujarati Mid-day Correspondent
ઈન્ટરનેશનલ સમાચાર

જયશંકરે અમેરિકાને ચોખ્ખું કહ્યું, અમને મૂરખ ન બનાવો

પાકિસ્તાનને પૅકેજ પૂરું પાડવા બદલ અમેરિકાએ કરેલી દલીલને વિદેશપ્રધાને ફગાવી દીધી  

27 September, 2022 09:09 IST | Washington | Gujarati Mid-day Correspondent
ઈન્ટરનેશનલ સમાચાર

Russian સ્કૂલમાં ગોળીબાર, છને માર્યા બાદ અજ્ઞાતે પોતાને જ ધરબી દીધી ગોળી

ઉદમુર્તિયા ક્ષેત્રના ગવર્નર એલેક્ઝેંડર બ્રેચલોવનો હવાલો આપતા કહેવામાં આવ્યું છે કે એક અજ્ઞાત વ્યક્તિએ સ્કૂલમાં પ્રવેશ કર્યો અને એક ગાર્ડનું કતલ કર્યું. તેમણે કહ્યું કે ઈજાગ્રસ્તોમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધારે છે.

26 September, 2022 03:49 IST | Russia | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK